શ્રી સયાજી વૈભવ લાયબ્રેરી અને શ્રી નરેન્દ્ર હીરાલાલ પારેખ જ્ઞાનધામના ઉપક્રમે વેકેશન વાચનોત્સવ સમાપન કાર્યક્રમ યોજાયો:૨૧૩ વિદ્યાર્થીઓએ વેકેશનમાં ૩૧૬૧ પુસ્તકો વાંચીને પચાવ્યા
- Local News
- June 9, 2025
- No Comment
નવસારીની ઐતિહાસિક,પૌરાણિક અને અર્વાચીન શૈક્ષણિક અને સાંસ્કૃતિક ઘડતર કરતી જંગમ વિદ્યાપીઠ એવી સયાજી વૈભવ લાયબ્રેરી ખાતે વેકેશનનો સદઉપયોગ થાય તે માટે ૩૦ એપ્રિલથી ૫ જૂન દરમ્યાન વિદ્યાર્થી આલમ સમયનો સદ્ઉપયોગ કરે તે માટે સર્વાંગી શિક્ષણનો કાર્યક્રમ લાયબ્રેરી દ્વારા ઘડી કરવામાં આવ્યો હતો. બાળકોને પુસ્તક વાંચન,વાર્તા રે વાર્તા,રમત-ગમત,રાસ-ગરબા અને ઉન્નતિની તમામ તકોને સાંકળી લેવામાં આવી હતી.

દરેક બાળકોએ પુસ્તકને માત્ર વાંચવાનું નહી પણ પચાવવાનું હોય છે.અને બાળકે વાંચેલા પુસ્તકમાંથી કોઇપણ પ્રશ્ન પુછો તો તે જવાબ આપે એટલું સક્ષમ વાંચન હોય છે.ધોરણ ૧ થી ૪ ના ૨ વિદ્યાર્થીઓ એવા મુસ્કાન પ્રજાપતિએ ૫૬ પુસ્તકો જ્યારે દેવકુમાર ભારતીય નામના વિદ્યાર્થીએ ૪૪ પુસ્તકો આ વેકેશન દરમ્યાન વાંચ્યા છે.આ ઉપરાંત ધોરણ ૫ થી ૮ ના બાળકોમાં નકુલ રાઠોડે ૧૧૨ પુસ્તકો,ભવ્ય રાઠોડે ૮૬ પુસ્તકો,રીત રાજપૂતે ૫૬ પુસ્તકો તેમજ ધોરણ ૯ થી ૧૨ ની વિદ્યાર્થીની આંચલ પ્રજાપતિએ ૬૨ પુસ્તકો અને દિપક ગુપ્તાએ ૫૩ પુસ્તકો વાંચ્યા જ નહી પણ પચાવ્યા છે.

વિશ્વ કોષ એટલે એન્સાયકોપીડિયા માટે ૫૦ કલાક ફાળવવામાં આવ્યા હતા. વિશ્વકોષને ક્રિશ્વા સંજયભાઇ આહિર ૬૨ કલાકનો અભ્યાસ કર્યો હતો જ્યારે પ્રિયા સુરેશભાઇ ગુપ્તાએ ૫૪ કલાક અને રોશની ભારતીએ વિશ્વ ઇતિહાસ અને માનવ શરીર પર કલાકો વિતાવ્યા હતા.
ઉપરોક્ત વેકેશન વાચનત્સવના સમાપન સમારોહ પ્રમુખ પ્રશાંતભાઇ પારેખની અધ્યક્ષતામાં મંત્રી માઘવી શાહના સથવારે યોજાયો હતો.કાર્યક્રમનું સંચાલન બાલિકા પ્રાંજલ ઉનડકટ તથા બાળ વાચકો જૈત્ર, ધ્યાનિ, રૂદ્ર અને રોશનીએ આપ્યો હતો. વર્કશોપનું સંચાલન ડો. કિર્તીદાબેન વૈદ્ય દ્વારા થયું હતું.જ્યારે સમાપન સમારોહના મુખ્ય મહેમાન પદે રામજી મંદિરના પ્રમુખ દેવેશભાઇ અમ્રતભાઇ પટેલ અને પિનાબેન પટેલે પ્રાસંગિક પ્રતિભાવ આપ્યા હતા. આમ સયાજી વૈભવ લાયબ્રેરી એ ગુજરાતના બાળકો માટે દિવાદાંડી અને ડિઝનીલેન્ડ છે.

