નવસારીના સાગરા રેલ્વે ફાટક પાસે અકસ્માતમાં સંસ્કાર ભારતી શાળાની મહિલા આચાર્યનું અવસાન
- Local News
- May 17, 2025
- No Comment
નવસારી જિલ્લાના જલાલપોર તાલુકામાં આવેલા સાગરા ગામ પાસે ગુરુવારના રોજ એક દુઃખદ ઘટનામાં એક મહિલા આચાર્યનું મૃત્યુ થયું છે. મળતી માહિતી મુજબ, બાંદ્રા-સુરત ઇન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેનની અડફેટે આ મહિલા આવી જતા તેમનું ઘટના સ્થળે જ કરુણ મૃત્યુ નિપજ્યું હતું.

મૃતકની ઓળખ નવસારીની જાણીતી શૈક્ષણિક સંસ્થા સંસ્કાર ભારતી શાળાની આચાર્ય ફાલ્ગુની દેસાઈ તરીકે થઇ છે. ફાલ્ગુનીબેન રોજની જેમ તેમના ઘરેથી બહાર નીકળી હતી ત્યારે સાગરા રેલ્વે ફાટક ક્રોસ કરતી વખતે ટ્રેનની અડફેટે આવી ગઈ હોવાનું પ્રાથમિક તારણ છે.
https://youtu.be/_Wb_OUguqdg?si=PaZbkhCqzsx3HvEp
ઘટનાની જાણ મરોલી રેલ્વે સ્ટેશનના માસ્તરને થતા, રેલ્વે પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. તેમણે મૃતદેહનો કબજો મેળવી આરોગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડી દીધો હતો. આ ઘટનાને લઈ સ્થાનિકોમાં તથા શાળા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. ફાલ્ગુનીબેનની મૌતથી વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં શોકની લાગણી જોવા મળી રહી છે.

મરોલી પોલીસ મથકે અકસ્માત મોતનો ગુનો નોંધવામાં આવ્યો છે તથા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.ફાલ્ગુનીબેન દેસાઈ શૈક્ષણિક ક્ષેત્રે પોતાનું મહત્વનું યોગદાન આપી રહી હતી અને તેમના નિધનથી ન માત્ર શાળા પરિવારે નહિં પરંતુ સમગ્ર નગરે એક આચાર્ય ગુમાવ્યો છે.
