ગુજરાત હવામાન પૂર્વાનુમાન : રાજ્યમાં ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
- Local News
- May 24, 2025
- No Comment
ગુજરાતમાં ઉનાળો અને ચોમાસાની મિશ્ર ઋતુના માહોલ વચ્ચે હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. આગામી પાંચ દિવસ રાજ્યના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે. રાજ્યના હવામાન વિભાગના ડાયરેકટર એ.કે.દાસ મુજબ, સુરત, વલસાડ, નવસારી, તાપી, ભરૂચ, દમણ-દાદરા નગર હવેલી, રાજકોટ, જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. ઉત્તર અને મધ્ય ગુજરાત તેમજ કચ્છમાં પણ છૂટાછવાયા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
https://x.com/IMDAHMEDABAD/status/1926196064387805343?t=HXdqpSPrpYuLGwHWq554sw&s=19
મહત્વનું છે કે, હવામાન વિભાગે પવનની ઝડપ 35થી 50 કિમી પ્રતિ કલાક રહેવાની શક્યતા બતાવી છે. વેલમાર્ક લો-પ્રેશર ડિપ્રેશનમાં પરિવર્તિત થયા પછી દરિયાઈ હાલત વિકટ બની છે. પરિણામે આગામી પાંચ દિવસ સુધી માછીમારોએ દરિયો ન ખેડવાની ચેતવણી અપાઈ છે.
દક્ષિણ ભારત તરફ, કેરળમાં ચોમાસુ શરૂ થઈ ચૂક્યું છે. આ વર્ષે ચોમાસુ 8 દિવસ વહેલું, 23 મેના રોજ કેરળમાં પ્રવેશ્યું છે. 2009 અને 2001 પછી આ સૌથી વહેલું ચોમાસું છે. સામાન્ય રીતે કેરળમાં ચોમાસું 1 જૂનના આસપાસ પહોંચે છે. ઇતિહાસમાં સૌથી વહેલું ચોમાસું 11 મે 1918ના રોજ નોંધાયું હતું.