વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નવસારી જિલ્લા ખાતે આગમન ને લઈ જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગ્રેએ કાર્યક્રમ સ્થળની મુલાકાત લઈને તૈયારીઓનું જાત નિરીક્ષણ કર્યું

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નવસારી જિલ્લા ખાતે આગમન ને લઈ જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગ્રેએ કાર્યક્રમ સ્થળની મુલાકાત લઈને તૈયારીઓનું જાત નિરીક્ષણ કર્યું

આગામી ૮મી માર્ચના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નવસારીમાં સૂચિત કાર્યક્રમના પગલે જલાલપોર તાલુકાના વાંસી-બોરસી ખાતે કાર્યક્રમ સ્થળ પર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં વિશ્વ મહિલા દિવસ નિમિત્તે વિશાળ નારી શક્તિ સંમેલન યોજાવાનું છે. જેમાં દક્ષિણ ગુજરાતની નારી શક્તિ સહભાગી બનશે.ખાસ કરીને સરકારની વિવિધ યોજનાના લાભ મળવાથી પગભર થનારી નવસારી,ડાંગ અને વલસાડ જિલ્લાની લખપતિ દીદીઓ સાથે સંવાદનું પણ સંભવિત આયોજન છે.

ત્યારે, આ સૂચિત કાર્યક્રમ સંદર્ભે જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગ્રેએ કાર્યક્રમ સંદર્ભે રચાયેલી વિવિધ સમિતિઓના અધ્યક્ષ સહિતના સભ્યોને સાથે રાખીને સ્થળ પર ચાલતી તૈયારીઓનું જાત નિરીક્ષણ કર્યું હતું.કલેક્ટરે હેલિપેડ તેમજ સ્ટેજ સહિતના સ્થળની મુલાકાત લઈને સંબંધિત અધિકારીઓને આવશ્યક સૂચનો કર્યા હતા. તેમજ તૈયારીઓને આખરી ઓપ આપવા અંગે સૂચનો સહ માર્ગદર્શન આપ્યું હતું.જાત નિરીક્ષણ કર્યા બાદ કલેક્ટર ક્ષિપ્રા આગ્રેએ કાર્યક્રમ સ્થળ પર જ તમામ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક પણ યોજી હતી.

આ નિરીક્ષણ સહ સમીક્ષા બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર દેવ ચૌધરી,જિલ્લા વિકાસ અધિકારી પુષ્પ લતા, જિલ્લા પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલ અને પ્રાયોજના વહીવટદાર પ્રણવ વિજયવર્ગીય સહિતના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related post

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી જીજીભોયના હસ્તે લોકાર્પણ કરાયુ

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી…

નવસારીના જમશેદ બાગ, રામા મહોલ્લો અને પાંચહાટડી ખાતે આવેલી ૧૭૩ વર્ષ પૌરાણિક પ્રાચીન ‘ડાવેજર લેડી આવાબાઈ જમશેદજી જીજીભોય અગિયારી’નું તેની મૂળ…
રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ નિષ્ણાંત તબીબોનું અભિવાદન કરાશે

રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ…

રોટરી આઈ હોસ્પીટલની સુવર્ણ જયંતિ પ્રવેશે ચક્ષુ નિષ્ણાંત તબીબોનો કુંભમેળો યોજાશે નવસારીની રોટરી આઈ હોસ્પિટલ તેની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થવાના…
નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા અપીલ

નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા…

રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટના ઉપક્રમે યોજાયેલી મહારેલીમાં ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ,મેયર અશોકભાઈ ધોરાજીયા સહિત સેવા સંસ્થાઓના આગેવાનો જોડાયા નવસારી: રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *