નવસારી એલસીબીની સિદ્ધિ: 14 વર્ષથી ભાગેડું આરોપી હરિયાણાની જેલમાંથી પકડાયો, 73 જેટલા ગુનાહિત ઈતિહાસ ધરાવતો પોલીસ જાપતામાં ફરાર આરોપીને શોધી કાઢયો
- Local News
- April 10, 2025
- No Comment
ગુજરાત રાજ્ય પોલીસ વિભાગ દ્વારા જેલ જાપ્તા માંથી નાસ્તા ફરતા આરોપીની શોધખોળને લઈને એક સામૂહિક મુહિમ શરૂ કરવામાં આવી છે, જેને લઇને નવસારી એલસીબી એ ને એક મોટી સફળતા હાથ લાગી છે, જેમાં 2010ના વર્ષમાં અમદાવાદ શહેરના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બંધ મકાનમાંથી 100 તોલા સોનાના દાગીના તથા રોકડ રૂપિયા મળી કુલ 15,40000 હજાર ના મતાની ઘરફોડ ચોરીના ગુનામાં આરોપી અને સાબરમતી મધ્યસ્થ જેલનો કેદી આરોપી સુરેન્દ્ર ઉર્ફે ચોટી રણવીર સિંહ ચૌહાણ છેલ્લા 14 વર્ષથી પોલીસ જાપતામાંથી ફરાર થયો હતો
આરોપી એવા સુરેન્દ્ર ઉર્ફે ચોટી રણવીરસિંહ ચૌહાણ વિરુદ્ધ વર્ષ 2010માં અમદાવાદના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી ઘરફોડ ચોરીનો ગુનો નોંધાયો હતો. વર્ષ 2011માં દિલ્હીની કોર્ટમાં આરોપી રજુ કરવાનો હોય તેને પોલીસ જાપતા સાથે રજુ કરેલ કોર્ટમાંથી પોલીસ જાપતામાંથી આરોપી ભાગી ગયો હતો.
ગુજરાત પોલીસ વિભાગ દ્વારા ચાલી રહેલી ફરાર થયેલા આરોપીઓની શોધખોળ અભિયાન અંતર્ગત નવસારી એલસીબીએ આ કેસમાં ટેકનિકલ સર્વેલન્સનો ઉપયોગ કરીને નવસારી એલસીબી (LCB) ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોના નેટવર્ક વડે 14 વર્ષ જૂના અમદાવાદના વસ્ત્રાપુર બંધ મકાનમાં લૂંટનો ગુનામાં ભાગેડું આરોપી વિરુદ્ધ ગુજરાત સહિત દેશભરમાં કુલ 73 જેટલા ગુનાઓ નોંધાયેલા છે, જેમાં લૂંટ, ચોરી અને હત્યાના ગુનાઓનો પણ સમાવેશ થાય છે. નવસારી એલસીબીના અધિકારીઓ અને ટીમે બાતમીદારો અને ટેકનિકલ સોર્સના સહયોગથી જાણકારી મળી હતી કે આરોપી હરિયાણા રાજ્યની નૂહ જેલમાં હાલમાં સજા ભોગવી રહ્યો છે. રાજ્ય પોલીસમાં ચાલી રહેલી વિશિષ્ટ મુહિમને મોટી નવસારી એલસીબી (LCB)એ આ ગુનાની સફળતા પૂર્વક ઉકેલ મળ્યો છે.આ માહિતી મળતા સાબરમતી જેલ અને સંબંધિત એજન્સીઓને જાણ કરવામાં આવી હતી.
નવસારી જિલ્લાના પોલીસ વડાએ પત્રકાર પરિષદ સંબોધી જણાવ્યુ હતું કે, “આ આરોપી દિલ્હીની કોર્ટમાંથી ભાગી ગયો હતો અને છેલ્લા 14 વર્ષથી ભાગેડું આરોપી શોધી કાઢવામાં સફળતા મળી છે. લાંબા સમયથી વણ ઉકેલાય ગુનાને ઉકેલી નવસારી એલસીબી ટીમે પોતાની કાર્યક્ષમતાનું એક ઉત્તમ ઉદાહરણ પુરુ પાડયું છે.”
મુખ્ય મુદ્દા:
• આરોપી વર્ષ 2011થી પોલીસ જાપતામાંથી ફરાર હતો
• વર્ષ 2010માં 15.40 લાખની ઘરફોડ ચોરીમાં સંડોવણી
• કુલ 73 ગુનાઓમાં સંડોવાયેલ આરોપી
• આરોપી હાલ હરિયાણાની નૂહ જેલમાં સજા કાપી રહ્યો છે
• ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારો દ્વારા મળેલી સફળતા