“મમતા મંદિર” વિજલપોર ખાતે દિવ્યાંગ બાળકો માટે દંત ચિકિત્સા કેમ્પ યોજાયો
- Local News
- April 21, 2025
- No Comment
નવસારીના જાણીતા ડૉ.અંકિત દેસાઈના નેતૃત્વ હેઠળ “મમતા મંદિર” કેમ્પસ, વિજલપોર, નવસારી ખાતે દંત ચિકિત્સા કેમ્પ યોજાયો હતો.આ કેમ્પ માનવ કલ્યાણ ટ્રસ્ટ દ્વારા સંચાલિત શાળાઓના મૂક બુધ્ધિ તથા અન્ય દિવ્યાંગ બાળકો માટે વિશેષ રીતે આયોજન કરવામાં આવ્યું હતું.
આ કેમ્પ દરમિયાન ૬ ડૉક્ટર, ૧૦ નર્સ અને ૪ સેવકોની ટીમ દ્વારા સંસ્થાના કુલ ૩૩૧ બાળકોના દાંતની તપાસ કરવામાં આવી હતી. દાંતમાં તકલીફ જણાય તેવા બાળકોને જરૂરી દવાઓ અને ડેન્ટલ કીટ આપવામાં આવી હતી, તથા દંતસાંભાળ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ગંભીર તકલીફ ધરાવતાં વિદ્યાર્થીઓને આગામી દિવસોમાં વધુ સારવાર માટે ડેન્ટલ કેર સેન્ટર પર રિફર જરૂરી ચિકિત્સા પુરી પાડવામાં આવશે.
ડૉ. અંકિત દેસાઈ તથા તેમની સમ્રગ ટીમ દ્વારા દિવ્યાંગો પ્રત્યે દાખવેલ માનવતા અને આપેલ સેવા માટે “મમતા મંદિર”ના ટ્રસ્ટીગણ અને શાળાના સ્ટાફે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.