નવસારી મહાપાલિકાના પાંચ અધિકારી કર્મચારી નો વયમર્યાદા નિવૃત્તિ સમારોહ યોજાયો
- Local News
- March 30, 2025
- No Comment
એક સમયે રાજયની સૌથી મોટી નવસારી નગરપાલિકા અને હાલ બનેલ નવસારી મહાપાલિકાના બિન વિવાદાસ્પદ અધિકારી તરીકે વર્ષોથી કામ કરી રહેલા ટાઉન પ્લાનિંગ ઓફિસર નીતિનભાઈ શાહ તેમજ ફાયર ઓફિસર તરીકે જીવ સટોસટ ની જાંબાઝ કામગીરી કરનાર કિશોર માગેલા તથા મહેકમ ક્લાર્ક હિતુભાઈ ચૌહાણ તથા સેવક ભાઈઓ ઈસ્માઈલ ટેલર તથા ઢીંમ્મર નો વય મર્યાદા નિવૃત્ત થતા વિદાયમાન પાલિકા કમિશનર દેવ ચૌધરીના અધ્યક્ષ પદે યોજાયો હતો.

નવસારી મહાનગરપાલિકા કમિશનર દેવ ચૌધરીએ જણાવ્યું હતું કે નિવૃત્ત થતા અધિકારી તથા કર્મચારીઓને તેમ જીવનમાં કુટુંબ કરતા વધારે સમય પાલિકામાં આપ્યો છે આપણે એક જ પરિવારના શરીરના અંગો છીએ તમને શુભકામના અને તમે આ પરિવારના હતા છો અને રહેશો તમારું માર્ગદર્શન અને મદદ નવસારી મહાપાલિકાને સુંદર સ્વચ્છ અને લીલીછમ રાખવામાં મદદ કરશે તમારી સેકન્ડ ઈનિંગ માટે આપ સૌને શુભકામના
ટાઉન પ્લાનિંગ ઓફિસર નિતીન શાહે વિદાય લેતા જણાવ્યું હતું કે હતું કે નાની પાલિકામાંથી નવસારી મહાપાલિકા બની છે ત્યારે મારી નિષ્ઠા અને ફરજ ગંભીરતાથી બજાવી છે અન્ય વિદાય લેતા ફાયર ઓફિસર કિશોર માંગેલા જણાવ્યું હતું કે એક નીડર ફાયર કર્મચારી કેવો હોઈ શકે એ માટે મેં મારા જીવનની તમામ કટોકટીમાં પાલિકાની પડખે રહ્યો છું હું ફરજ બજાવતા 14 દિવસ કોમામાં પણ જઈને પાછો આવ્યો છું પાલિકા એ હંમેશા મને આપ્યું છે.

ડેપ્યુટી કમિશનર વસાણી જણાવ્યુ છે કે નવસારી મહા પાલિકાને રાજ્ય શ્રેષ્ઠ બનાવવા તમારું માર્ગદર્શન આપતા રહેજો તથા અધિકારી રાજેશ ગાંધી વિગેરે શુભકામનાઓ પાઠવી હતી.રાજેશ ભીખુભાઈ ગાંધીએ અને હેલ્થ ઓફિસર અલ્પેશભાઈએ પ્રાસંગિક શુભકામના પાઠવી હતી.તેમજ પ્રાસંગિક શુભકામનાઓ તથા કાર્યક્રમનું સંચાલન ઓફિસ સુપ્રિટેન્ડટ વિનોદ ડાભીએ કર્યું હતું