નવસારીમાં દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરાયું: જમાલપોર વિસ્તારમાં જેસીબી સાથે પહોંચી મહાપાલિકા, 80 ફૂટનો રોડ બનાવવા દુકાન-મકાનો તોડ્યા,દબાણ દૂર કરવાની કાર્ય દરમિયાન વિવાદ ઊભો થયો

નવસારીમાં દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરાયું: જમાલપોર વિસ્તારમાં જેસીબી સાથે પહોંચી મહાપાલિકા, 80 ફૂટનો રોડ બનાવવા દુકાન-મકાનો તોડ્યા,દબાણ દૂર કરવાની કાર્ય દરમિયાન વિવાદ ઊભો થયો

નવસારીના જમાલપુર વિસ્તારમાં મહાનગરપાલિકાની દબાણ હટાવ કાર્યવાહી દરમિયાન વિવાદ થતા, કામગીરી હાલ સ્થગિત કરાઈ

નવસારી મહાનગરપાલિકા દ્વારા આજે વહેલી સવારથી જમાલપુર વિસ્તારમાં દુકાનો તથા મકાનો દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. તીઘરા જકાત નાકાથી શરૂ થયેલી આ ઝુંબેશમાં માર્ગ અને મકાન વિભાગે મહાનગરપાલિકા પાસેથી સહયોગ માંગ્યો હતો.

જેસિબી મશીનની મદદથી દબાણો દૂર કરવાનું કાર્ય શરૂ થયું હતું. જોકે, દબાણ દૂર કરવાની કાર્ય દરમિયાન વિવાદ ઊભો થયો હતો, જ્યારે સ્થાનિક રહીશોએ આરોપ મૂક્યો કે દબાણ હટાવવાની કામગીરી નિયમ મુજબ 12 મીટરની જગ્યાએ 15 મીટર સુધી કરવામાં આવી છે.જેના કારણે લોકોને નુકસાન વેઠવું પડ્યું છે. આના પરિણામે બપોર બાદ સ્થાનિકોએ કાર્યનો ભારે વિરોધ કર્યો અને કામગીરી રોકી દીધી હતી.

https://youtu.be/hphZpSupgxg?si=_7SAGt1DTHEDrZDY

ઘટનાની ગંભીરતા જોતા તાત્કાલિક દબાણ વિભાગે કામગીરી બંધ કરી પરિસ્થિતિ વધુ બગડે નહીં એ દ્રષ્ટીએ દબાણ વિભાગે તાત્કાલિક કાર્યવાહી સ્થગિત કરી દીધી અને સમગ્ર ઘટનાની જાણ ડેપ્યુટી કમિશનરને કરાઈ હતી. આ બાબતની માહિતી મળતાં જ સર્વે એન્જિનિયર સહિતનો અધિકારીવર્ગ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને પરિસ્થિતિનો તટસ્થ અંદાજ લીધો હતો.અને સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું.

Related post

SIR મુદ્દે ભાજપનો કોંગ્રેસ પર પ્રહાર:‘બંધારણીય સંસ્થાઓને બદનામ કરી જનતાને ગેરમાર્ગે દોરે છે

SIR મુદ્દે ભાજપનો કોંગ્રેસ પર પ્રહાર:‘બંધારણીય સંસ્થાઓને બદનામ કરી…

SIR અને ચૂંટણી પંચના મુદ્દે ભાજપનો કોંગ્રેસ પર પ્રહાર, ‘બંધારણીય સંસ્થાઓને બદનામ કરી જનતાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ’ હોવાનો ભાજપનો આક્ષેપ SIR…
૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી જીજીભોયના હસ્તે લોકાર્પણ કરાયુ

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી…

નવસારીના જમશેદ બાગ, રામા મહોલ્લો અને પાંચહાટડી ખાતે આવેલી ૧૭૩ વર્ષ પૌરાણિક પ્રાચીન ‘ડાવેજર લેડી આવાબાઈ જમશેદજી જીજીભોય અગિયારી’નું તેની મૂળ…
રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ નિષ્ણાંત તબીબોનું અભિવાદન કરાશે

રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ…

રોટરી આઈ હોસ્પીટલની સુવર્ણ જયંતિ પ્રવેશે ચક્ષુ નિષ્ણાંત તબીબોનો કુંભમેળો યોજાશે નવસારીની રોટરી આઈ હોસ્પિટલ તેની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થવાના…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *