નવસારીના દાંડી: દરિયા કિનારે મૃત અવસ્થામાં હમ્પબેક ડોલ્ફિન તણાઈ આવી: વનવિભાગ જરૂરી કાર્યવાહી હાથ ધરી
- Local News
- April 21, 2025
- No Comment
નવસારી જિલ્લાના દાંડી દરિયા કિનારે મૃત હાલતમાં હંપબેક ડોલ્ફિન માછલી દરિયાના પાણીમાંથી તણાઈ આવી હતી. આ સમુદ્ર વિસ્તારમાં ડોલ્ફિન માછલીઓ સમુદ્રમાં ખૂબ ઓછી જોવા મળતી માછલી છે. ડોલ્ફિન માછલી સમુદ્રમાં ચોક્કસ વિસ્તારોમાંજ નજરે પડતી હોય છે. જે ખૂબ જ બુદ્ધિશાળી છે જેના ઘણા કિસ્સાઓ અનુસાર ડોલ્ફિને દરિયામાં ડૂબતા લોકોને પણ બચાવ્યા છે.

જોકે કમનશીબે નવસારી નજીક આ દુર્લભ ગણાતી હંપબેક ડોલ્ફિન માછલી મૃત અવસ્થામાં મળી આવી છે. આ ડોલ્ફિન ગંગા નદીમાં તથા દરિયામાં સતત વધી રહેલા પ્રદૂષણ અને ડેમના નિર્માણને કારણે આ જીવોની સંખ્યા સતત ઘટી રહી છે. એક સર્વે મુજબ ભારતમાં માત્ર 2000 જેટલી ડોલ્ફિન બચી છે

અંદાજિત છ વર્ષ ઉંમર ધરાવતી ડોલ્ફીનનો મૃતદેહ
વન્યજીવોમાં સૌથી વધુ ચતુર અને બુદ્ધિશાળી જીવ એવી હમ્પ બેક ડોલ્ફિન માછલી દાંડી દરિયા જોવા મળતા નવસારી સમાજિક વનીકરણ વિભાગ સુપા રેન્જ આ અંગે જાણ કરવામાં આવી હતી. આશરે છ વર્ષની ઉંમર ધરાવતી એક ડોલ્ફિનનો મૃતદેહ નવસારી જિલ્લાના દરિયા કિનારે તણાઈ આવ્યો છે. વન વિભાગના અનુમાન મુજબ ડોલ્ફિનનું મૃત્યુ છ થી સાત દિવસ અગાઉ દરિયામાં થયું હોવાનું માનવામાં આવે છે.ડોલ્ફિનનું શરીર કોહવાઈ ગયેલું જેનું પી.એમ શક્ય ન હોવાથી તેના મોતનું ચોક્કસ કારણ જાણવા મુશ્કેલ છે.

વન વિભાગના રેન્જ ઓફિસર હીનાબેન પટેલ જણાવ્યું હતું કે, આ ડોલ્ફિન શિડ્યુલ-વનમાં નોંધાયેલ પ્રજાતિમાં આવે છે, જે દુર્લભ અને રક્ષિત પ્રજાતિઓમાં આવે છે.ડોલ્ફિનની આ પ્રજાતિ કોઈને પણ હાની પહોંચાડતી નથી આ પ્રજાતિ સામાન્ય રીતે દક્ષિણ ગુજરાતના દરિયા કિનારાઓ પર જોવા મળતી હોય છે અને આજીવ માનવીને હાની પહોંચાડતી નથી.ડોલ્ફિનનું મૃત્યુ દરિયામાં જ થયું હશે અને પછી તેનું શરીર દરિયાની લહેરોમાં તણાઈને કિનારે આવી પહોંચ્યું હશે.વનવિભાગના એ.સી.એફ કેયુરભાઈ પટેલ તથા આર.એફ.ઓ હિનાબેન પટેલ તથા સ્ટાફ અમિષા બેન પટેલ સહિત સ્ટાફ ધટના સ્થળે રહી જરૂરી કાયદેસર કાર્યવાહી કરી વનવિભાગ દ્વારા તેને દફનાવવાની તજવીજ શરૂ કરવામાં આવી હતી
ડોલ્ફિન માછલી વિશે
લગભગ 100 મિલિયન વર્ષો પહેલા મિયોસીન સમયગાળા દરમિયાન પૃથ્વી પર ડોલ્ફિનની ઉત્પત્તિ થઈ હતી. ડોલ્ફિન માછલી પૃથ્વી પરની સૌથી બુદ્ધિશાળી જીવોમાંની એક છે જે તેની આદત અને બુદ્ધિમત્તાને કારણે મનુષ્યોમાં વધુ ઉછેરવામાં આવે છે. તેને પાળવાનું એક મુખ્ય કારણ ડોલ્ફિન્સ દ્વારા કરતબ બતાવવાનું પણ છે.
ડોલ્ફિન માછલીની ત્વચા જાડી હોય છે. જેનો રંગ આછો રાખોડી અથવા કથ્થઈ ધરાવે છે. કેટલીકવાર આ માછલીની ચામડી પર હળવા ગુલાબી રંગની આભા પણ જોઈ શકાય છે. આ માછલીનું કપાળ પણ છે જે ટટ્ટાર છે તેની આંખો કદમાં નાની છે. આ માછલીઓની પ્રજાતિઓ ખૂબ જ બુદ્ધિશાળી જીવ છે. તે માણસ સાથે રહી ને પ્રેમ કરે છે. અને નુકસાન પહોંચાડતી નથી.