
નવસારીના એસ.ટી.ના નિવૃત્ત કર્મચારી દ્વારા જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી
- Local News
- November 29, 2024
- No Comment
નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ગંઘોર ગામના વતની એવા પરેશ બી નાયક જેમણે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ માં 34 વર્ષ સુધી ફરજ બજાવી જૂની.આસી.તરીકે નવસારી ડેપોમાંથી વર્ષ નવેમ્બર 2014 માં નિવૃત્ત થયેલ એવા પરેશએ નિવૃત્તિના 10 વર્ષ બાદ 69 મા જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી હતી.
પરેશભાઈ નાયક જણાવ્યા અનુસાર તેઓ વર્ષ 1980 માં થયેલ છેલ્લી ભરતી પ્રક્રિયાના લિસ્ટમાં છેલ્લા થી આગલા ક્રમે હતા.નવેમ્બર 1980 તેમને બીલીમોરા ડેપો ખાતે જૂની. કલાર્ક તરીકે નિમણુક પત્ર મળ્યો હતો. ત્યારથી 20 વર્ષ સુધી બીલીમોરા ડેપો ખાતે ફરજ બજાવી હતી.અને નવેમ્બર 2000 માં જુની.આસિસ્ટન્ટ તરીકે બઢતી મળતા નવસારી ખાતે બદલી થઈ હતી અને નવસારી ખાતે 14 વર્ષ સુધી ફરજ બજાવી તા.30/11/2014 ના રોજ નિવૃત્ત થયા હતા.
નવસારી જિલ્લાના એસ.ટી.માં ફરજ દરમ્યાન તેઓ સૌથી જુનિયર કર્મચારી હતા અગાઉ કર્મચારીઓ સીનીયર હતા.મારાથી સીનીયર કર્મચારીઓ અને અધિકારીઓ દ્વારા મને એસ.ટી.નું મહત્વ જાણવા અને શીખવા મળ્યું હતું .સાથે જ પોતાની ફરજ, નિયમિતતા, પ્રમાણિકતા, શિસ્ત અને વફાદારીના સંસ્કારો મળ્યા હતા. જેના કારણે હું સારી રીતે ફરજ બજાવી શક્યો હતો. સંસ્થાના વિકાસમાં ભાગીદાર થવાની તક મળી હતી.તેથી આજે નિવૃત્તિના 10 વર્ષ બાદ અને મારા જન્મદિવસ ને કઈ રીતે ખાસ તેમજ યાદગાર બનાવું જેથી તેમને વિચાર તેમણે એસ.ટી.માં ફરજ દરમ્યાન વહીવટના પાઠો ભણાવનાર મારાથી સીનીયર અને નિવૃત્તિ જીવન જીવતા પાણી વાળા થી સી.ટી.સી.એમ.જેવા ઊચ્ચ હોદ્દા ના વયોવૃદ્ધ થયેલ તમામ ૪૦ જેટલા સાથી કર્મચારીઓ, અધિકારીઓ તથા એસ.ટી.ના ગ્રાહક સમાન દૈનિક મુસાફરો અને વિદ્યાર્થીઓ, આચાર્યો ને તેમના ઘરે જઈ ખબર અંતર પૂછી શાલ ઓઢાડી સન્માનિત કર્યા હતા.
સરકારના એક પેડ માં કે નામ ના અભિયાનના ભાગ રૂપે ફૂલ છોડ રોપા અર્પણ કરી સન્માન કર્યું હતું.ત્યારે મારાથી સીનીયર સાથીઓ,અધિકારીઓ ભાવવિભોર થઈ મારા જન્મદિવસ તેમજ નિવૃત્તી 10 વર્ષ પૂર્ણ થતા તેઓ આશીર્વાદ આપ્યા હતા.મને આ કાર્ય થકી આ તમામ સાથીઓના ઋણમાંથી મુક્ત થયાનો આનંદ થયો હતો.મારા આ અનોખી ઉજવણી સફળ બનાવવા માટે આ તમામ લોકો એવા મગનભાઈ ટંડેલ,જયહિંદભાઈ દેસાઈ,ઠાકોરભાઈ નાયક,પ્રદીપભાઈ મર્ચન્ટ,દિલીપભાઈ દેસાઈ,પરસોત્તમભાઈ પટેલ વિગેરેનો ખૂબ સહકાર મળ્યો હતો.આ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.