નવસારીમાં એનપીએલ પ્રારંભ: આઠ વર્ષના લાંબા અંતરાલ બાદ ટુર્નામેન્ટ ફરી એકવાર શરૂઆત થતા નવસારી શહેર ક્રિકેટમય બન્યું
- Sports
- March 29, 2025
- No Comment
નવસારીમાં એનપીએલમાં 8 ટીમના 120 ખેલાડીઓ ભાગ લેશે: યુવા ક્રિકેટરોને પોતાનું કૌશલ્ય બતાવવાની તક મળી
નવસારી જિલ્લામાં ફરી એકવાર નવસારી પ્રીમિયર લીગ (એનપીએલ) ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થઈ રહ્યું છે. નવસારી ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિયેશન (એનડીસીએ)ની આગેવાનીમાં નવસારી પ્રીમિયર લીગ (NPL)નો આજથી પ્રારંભ કર્યો છે. આઠ વર્ષના લાંબા વિરામ બાદ આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે.નવસારીમાં એન.પી.એલ ની ટુર્નામેન્ટ વર્ષ 2013 અને 2015માં યોજાઈ હતી.બાદમાં કોઈક કારણોસર બંધ રહેવા પામી હતી. આઠ વર્ષના લાંબા અંતરાલ બાદ ફરી એકવાર નવસારી પ્રીમિયર લીગ (એનપીએલ) ક્રિકેટ ટુર્નામેન્ટની આજથી શરૂઆત થઈ છે.

નવસારી જિલ્લાના ક્રિકેટ રસિક યુવાનોમાં રહેલી પ્રતિભાને ઉજાગર કરવાના હેતુથી આ એનપીએલ લીગનું આયોજન કરાયું છે.નવસારી પ્રીમિયર લીગના નવા પ્રમુખ તરીકે રાજેશ(રાજુ) હિરાણીની નિમણૂંક કરવામાં આવી છે.એનપીએલ લીગમાં નવસારી જિલ્લાની 8 ટીમો ભાગ લઈ રહી છે.એનડીસીએમાં નોંધાયેલા 120 ખેલાડીઓ આ ટુર્નામેન્ટમાં પોતાનું કૌશલ્ય બતાવશે.

નવસારી શહેરના લુન્સીકુઇ મેદાન ખાતે યોજાયે રહેલ ક્રિકેટ ટુર્નામેન્ટનું આજે ઉદ્ઘાટન સમારોહમાં બરોડા ક્રિકેટ એસોસિએશનના સભ્ય અને ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ વિકેટકીપર નયન મોંગીયા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત તેમજ નવસારી ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન પ્રમુખ અને જલાલપોર ધારાસભ્ય આર.સી.પટેલ તેમજ નવસારી ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા.
https://youtu.be/V3YWBTGr1Nk?si=ZWNoDBtaw5dQNyyk
આ ઉદ્ઘાટન સમારંભ આઠ ટીમ ઓનર્સ તેમજ સ્પોન્સર સહિત મોટી સંખ્યામાં નવસારીના ક્રિકેટ પ્રેમીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા આજે પ્રથમ દિવસે આર્યા અને દેવજી ઈલેવન મેચ રમવાથી શરૂઆત કરવામાં આવી હતી. આર્યા ટીમે પ્રથમ ઇનિંગ વીસ ઓવરમાં 4 વિકેટ ગુમાવી156 રન બનાવ્યા હતા અને હાલમાં 3ઓવરમાં 36 રન 1 વિકેટ ખોઈ બનાવી દેવજી ઈલેવન રમતને આગળ વધારી રહી છે. આ એનપીએલ દરમિયાન બોલિવૂડ અભિનેતા રાહુલ રોય પણ હાજરી આપવાના છે.

નવસારી જિલ્લામાં આ ત્રીજી વખત નવસારીમાં આવું આયોજન થયું છે. IPL સાથે સમાંતરે શરૂ થયેલી આ લીગ નવસારીના ક્રિકેટ પ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.તેમજ નવસારી જિલ્લાના આ લીગ થકી યુવા ક્રિકેટ પ્રતિભા ઉચ્ચ કક્ષા રમવાની તક મળશે તે હેતુ આ એનપીએલ આયોજન કરવામાં આવ્યું છે.