નવસારી ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવણી નિમિત્તે  વડાપ્રધાનના આગમન લઈ તૈયારીઓની સમીક્ષા કરતા કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલ

નવસારી ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવણી નિમિત્તે  વડાપ્રધાનના આગમન લઈ તૈયારીઓની સમીક્ષા કરતા કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલ

આગામી ૮ મી માર્ચ એટલે કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિતે નવસારીમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં લખપતિ દીદી સન્માન સમારોહ યોજાનાર છે. જેને અનુલક્ષીને નવસારી, ડાંગ તેમજ વલસાડ જિલ્લાના તંત્ર તાબડતોબ તૈયારીઓમાં વ્યસ્ત થઇ ગયું છે. આજરોજ કેન્દ્રીય જળ શક્તિ મંત્રી અને નવસારી જિલ્લા સાંસદ સી.આર.પાટીલ તેમજ સ્થાનિક પદાધિકારીઓ વિશેષ ઉપસ્થિતિ રહી કાર્યક્રમની તૈયારીઓ અંગે સ્થળ મુલાકાત લઈ સમગ્ર તૈયારીઓ અંગે જાત નિરીક્ષણ કર્યું હતું.

આ મુલાકાત દરમિયાન કલેક્ટર ક્ષિપ્રા આગ્રે સહિત જિલ્લા વિકાસ અધિકારી પુષ્પલતા અને અન્ય ઉચ્ચ અધિકારી કર્મચારીઓ પોતાની વ્યવસ્થાઓ અંગે મંત્રી સહિત પદાધિકારીઓને અવગત કર્યા હતા.

જલાલપોર તાલુકાના વાંસી બોરસી ખાતે આયોજિત લખપતિ દીદી સન્માન સમારોહમાં અંદાજિત ૧ લાખથી વધારે મહિલાઓ ભાગ લેનાર છે ત્યારે કાર્યક્રમ પૂર્વે મંત્રીએ લાભાર્થીઓની વિગત મેળવી હતી. તેમણે કેચ ધ રેઇન અભિયાન અંતર્ગત જળ સંચયની થીમ આધારિત એક સ્ટોલ રાખવા સહિત વિવિધ સૂચનો કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

આ ઉપરાંત મુલાકાત દરમિયાન ઉપસ્થિત જલાલપોર ધારાસભ્ય આર.સી.પટેલ, ગણદેવી ધારાસભ્ય નરેશ પટેલ,સહિત વિવિધ પદાધિકારીઓએ કાર્યકમમાં વાહન વ્યવહારની વ્યવસ્થા,ફૂડ પેકેટ, બેઠક વ્યવસ્થા,આરોગ્યની ટીમ,વોશરૂમ,પીવાનું પાણી સહિત આનુસાંગિક વ્યવસ્થાઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું.

સમગ્ર વ્યવસ્થા અને તૈયારીઓ જોઈ મંત્રી સહીત પદાધિકારીઓએ જિલ્લા તંત્રના સૂચારૂ આયોજનનો તાગ મેળવી લેતા કામગીરી બિરદાવી આવી જ કામગીરી આગળ ધાપાવવા તંત્રને પ્રોત્સાહિત કર્યા હતા.

આ મુલાકાતમાં જિલ્લા વિકાસ અધિકારી પુષ્પ લતા, ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ડી. એમ. પંડ્યા સહિતના વિવિધ પદાધિકારીઓ ને સંબંધિત વિભાગના અધિકારીઓ પસ્થિત રહ્યા હતા.

Related post

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી જીજીભોયના હસ્તે લોકાર્પણ કરાયુ

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી…

નવસારીના જમશેદ બાગ, રામા મહોલ્લો અને પાંચહાટડી ખાતે આવેલી ૧૭૩ વર્ષ પૌરાણિક પ્રાચીન ‘ડાવેજર લેડી આવાબાઈ જમશેદજી જીજીભોય અગિયારી’નું તેની મૂળ…
રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ નિષ્ણાંત તબીબોનું અભિવાદન કરાશે

રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ…

રોટરી આઈ હોસ્પીટલની સુવર્ણ જયંતિ પ્રવેશે ચક્ષુ નિષ્ણાંત તબીબોનો કુંભમેળો યોજાશે નવસારીની રોટરી આઈ હોસ્પિટલ તેની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થવાના…
નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા અપીલ

નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા…

રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટના ઉપક્રમે યોજાયેલી મહારેલીમાં ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ,મેયર અશોકભાઈ ધોરાજીયા સહિત સેવા સંસ્થાઓના આગેવાનો જોડાયા નવસારી: રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *