ગાંધીજીના પ્રપૌત્રી નિલમબેન પરીખનું નિધન: 92 વર્ષની વયે નવસારીમાં અંતિમ શ્વાસ લીધા, 15 વર્ષ પહેલા ગાંધીજીના અસ્થિનું મુંબઈના દરિયામાં વિસર્જન કર્યું હતું

ગાંધીજીના પ્રપૌત્રી નિલમબેન પરીખનું નિધન: 92 વર્ષની વયે નવસારીમાં અંતિમ શ્વાસ લીધા, 15 વર્ષ પહેલા ગાંધીજીના અસ્થિનું મુંબઈના દરિયામાં વિસર્જન કર્યું હતું

મહાત્મા ગાંધીના પરિવારની ચોથી પેઢીનું નવસારી ખાતે પ્રપૌત્રી નીલમબેન યોગેન્દ્રભાઈ પરીખનું 92 વર્ષની વયે નિધન થયું છે. ગાંધીજીના સૌથી મોટા પુત્ર હરિલાલ ગાંધીની પુત્રી રામીબેનના પુત્રી નીલમબેન નવસારી જિલ્લાની અલકા સોસાયટીમાં રહેતા હતા.નીલમ પરીખનું ગઈકાલે નિધન બાદ આજે તેમની અંતેષ્ઠી કરવામાં આવી છે.

સમગ્ર જીવન દરમિયાન તેમણે મહિલા કલ્યાણ અને માનવ કલ્યાણના કાર્યોમાં સક્રિય યોગદાન આપ્યું હતું. તેઓ ચુસ્ત ગાંધીવાદી વિચારધારા ધરાવતા હતા અને ગાંધી મૂલ્યોને વરેલા રહ્યા હતા.મહાત્મા ગાંધીજીના પ્રપૌત્રી નિલમબેન પરીખ પોતાના પુત્ર ડો. સમીર પરીખ સાથે સને 1988થી નવસારી રહેતા હતા. તેઓ 92 વર્ષની વયના હતા. સોમવારે વયના કારણે અંતિમ શ્વાસ લીધા હતા.

મરીલાઇન્સના દરિયામાં ગાંધીજીનું અસ્થિવિસર્જન કર્યુ

ડો. સમીર પરીખે વધુમાં જણાવ્યું હતું કે, ગાંધીજીના અસ્થિ એ વખતે વિસર્જન થયેલા પણ કોઈ કારણસર એ વખતના ગુજરાતના એક્સ રાજ્યપાલ શ્રીમન નારાયણ એમની પાસે એ અસ્થિ હતા ને એમના લોકરમાં વર્ષો સુધી એ મધ્યપ્રદેશ કે મહારાષ્ટ્રમાં શિફ્ટ થયેલા ત્યાં સચવાયેલા રહેલા હતા. તેમના દીકરાઓને બધા દુબઈ શિફ્ટ થયા અને પછી એકવાર આવ્યા, ત્યારે એમણે જોયું કે લોકરમાં અસ્થિ છે, એટલે હિન્દુ રીત પ્રમાણે આપણે અસ્થિર રાખી ન શકાય. તેમણે મુંબઈ મણિભવનના સંપર્ક કર્યો, એ આ રીતે અસ્થિ છે તો આપણે શું કરીએ? અમે તમને આપીએ, તો મણિભવનમાં અસ્થિ આવ્યા અને તેના પછી મણિભવનમાં બધા જે પણ વડીલો હતા,

https://youtu.be/18LDsBnk1iU?si=6Hkfw5SKDX8lbXTL

એ બધા ભેગા થઈને લોકો એવું નક્કી કર્યું કે અત્યારે ગાંધીજીના સૌથી મોટા દીકરા હરિલાલ ગાંધી એમના જીવિત વારસોમાં સૌથી મોટી ઉંમરના નીલમબેન છે, બા છે પણ એમનું વિસર્જન એમના હાથે કરાવવામાં આવે, એટલે લગભગ પંદરેક વર્ષ પહેલાં અસ્થિવિસર્જન બિલકુલ ગવર્મેન્ટના આમ કહેવાય એના પ્રોટોકોલ પ્રમાણે માન સાથે મરીલાઇન્સના દરિયામાં લગભગ એક દોઢ કિલોમીટર અંદર, પાંચ છ બોટો લઈને પ્રોટેક્શન અને પ્રોટોકોલ મુજબ પોલીસ ગાર્ડ અમે જઈને વિસર્જન કર્યું હતું. બાના હાથે વિર્સજન થયું હતું. અમે બધા જોડે હતા.

ગાંધીજીના પ્રપૌત્રીનું નિધન

મહાત્મા ગાંધી પરિવારની ચોથી પેઢીનું અગ્રણિ સભ્ય અને પ્રૌત્રી નિલમબેન પરીખનું 92 વર્ષની વયે ગઈકાલે નવસારીમાં દુઃખદ નિધન થયું. તેઓ ગઈકાલે અંતિમ શ્વાસ લીધા હતા. છેલ્લા 37 વર્ષથી નવસારીમાં નિવાસ કરતા એવા નીલમબેન, પોતાના પુત્ર ડો. સમીર પરીખ સાથે 1988થી વસવાટ કરતા હતા. આજે નવસારી શહેરના વીરાવળ ખાતે આવેલા સ્મશાનગૃહમાં નીલમબેનની અંતેષ્ઠી યોજાઈ હતી. નવસારી શહેરનાં પ્રતિષ્ઠિત બુદ્ધિજીવી અને નવસારી ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ તેમજ રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

નિલમબેન પરીખનું બાળપણ અને શિક્ષણ મુંબઇમાં થયું હતું, ત્યારે તેમણે મહાત્મા ગાંધીજીને મળવાનો અને તેમના ખોળામાં રમવાનો મોકો મેળવ્યો હતો.જે તેમની જીવનયાત્રાનો અવિસ્મરણીય અનુભવ રહ્યો હોવાનું જાણવા મળે છે.તેમણે ઘણા વર્ષો વ્યારાની દક્ષિણાપથ વિદ્યાલયમાં આચાર્યા તરીકે સેવા આપી, શૈક્ષણિક ક્ષેત્રમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. 1988થી તેઓ નવસારીમાં સ્થાયી થયા હતા.પોતાના પુત્ર આંખના તબીબ ડો. સમીર પરીખ સાથે નવસારીમાં હતા.

 

લેખનનું યોગદાન

નીલમબેન પરીખે લેખન ક્ષેત્રમાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. તેઓએ કુલ ત્રણ પુસ્તકો લખ્યા હતા:

‘ગાંધીજીનું ખોવાયેલું ધન હરિલાલ ગાંધી’ – આ પુસ્તક તેમના દાદા હરિલાલ વિશે ફેલાયેલી ખોટી માહિતીનો જવાબ છે અને વધુ ચર્ચામાં રહ્યું હતું.

‘ગાંધીજીના સહસાધકો’

‘જ્યાં રહો ત્યાં મહેકતા રહો’

આ પુસ્તકો થકી નીલમબેન પરીખના જીવન અને તેમના સાહિત્યિક યોગદાનને ઉજાગર કરવા સાથે મહાત્મા ગાંધી પરિવારની વારસાગત ઉત્સાહ અને સકારાત્મક વિચારધારાને આગળ વધારવામાં મદદરૂપ રહેશે.તેમનું નિધન એક ગુમાવાની દુ:ખદ ઘડી છે,પરંતુ તેમના જીવન અને લેખન દ્વારા તેમના વિચારોથી સતત પ્રેરણા મળશે. તેમના યોગદાનને વિવિધ ક્ષેત્રોમાં તેમના સુખદ અને પ્રેરણાદાયક કાર્યને આગળ વધારવાનું મહત્ત્વનું રહેશે.

Related post

નવસારી મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા મહેન્દ્ર બ્રધર્સના એમડી મિલન પરીખનું સન્માન, પરિમલ નથવાણીએ વિકાસ માટે સૌને એક થવાનો સંદેશ આપ્યો

નવસારી મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા મહેન્દ્ર બ્રધર્સના એમડી મિલન પરીખનું…

નવસારી મેનેજમેન્ટ એસોસિએશન (NMA) દ્વારા ચાર પેઢીથી હીરા ઉદ્યોગમાં અગ્રેસર અને વિશ્વપ્રસિદ્ધ મહેન્દ્ર બ્રધર્સના મેનેજિંગ ડિરેક્ટર મિલન પરીખનું શ્રેષ્ઠ ઉદ્યોગપતિ તરીકે…
25 જૂન 1975: ભારતીય લોકશાહીનો કાળો અધ્યાય, ઇમરજન્સી અને કટોકટીમાં નવસારીનો સંઘર્ષની સંપૂર્ણ કહાની

25 જૂન 1975: ભારતીય લોકશાહીનો કાળો અધ્યાય, ઇમરજન્સી અને…

25 જૂન 1975: જ્યારે દેશમાં લાગુ થઈ ઇમરજન્સી, ભારતીય લોકશાહીનો સૌથી વિવાદાસ્પદ અધ્યાય 25 જૂન, 1975નો દિવસ ભારતીય લોકશાહીના ઇતિહાસમાં સૌથી…
‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:નવસારીમાં 91 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, બે આરોપીઓ ઝડપાયા

‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:નવસારીમાં 91 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો…

‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:બે આરોપી ઝડપાયા,110થી વધુ ફરિયાદો સાથે જોડાણ 43 કાર્ડ, 23 ઓળખપત્ર અને 11 પાન કાર્ડ સહિતનો મોટો મુદ્દામાલ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *