૩૪ વર્ષથી નાસતા-ફરતો નોકર ચોર એવા આરોપીને નવસારી એલ.સી.બી.એ ગુજરાત-રાજસ્થાન બોર્ડર પરથી ઝડપી પાડ્યો

૩૪ વર્ષથી નાસતા-ફરતો નોકર ચોર એવા આરોપીને નવસારી એલ.સી.બી.એ ગુજરાત-રાજસ્થાન બોર્ડર પરથી ઝડપી પાડ્યો

રાજ્યભરમાં મહા પોલીસ મહાનિર્દેશક (સી.આઈ.ડી. ક્રાઈમ અને રેલ્વેઝ, ગાંધીનગર) દ્વારા નાસતા-ફરતા આરોપીઓને પકડી પાડવા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ અભિયાન અંતર્ગત નવસારી એલ.સી.બી.ના સીનીયર પીઆઈ વી.જે. જાડેજાની સુકાનીમાં અલગ-અલગ ટીમો બનાવી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

નવસારી જિલ્લામાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં વર્ણ ઉકેલાય ગંભીર ગુનાઓ કેસોના ડેટા એકત્રીત કરી પીઆઈ ડી.એમ. રાઠોડની ટીમે ટેકનિકલ એનાલિસિસ તથા ખાનગી બાતમીના આધારે નવસારી ટાઉન પો.સ્ટે. ગુ.ર. નં. 38/1991, IPC કલમ 381 અને 114 મુજબ નોકર ચોર એવા આરોપી ઘોલારામ વિશ્નોઈના રાજસ્થાનના નેનાવા ગામમાં હોવાની માહિતી મળી હતી.

https://youtube.com/shorts/FuP86giKZzc?si=vz-Ajj35dtEntXcj

નવસારી એલસીબીની ટીમે સ્થાનિક પહેરવેશ ધારણ કરી ચાર દિવસ સુધી તપાસ બાદ આરોપી ઘોલારામ ઉર્ફે હેમતાજી લાદુરામ વિશ્નોઈ (ઉ.વ. ૬૨), લાછીવાડ ગામ, બિશ્નોઈની ધાણી, તા. સાંચોર, જી. જાલોર, રાજસ્થાનને નવસારી શહેરમાં વર્ષ 1990-91માં નવસારી ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી હિરા 80000 તથા 30000 રોકડ મળી કુલે રૂ. 1,10,000ની નોકરી ચોરીના ચકચારી ગુનામાં સંડોવાયેલ અને છેલ્લા ૩૪ વર્ષથી નાસતા-ફરતા રહેલા આરોપી ઘોલારામ ઉર્ફે હેમતાજી લાદુરામ વિશ્નોઈને નવસારી એલ.સી.બી.એ ગુજરાત-રાજસ્થાન બોર્ડર આરોપીને તારીખ ૨૦/૦૫/૨૦૨૫ ના રોજ ઝડપી પાડી નવસારી લાવવામાં આવ્યો છે.નવસારી એલસીબી ટીમે નોકર એવા ચોરી પકડી પાડી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

સારી કામગીરી કરનાર અધિકારીઓ/કર્મચારીઓ:

સીનિયર PI વી.જે. જાડેજા, PI એસ.વી. આહીર, PI આર.એસ. ગોહિલ,PI ડી.એમ. રાઠોડPSI વાય.જી. ગઢવી,ASI સુનિલસિંહ દેવિસિંહ,HC દિગ્વિજયસિંહ રવજીભાઈ,PC સંદિપભાઈ પીઠાભાઈ

34 વર્ષથી નાસ્તો ફરતો નોકર ચોર એવો ગુનેગાર આખરે કાયદાની પકડમાં: નવસારી શહેરમાં વર્ષ 1990-91 વર્ષમાં નવસારી શહેરમાં 80000 હીરા તથા 30000 રોકડા મળી કુલે 110000 ચોરી કરનાર પોલીસના હાથે ઝડપાયો

Related post

‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:નવસારીમાં 91 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, બે આરોપીઓ ઝડપાયા

‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:નવસારીમાં 91 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો…

‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:બે આરોપી ઝડપાયા,110થી વધુ ફરિયાદો સાથે જોડાણ 43 કાર્ડ, 23 ઓળખપત્ર અને 11 પાન કાર્ડ સહિતનો મોટો મુદ્દામાલ…
નવસારીને વર્લ્ડ ક્લાસ સિટી બનાવવાનો સંકલ્પ: નવા મ્યુનિસિપલ કમિશનર જયેશ ઉપાધ્યાય ફૂલ એક્શન મોડમાં,વહેલી સવારે ફિલ્ડ મીટિંગ યોજી

નવસારીને વર્લ્ડ ક્લાસ સિટી બનાવવાનો સંકલ્પ: નવા મ્યુનિસિપલ કમિશનર…

નવસારી મહાનગરપાલિકાના નવા મ્યુનિસિપલ કમિશનર તરીકે જયેશ ઉપાધ્યાયે સત્તાવાર રીતે પદભાર સંભાળી લીધો છે. પદભાર સંભાળતાની સાથે જ તેઓ એક્શન મોડમાં…
નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,તમારી મિલકતની તપાસ માટે ટીમ આવશે,આ દસ્તાવેજો તૈયાર રાખો

નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ,…

નવસારી મહાનગરપાલિકા: 4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,નવસારીમાં હાંસાપોરથી ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’નો પ્રારંભ,આ દસ્તાવેજો તૈયાર રાખો ​નવસારી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *