મહાત્મા ગાંધીના પ્રપૌત્રી નીલમબેન પરીખનું નવસારી ખાતે અવસાન થયું
- Local News
- April 1, 2025
- No Comment
મહાત્મા ગાંધી પરિવારના હરીદાસ ગાંધીની પુત્રી અને તેની પુત્રી રામીબેનના પુત્રી એવા આપણા નવસારીના અલકા સોસાયટીના રહીશ અને સેવાભાવી સંન્નારી ચુસ્ત ગાંધીવાદી એવા નીલમબેન યોગેન્દ્રભાઈ પરીખનું આજરોજ તારીખ 1.4.2025ની સવારે 11:00 કલાકે અવસાન થયું છે.જેમણે જીવનભર મહિલા અને માનવ કલ્યાણ તથા ગાંધીજીના મૂલ્યો માટે સેવા કરી હતી.

તેમની અંતિમ યાત્રા તારીખ: 2.4.2025ના રોજ સવારે 8:00 કલાકે તેમના પુત્ર ડો.સમીર યોગેન્દ્રભાઈ પરીખના નિવાસસ્થાન થી નીકળી વિરાવળ સ્મશાન ભૂમિ ખાતે યોજાશે.પરિવારના અન્ય સભ્યો રાગિણી સમીર પરીખ,સિદ્ધાર્થ પરીખ,ડો. ગોપી પરીખ અને ડો.પાર્થ પરીખ આ અંતિમ વિદાયમાં હાજર રહેશે.
સરનામું:21/A ‘સરગમ’,અલકા સોસાયટી, છાપરા રોડ,નવસારી. મો.98795 27881,72838 27887