
ગુરુકુલ વિદ્યામંદિર સુપા ખાતે રાષ્ટ્રીય મતદાતા દિવસ નિમિત્તે નિબંધ સ્પર્ધા યોજાઈ
- Local News
- January 18, 2025
- No Comment
રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણીના ભાગરૂપે મુખ્ય નિર્વાચન અધિકારીના કચેરીના આદેશ મુજબ, 15 મો રાષ્ટ્રીય મતદાતા દિવસ 2025ના સંદર્ભમાં ગુરુકુલ વિદ્યામંદિર, સુપામાં “મતદાનથી વિશેષ કઈ નથી ” “હું અવશ્ય મતદાન કરીશ” થીમ પર નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
વિદ્યાર્થીઓએ આ સ્પર્ધા દરમ્યાન મતદાતા દિવસના મહત્વ વિશે માહિતી મેળવી અને મતદાન કરવું શા માટે આવશ્યક છે તે બાબતે ચિંતન કર્યું. સ્પર્ધામાં વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા માટે સરસ્વતીબેન ચૌધરી અને અંજનાબેન પટેલે અનોખું યોગદાન આપ્યું હતું.
વિદ્યાર્થીઓમાં મતદાન જાગૃતિ માટે ગુરુકુળમાં ડિબેટ અને ભાવિ સમયમાં વેબીનાર જેવા કાર્યક્રમોનું આયોજન કરવાની યોજના ઘડવામાં આવી છે. ગુજરાત ગુરુકુળ સભાના પદાધિકારીઓએ વિદ્યાર્થીઓના અનેરા ઉત્સાહ ને પ્રોત્સાહિત કરી અભિનંદન પાઠવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે ગુરુકુલ વિદ્યામંદિર એક સદીથી વધુ જૂની શૈક્ષણિક સંસ્થા છે, જ્યાં આધુનિક અને પરંપરાગત શિક્ષણનું સંયોજન પ્રદાન થાય છે. શાળાની આ સફળ કાર્યક્રમ માટે જિલ્લા શિક્ષણ અધિકારી જયેશભાઈ ચૌધરીએ વિશેષ અભિનંદન પાઠવ્યા હતા.