જાહેરનામાં ભંગ બદલ ગુનો દાખલ: પ્રતિબંધિત ચાઈનીઝ દોરી વેચાણ કરનાર બે લોકોને પોલીસ ઝડપી પાડ્યા
- Local News
- January 5, 2025
- No Comment
ઉત્તરાયણના તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે ઉત્તરાયણમાં ચાઈનીઝ દોરી અને તુક્કલ વેચાણ તેમજ ઉડાવવા પર પ્રતિબંધ મુકાયો છે
ઉતરાયણના તહેવારને હવે થોડાક દિવસ બાકી રહ્યા છે રાજ્ય સરકાર તેમજ સ્થાનિક વહીવટીતંત્ર જરૂરી પ્રતિબંધિત ચીજ વસ્તુઓ વેચાણ તેમજ વપરાશને લઇ તેમાં પણ ખાસ કરીને માનવ કે પક્ષીઓ ધારદાર દોરાઓથી ઘાયલ થઈ મોતને ભેટે છે, જેથી દર વર્ષે નવસારી જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા આ તહેવારને લઈને જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવે છે. જેમાં ચાઈનીઝ દોરી, કાચ પાયેલી દોરી, આકાશી ફાનસ, ચાઈનીઝ તુક્કલના ઉત્પાદન, સંગ્રહ, વેચાણ, ચગાવવા તથા ઉપયોગ કરવાનો પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રતિબંધિત કરવામાં આવ્યું છે.

વહીવટીતંત્ર ના આ જાહેરનામાને અવગણી કેટલાક લોકો ચાઈનીઝ દોરાનું વેચાણ અને ઉપયોગ કરે છે. જેથી તેમની સામે વહીવટીતંત્ર તેમજ પોલીસ તંત્ર કાયદેસરના પગલાં લેવામાં આવે છે આ વર્ષે પણ નવસારીની એસ.ઓ.જીએ બીલીમોરા આરોપીને ચાઈનીઝ દોરાનો જથ્થો રાખવા બદલ એક ઝડપી પાડ્યો છે તો બીલીમોરા પોલીસે માલ ઉપલબ્ધ કરાવનાર અન્ય એકને ઝડપી પાડી કુલ બે ની ધરપકડ કરવામાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના બીલીમોરા શહેર પાસેના વલોટી ગામેમાં રહેતો મીત પટેલે ઓનલાઈન માધ્યમ થકી 36,400 ની કિંમત ના 91 નંગ પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના રીલ મંગાવ્યા હતા અને તેનું છૂટક વેચાણ કરવા માટે હર્ષ પટેલ નામના યુવાનને આપ્યા હતા. જે અંગે નવસારી એસ.ઓ.જી ને બાતમી મળી હતી કે બીલીમોરા પાસેના વલોટી ગામના ટેકરા ફળિયામાં રહેતો હર્ષ પટેલ પાસે 91 નંગ પ્રતિબંધિત ચાઈનીઝ દોરાના રીલ છે અને તે ઉત્તરાયણના તહેવાર દરમિયાન તેનું છૂટક વેચાણ કરનાર છે. જે બાતમી આધારે પંચો સાથે ઘરમાં જઈ રેડ કરતા પ્રતિબંધિત ચાઈનીઝ દોરાનો જથ્થો મળી આવ્યો હતો. જેથી એસ.ઓ.જી એ હર્ષ પટેલ વિરુદ્ધ બીલીમોરા પોલીસ મથકમાં જાહેરનામાના ભંગ નો ગુનો નોંધ્યો હતો અને કેસની વધુ તપાસ બીલીમોરા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવી હતી જેમાં બીલીમોરા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારી ફૂલસિંહ ચૌહાણ દ્વારા આ જથ્થો ઓનલાઇન મંગાવનાર મીત પટેલની પણ સંડોવણી બહાર આવતા તેની ધરપકડ કરી બીલીમોરા પો.સ્ટે. ખાતે ગુજરાત પોલીસ એકટ કલમ ૧૩૫ મુજબનો ગુનો રજીસ્ટર કરાવેલ છે. જે ગુનાની તપાસ બીલીમોરા પો.સ્ટે. નાઓકરી રહેલ છે.

માનવ ગંભીર ઈજાઓ તેમજ મૃત્યુ થતું અટકાવવા,પંખી તેમજ પર્યાવરણને થતું નુકસાન અટકાવવા આગામી 14મી જાન્યુઆરીના રોજ ઉતરાયણના તહેવારને અનુલક્ષી મકરસંક્રાંતિમાં પતંગ ચગાવવા માટે ઉપયોગમાં લેવાતી પ્રતિબંધિત ચાઈનીઝ દોરી, પ્લાસ્ટિક દોરી, કાચ પાયેલી દોરી, આકાશી ફાનસ, ચાઈનીઝ તુક્કલના ઉત્પાદન, સંગ્રહ, વેચાણ, ચગાવવા તથા ઉપયોગ કરવાનો પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા બહાર પાડવામાં આવેલું હોવાથી શહેરના રહીશો તથા પતંગ દોરીના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોએ તકેદારી રાખવા જોઈએ નહિતર આવા તત્વો વિરુદ્ધ કાયદેસરના પગલાં સ્થાનિક પોલીસ અથવા એસ.ઓ.જી તેમજ વહીવટીતંત્ર દ્વારા લેવાશે.
શું છે ચાઇનીઝ દોરી અને કેટલી ઘાતક:
ચાઇનીઝ દોરી ઇલેક્ટ્રિક વાયરના સંપર્કમાં આવે તો જીવતો વીજવાયર બની જાય વ્યક્તિ-પશુ-પક્ષીના શરીર સાથે ઘર્ષણ થાય તો તલવારથી ઓછી ધારદાર નથી, જીવ માટે ફાંસીના ફંદાથી જરાય ઓછી નથી અનેક જીવ લઈ ચૂકેલી ચાઇનીઝ દોરી પર કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકાર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. ચાઇનીઝ દોરીમાં વપરાતા કેમિકલ, ઝીંક અને મેટલને કારણે આ દોરી ઇલેક્ટ્રિક વાયરના સંપર્કમાં આવે તો જીવતો વીજવાયર બની જાય છે.
નિષ્ણાતોના જણાવ્યાં મુજબ ચાઇનીઝ દોરી એક જીવ માટે ફાંસીના ફંદાથી જરાય ઓછી આંકી શકાય નહીં. એક સર્વે મુજબ ચાઇનીઝ દોરી એક વીજવાયર જેટલી જ ઘાતક પુરવાર થઈ શકે છે અને પર્યાવરણને પણ નુકશાનકર્તા છે. ચાઇનીઝ દોરીના કારણે વીજકંપનીને પણ ઘણું નુકશાન વેઠવું પડે છે. ચાઇનીઝ દોરીમાં વપરાતાં મેટલથી વિધ્યુતપ્રવાહ પસાર થઈ શકે છે. પરિણામે ઘણીવાર હવાના ઘર્ષણમાં આવતી ચાઇનીઝ દોરીથી વીજકરન્ટનો ઝટકો લાગતો હોવાનું પણ અનુભવાય છે.

