નવસારી શહેરમાં ફરી દબાણ હટાવવાની કાર્યવાહી: મનપાનું બુલડોઝર નવસારી સુરત રોડ પર ફરી વળ્યું

નવસારી શહેરમાં ફરી દબાણ હટાવવાની કાર્યવાહી: મનપાનું બુલડોઝર નવસારી સુરત રોડ પર ફરી વળ્યું

નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરમાંથી દબાણો દૂર કરવાની કાર્યવાહી ફરીથી શરૂ કરવામાં આવી છે. અગાઉ છાપરા રોડ, સ્ટેશન રોડ અને જમાલપોર વિસ્તારમાં ડીમોલિશન હાથ ધરાયા બાદ હવે ટાટા સ્કૂલથી સુરત તરફ જતા મુખ્ય માર્ગ ઉપર મનપાની ટીમે કાર્યવાહી હાથ ધરી છે.

નવસારી મહાનગરપાલિકા દ્વારા અગાઉથી દબાણકારોને નોટિસો પાઠવી દેવામાં આવી હતી. દબાણો જાતે દૂર ન કરાતા આજે  મનપાનું બુલડોઝર ફરી એકવાર દબાણ હટાવા માટે મેદાને ઉતર્યું છે.

મહાપાલિકા દ્વારા “શહેરની ટ્રાફિક વ્યવસ્થા તથા જાહેર માર્ગોની વ્યવસ્થિતતાને ધ્યાને લઈ દબાણો દૂર કરવાની કાર્યવાહી અમલમાં લાવવામાં આવી રહી છે. શહેરના અન્ય વિસ્તારોમાં પણ આગામી દિવસોમાં આ પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.”

નવસારી મહાનગર પાલિકા દ્વારા શહેરના જાહેર માર્ગો અને ફૂટપાથ ઉપરના બિનકાયદેસર દબાણોને કારણે નાગરિકોને મોટું હાલાકી વેઠવી પડી રહી હતી. મનપાની આ કાર્યવાહીથી જનતા પણ હળવા શ્વાસ લેશે તેવી સંભાવના છે.

Related post

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી જીજીભોયના હસ્તે લોકાર્પણ કરાયુ

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી…

નવસારીના જમશેદ બાગ, રામા મહોલ્લો અને પાંચહાટડી ખાતે આવેલી ૧૭૩ વર્ષ પૌરાણિક પ્રાચીન ‘ડાવેજર લેડી આવાબાઈ જમશેદજી જીજીભોય અગિયારી’નું તેની મૂળ…
રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ નિષ્ણાંત તબીબોનું અભિવાદન કરાશે

રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ…

રોટરી આઈ હોસ્પીટલની સુવર્ણ જયંતિ પ્રવેશે ચક્ષુ નિષ્ણાંત તબીબોનો કુંભમેળો યોજાશે નવસારીની રોટરી આઈ હોસ્પિટલ તેની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થવાના…
નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા અપીલ

નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા…

રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટના ઉપક્રમે યોજાયેલી મહારેલીમાં ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ,મેયર અશોકભાઈ ધોરાજીયા સહિત સેવા સંસ્થાઓના આગેવાનો જોડાયા નવસારી: રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *