
અધધધ ટોલટેક્સ વધારાને લઈ: નવસારી જિલ્લા કોંગ્રેસ આગેવાનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી આ અસહ્ય વધારો પરત ખેંચવા માંગ કરી
- Local News
- November 28, 2024
- No Comment
નવસારી જિલ્લામાં પસાર થતા અને ઘડિયાળના કાંટે ચોવીસ કલાક ધમધમતા એવા નેશનલ હાઈવે 48 ઉપર આવેલા બોરીયાચ ગામે ટોલનાકા પર વાહનોનો ટોલ ટેક્સમાં અધધ સરેરાશ 75% વધારો થતા કાર સહિત અન્ય ટ્રાન્સપોર્ટ વાહન આ ટોલ ટેક્સ વધારો ખૂબજ અસહ્ય છે જેને લઇ આગામી દિવસમાં તમામ જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓમાં ભાવ વધારાની સંભાવના જોવામાં આવી રહી છે. સામાન્ય પ્રજાના ખૂબ બજેટ એટલે મોંધવારીનો માર પડશે.જેને લઇને આજે નવસારી જિલ્લા કોંગ્રેસ આગેવાનો દ્વારા કલેક્ટર કચેરી ખાતે પહોંચી રાજ્ય સરકારને સંબોધીને આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં વધેલો ટોલ ટેક્સ ઘટાડવામાં આવે તેવી ઉગ્ર સ્વરૂપે માંગ કરવામાં આવી છે. જો ઘટાડો ન થાય તો આગામી સમયમાં ગાંધીજી ચિંધ્યા માર્ગે તેમજ જરૂર પડીએ જલ્દ આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
ટોલટેક્સના વધારા સામે હાઇવે ઉપર સુવિધા નથી, ઠેર ઠેર ખાડા પડતા વાહન ચાલકો જીવના જોખમે ત્યાંથી પસાર થાય છે. જર્જરીત રોડ રસ્તા હોવા છતાં પણ સરકાર ટોલટેક્સ કઈ રીતે વધારી શકે તેને લઈને પ્રશ્નાર્થ ઉભો કર્યો હતો. સરકાર દ્વારા ટોલટેક્સ ઉપર 75% નો વધારો ઝીંકી દેતા તમામ ઉદ્યોગ ધંધા ઉપર વિપરીત અસર થવાની સંભાવનાને જોતા આ ટોલ ટેક્સ વધારાને લઈ સામાન્ય પ્રજા માટે ચિંતા વ્યક્ત કરી રાજ્ય સરકારને સંબોધન કરતો એક આવેદન પત્ર જિલ્લા કલેકટર જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રે ને આપ્યું હતું. સાથે જ રોડ રસ્તાની જે હાલત છે તેમાં પણ મરામત યુદ્ધના ધોરણે કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
તો બીજી તરફ નવસારી વિજલપુર નગરપાલિકા દ્વારા 1 ટકાનો વધારો આજીવન વાહનવેરો ઝીંકવામાં આવ્યો છે, જેની નોટિસ પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ નિર્ણયને લઈને કોંગ્રેસ પાર્ટીએ નગરજનોના હિતમાં તેઓ વિરોધ નોંધાવ્યો હતો આ નિર્ણયને પાલિકા પડતો મૂકે તેવી પાગ તેમાણે માંગ કરી છે.
નવસારી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલ જણાવે છે કે આજે અમે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યા છે, જેમાં અમે જે ટોલટેક્સ વધ્યો છે,તેને સખત શબ્દોમાં વખોડીએ છીએ ફક્ત અમે નહીં આ બોરીયાચ ટોલ નાકું કામરેજ અને નવસારી વચ્ચે 55 કિલોમીટર અંતર છે. સરકારી ધારાધોરણ મુજબ 68 કિલોમીટર ટોલનાકું હોવું જોઈએ આની કાયદેસરતા કેટલી અને અમને મળતી માહિતી અનુસાર આની સમય મર્યાદા પૂર્ણ થઈ ગઈ છે
તેમ છતાય આ ટોલ ટેક્સ લઈ રહ્યા છે તે તાત્કાલિક અસર બંધ થવી જોઈએ અત્યારે નવસારી જિલ્લાના લોકો સહિત અન્ય પસાર થતા લોકો ઉપર સરેરાશ 70% વધારો ખૂબ અસહ્ય છે નવસારી જિલ્લાની તમામ જનતા માટે આ વધારાનો વિરોધ કરીએ છીએ જો વધારો પાછો ખેંચવામાં ન આવે તો અમે ગાંધીજીએ માર્ગે તેમજ જલ્દ આંદોલન કરશું.
નેશનલ હાઈવે 48 ઉપર ખરાબ રસ્તાઓને તાત્કાલિક અસરથી સમારકામ યુદ્ધના ધોરણે કરવા માંગ કરાઈ