તા.૮ મી માર્ચે નવસારી તથા ડાંગ જિલ્લામાં નેશનલ લોકઅદાલતનું આયોજન કરવામાં આવ્યું

તા.૮ મી માર્ચે નવસારી તથા ડાંગ જિલ્લામાં નેશનલ લોકઅદાલતનું આયોજન કરવામાં આવ્યું

ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદના માર્ગદર્શન હેઠળ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ નવસારીના નેજા હેઠળની કચેરીઓ તાલુકા કાનૂની સેવા સમિતિ, નવસારી, ગણદેવી, ચીખલી, ખેરગામ, વાંસદા અને ડાંગ જિલ્લાના આહવા, સુબીર તથા વઘઇ ખાતે કાર્યરત ન્યાયાલય સંકુલની તમામ કોર્ટો દ્વારા આગામી તા.૦૮ મી માર્ચ-૨૦૨૫ ના શનિવારના રોજ નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે.

આ નેશનલ લોક અદાલતમાં ફોજદારી સમાધાન લાયક કેસો, નેગોશીયેબલ કેસો, ઇલેકટ્રીસીટી કેસો, નાણાંની વસુલાતના કેસો, વાહન અકસ્માતના વળતરના કેસો, લેબર તકરારના કેસો, ઇલેકટ્રીસીટી તથા વોટરબીલને લગતાં કેસો, લગ્ન વિષયક કેસો, જમીન સંપાદનના કેસો, નોકરી વિષયક પગાર, ભથ્થા અને નિવૃત્તિના લાભોને લગતાં કેસો, મહેસુલોને લગતા કેસો, અન્ય સિવિલ કેસો જેવાં કે (ભાડા, સુખાધિકારના અધિકાર, મનાઇ હુકમ, વિશિષ્ટ પાલનના દાવા વિગેરેના કેસો) તથા પ્રિ-લીટીગેશન ઉપરાંત ખોરાકીના કેસો મુકવા માટે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, નવસારી તથા તાલુકા કાનૂની સેવા સમિતિનો સંપર્ક કરવા જણાવાયું છે.

જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, નવસારી ફોન નંબર (૦૨૬૩૭) ૨૪૩૬૮૯,તાલુકા કાનુની સેવા સમિતિ, નવસારી (૦૨૬૩૭) ૨૪૫૪૯૪,તાલુકા કાનૂની સેવા સમિતિ ગણદેવી (૦૨૬૩૪) ૨૬૨૪૪૮,તાલુકા કાનૂની સેવા સમિતિ ચીખલી (૦૨૬૩૪) ૨૩૨૨૧૩,તાલુકા કાનૂની સેવા સમિતિ ખેરગામ (૦૨૬૩૪) ૨૨૧૪૧૩,તાલુકા કાનૂની સેવા સમિતિ વાંસદા (૦૨૬૩૦) ૨૨૨૩૨૮,તાલુકા કાનૂની સેવા સમિતિ વઘઇ (૦૨૬૩૧) ૨૪૬૫૪૦,તાલુકા કાનૂની સેવા સમિતિ આહવા (૦૨૬૩૧) ૨૨૦૨૮૬,તાલુકા કાનૂની સેવા સમિતિ સુબીર- (૯૪૨૬૫૭૨૬૦૪) પર સંપર્ક સાધવા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ નવસારી દ્વારા એક અખબારી યાદીમાં જણાવાયું છે.

Related post

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી જીજીભોયના હસ્તે લોકાર્પણ કરાયુ

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી…

નવસારીના જમશેદ બાગ, રામા મહોલ્લો અને પાંચહાટડી ખાતે આવેલી ૧૭૩ વર્ષ પૌરાણિક પ્રાચીન ‘ડાવેજર લેડી આવાબાઈ જમશેદજી જીજીભોય અગિયારી’નું તેની મૂળ…
રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ નિષ્ણાંત તબીબોનું અભિવાદન કરાશે

રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ…

રોટરી આઈ હોસ્પીટલની સુવર્ણ જયંતિ પ્રવેશે ચક્ષુ નિષ્ણાંત તબીબોનો કુંભમેળો યોજાશે નવસારીની રોટરી આઈ હોસ્પિટલ તેની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થવાના…
નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા અપીલ

નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા…

રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટના ઉપક્રમે યોજાયેલી મહારેલીમાં ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ,મેયર અશોકભાઈ ધોરાજીયા સહિત સેવા સંસ્થાઓના આગેવાનો જોડાયા નવસારી: રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *