નવસારીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના મન કી બાત ના કાર્યક્રમ નું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું
- Local News
- January 19, 2025
- No Comment
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ વર્ષમાં પ્રથમ વખત મન કી બાત કરી છે. 118 મી વખત મન કી બાતમાં વડાપ્રધાનએ દેશવાસીઓને સંબોધિત કર્યુ છે. ત્યારે નવસારી શહેર ખાતે આદિજાતિ શ્રમ અને રોજગાર ગ્ર્રામવિકાસ મંત્રી કુવરજી હળપતિ સહિત ભાજપા અગ્રણીઓ અને અન્ય કાર્યકર્તાઓ સાથે મન કી બાત કાર્યક્રમ નિહાળ્યો છે. મન કી બાતમાં દેશવાસીઓને સંબોધતા પીએમ મોદીએ મહાકુંભના આયોજનને ઐતિહાસિક ગણાવ્યું અને સ્પેસ ડોકીંગમાં સફળતા મેળવવા બદલ ઈસરોને અભિનંદન આપ્યા છે. દેશવાસીઓને બંધારણ દિવસની શુભેચ્છા પણ પાઠવી હતી.
નવસારી શહેરમાં બી આર ફાર્મ ખાતે મન કી બાત કાર્યકામનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. મન કી બાતનો કાર્યક્રમ દર મહિનાના છેલ્લા રવિવારે યોજાય છે પરંતુ આ વર્ષે પ્રજાસત્તાક દિવસ છેલ્લા રવિવારે હોવાથી, મન કી બાતનો કાર્યક્રમ આજ રોજ યોજાયો હતો. પીએમ મોદીએ કહ્યું, “આ વખતનો પ્રજાસત્તાક દિવસ ખૂબ જ ખાસ છે. આ વર્ષે બંધારણના અમલીકરણની 75મી વર્ષગાંઠ છે. હું બંધારણ સભાના તે તમામ હસ્તીઓને નમન કરું છું જેમણે આપણને આપણું પવિત્ર બંધારણ આપ્યું છે. પીએમ મોદીએ રાષ્ટ્રીય મતદાતા દિવસ પર કહ્યું કે, ‘રાષ્ટ્રીય મતદાતા દિવસ 25 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે. ચૂંટણી પંચે આપણી મતદાન પ્રક્રિયાને સતત આધુનિક અને મજબૂત કરી લોકશાહીને સશક્ત બની છે.

આમ પીએમ મોદીએ મહાકુંભના આયોજનને ઐતિહાસિક ઘટના ગણાવી અને સ્પેસ ડોકીંગમાં સફળતા મેળવવા બદલ ઈસરોને અભિનંદન આપ્યા છે. આ પ્રસંગે આદિજાતિ શ્રમ અને રોજગાર ગ્રમવિકાસ મંત્રી કુવરજી હળપતિ ઉપસ્થિત રહ્યા હતા. નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ભુરાભાઈ શાહ ,જિલ્લાના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ, આર સી પટેલ, નરેશભાઈ પટેલ, મન કી બાત ના દક્ષિણ ગુજરાતના ઇન્ચાર્જ જગદીશભાઈ પારેખ, મધુભાઈ કથીરિયા ,મન કી બાત ના નવસારી જિલ્લા ઇનચાર્જ ડો.લોચન શાસ્ત્રી સાથે ભાજપા અગ્રણીઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા .