નવસારી જિલ્લા ભારતીય જનતા પક્ષના પ્રમુખ તરીકે પુનઃ વરણી પામતા કસાયેલા કુશળ સંગઠનકર્તા ભુરાલાલ માણેકલાલ શાહની વરણી
- Local News
- March 6, 2025
- No Comment
નવસારી જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી પ્રમુખ ના નામની જાહેરાત આજરોજ કરવામાં આવી છે. નવસારી ચેમ્બરના વર્ષ 1998માં પ્રમુખ રહી ચૂકનાર જૈન આગેવાન અને મૂળભૂત ભાજપના જમીનસ્તર લેવલથી કામગીરી લઈને નવસારી જિલ્લામાં નાના થી નાના કાર્યકર્તા થી લઈને તમામ મોટા હોદ્દેદારોને સાચવીને તેમણે મહત્વની ભૂમિકા ભાજપને આગળ લાવવા માટે ભજવી છે. મહામંત્રી બન્યા પછી ગત ટર્મમાં જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે પ્રદેશ સમિતિ એમની વરણી કરવામાં આવી હતી. જૈન ભક્તિ અને પક્ષ ભક્તિ તથા અનેકની સમસ્યાઓને કુશળ પૂર્વક સમાધાન કરાવનાર નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ માણેકલાલ શાહની ફરી એકવાર રિપીટ કરવામાં આવ્યા છે

તેમના ગત જિલ્લા ભાજપ પ્રમુખના કાર્યકાળ દરમિયાન કેટલાક મહત્વના કામો અને નવસારી જિલ્લામાં ભાજપનો વિસ્તાર વધારવા માટે મહત્વની ભૂમિકા સંગઠનમાં તેમની સાબિત થઈ છે.ત્યારે આજે ગુરુવારે તેમને ફરી ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ તરીકે જાહેરાત કરાતા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં અને શહેરીજનોમાં પણ ખુશીની લાગણી વ્યાપી છે.

નવસારી જિલ્લામાં ભાજપને સંકલિત કરી શકે એવો જ ચહેરો ભારતીય જનતા પાર્ટી શોધવામાં આવી રહ્યો હતો એમાં ભુરાલાલ શાહ ફરી એકવાર પ્રદેશ સંગઠન તેમના નામની મોહર મારી હતી.નવસારી જીલ્લો ગુજરાત ભાજપ માટે મહત્વનો ગણાય છે. જેને ધ્યાને રાખી સાંસદ અને જલ શક્તિ મંત્રી એવા સી.આર પાટીલ પોતાના જિલ્લાને મોડલ જિલ્લો બનાવવા માંગે છે તેવા સમયે મજબૂત જિલ્લા પ્રમુખ આવે તેની ચિંતા કરી રહ્યા હતા અને હવે જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ભૂરાલાલ શાહની જાહેરાત કરાઈ હતી.

એક વર્ષ બાદ નવસારી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવવાની છે તેની સાથે જ નવસારી મહાનગરપાલિકાની ચૂંટણી પણ યોજનાર છે. ત્યારે તમામ સંગઠનોને સાથે લઈ ચાલી શકે જેને ધ્યાને રાખી મજબૂત જિલ્લાનો સુકાની ભારતીય જનતા પાર્ટીનો પ્રમુખ ચહેરો હોવો જરૂરી હતો.
આવનાર ચૂંટણીઓમાં આદિવાસી બહુમૂલ્ય ધરાવતા એવા ચીખલી,ખેરગામ તેમજ વાંસદા વિસ્તારમાં કોંગ્રેસ જેવો પક્ષ મજબૂત થઈ રહ્યો છે. આજ કારણોસર સમગ્ર જિલ્લાને સંકલિત કરી શકે તે જરૂરી હતું. જળશકિત મંત્રી તેમજ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ અને અને પ્રદેશ ભાજપ સંગઠન તથા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે પણ ભુરાભાઈ નામ ઉપર રાજીપો વ્યક્ત કર્યો હોવાનું જાણવા મળ્યું છે ફરી એકવાર જિલ્લા ભાજપ પ્રમુખ ભૂરાભાઈ શાહ વરણી થવા બદલ અભિનંદન
