કેન્દ્રીય જળ શકિત મંત્રી સી.આર.પાટીલે નિર્માણ પામી રહેલ પૂર્ણા ટાઈડલ રેગ્યુલેટર ડેમની મુલાકાત સહ નિરીક્ષણ કરી પરિસ્થિતિનો તાગ મેળવ્યો
- Local News
- January 18, 2025
- No Comment
આજ રોજ કેન્દ્રીય જળ શકિત મંત્રી સી.આર.પાટીલે પૂર્ણા નદીના કસ્બાપાર ખાતે પૂર્ણા ટાઇડલ રેગ્યુલેટર ડેમની સ્થળ મુલાકાત કરીને પ્રોજેક્ટની પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. આ મુલાકાત દરમિયાન નવસારી મહાનગરપાલિકાના કમિશનર દેવ ચૌધરી તથા જિલ્લા પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા .
નવસારી જિલ્લામાં નિર્માણ પામી રહેલા ટાઇડલ રેગ્યુલેટર ડેમ પ્રોજેકટની કાર્યપાલક ઇજનેર એમ સી પટેલે તથા ટેકનીશીયન દ્વારા કામગીરી સંદર્ભ કેન્દ્રીય મંત્રી સી. આર. પાટિલ તથા ઉપસ્થિત લોકોને માહિતગાર કર્યા હતા.