‘ચાઇનીઝ દોરી નાયલોન અને ઝીંક મેટલના મિશ્રણથી તૈયાર કરવામાં આવે છે. ઝીંક મેટલ કે કોઈપણ મેટલમાંથી વિધ્યુતપ્રવાહ પસાર થઈ શકે છે. મોબાઇલ ટાવર, એફએમ રેડિયો સ્ટેશન, ટેલિવજિનના સિગ્નલ ના કારણે હવામાં વિદ્યુત તરંગોનું પ્રમાણ વધી રહ્યું છે. એક રીસર્ચ દરમિયાન રપ કે પ૦ ફૂટનો વીજવાયર લઈને હવામાં પ્રયોગ કરવામાં આવે તો વીજવાયરના બંને છેડે મીટરમાં વોલ્ટેજ જોવા મળે છે. ચાઇનીઝ દોરી આકાશમાં વધુને વધુ ઊંચાઈએ જાય ત્યારે ઘર્ષણના લીધે એકદમ સૂક્ષ્મ વોલ્ટેજ ઉત્પન્ન થાય છે. વોલ્ટેજના ઝટકાનો અહેસાસ દરેક વ્યક્તિને થતો નથી, પરંતુ સેન્સેટિવ કે પાણીદાર ત્વચા ધરાવતી વ્યક્તિને સામાન્ય ઝટકો અનુભવાય છે.’ પર્યાવરણ અને તમામ પ્રકાર જીવની દુશ્મન ચાઇનીઝ દોરીની બનાવટમાં નાયલોન દોરી અને ઝીંક મેટલનો ઉપયોગ કરાય છે.
ચાઇનીઝ દોરી ખેંચવાથી રબ્બરની જેમ લાંબી થાય છે. પ્લાસ્ટિક/સિન્થેટિક, નાયલોનમાંથી બનતી દોરી લાંબા સમય સુધી નાશ પામતી નથી. પરિણામે રસ્તાઓ પડે ડ્રેનેજ જામ થાય છે. પશુઓ ખોરાક સાથે ચાઇનીઝ દોરી આરોગી જતાં આફરો કે ગભરામણના કારણે મૃત્યુ થઈ શકે છે. વીજલાઇન કે સબસ્ટેશનમાં ચાઇનીઝ દોરી ભરાવાના કારણે શોર્ટસિર્કટ કે ફોલ્ટ થતાં વીજકંપનીને નુકશાન પહોંચે છે. ચાઇનીઝ દોરી ધારદાર ચપ્પુ કે છરાની જેમ વ્યક્તિનું ગળુ કે હાથની આંગળીઓ તેમજ પક્ષીઓની ડોક અને પાંખો કાપી નાખે છે. ચાઇનીઝ દોરીમાં ઝીંક-મેટલનો ઉપયોગ થતો હોવાથી વીજવાયરના સંપર્કમાં આવતાં વીજપ્રવાહનું વહન કરે છે. જીવતો હાઇવોલ્ટેજ વાયર બની રહે છે ચાઇનીઝ દોરી વીજવાયરના સંપર્કમાં આવતાં કેટલી ઘાતક નિવડી શકે છે,
‘ચાઇનીઝ દોરી વીજવાયર પર પડતાં તેમાંથી વિધ્યુતપ્રવાહ પસાર થાય છે. માની લો કે ચાઇનીઝ દોરી જ વિધ્યુતના વાયર જેવી બની જાય છે. ૪૪૦ વોલ્ટ, પાંચ હજાર વોલ્ટ કે હાઇવોલ્ટેજ લાઇન પર ચાઇનીઝ દોરી પડે તો સ્પાર્ક થઈને શોટસિર્કટ પણ થઈ શકે છે. ચાઇનીઝ દોરીમાં નાયલોનનો ઉપયોગ થતો હોવાથી રબ્બરની જેમ ખેંચાય છે. હાથથી દોરીને તોડવાનો પ્રયાસ કરવામાં આવે તો આંગણીઓ કપાય જાય પણ દોરી તૂટતી નથી.’ મોટરસાયકલ કે સાયકલ ચલાવી જતા કપાઈ લટકી ચાઇનીઝ દોરી કોઈ વ્યકિત મોતનું કારણ બની શકે છે.
નવસારી જિલ્લામાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરી ચાઇનીઝ તુક્કલ વેચાણકર્તા તેમજ વપરાશકર્તાઓ થઈ જાવ સાવધાન પોલીસ તંત્ર કરશે કાર્યવાહી