મહીસાગર નદીનો જૂનો બ્રિજ તૂટી પડ્યો: મોટી દુર્ઘટના બની, 12 લોકો મૃત્યુ થયા, તંત્રની બેદરકારી સામે ઉઠ્યા સવાલ જુઓ Video

મહીસાગર નદીનો જૂનો બ્રિજ તૂટી પડ્યો: મોટી દુર્ઘટના બની, 12 લોકો મૃત્યુ થયા, તંત્રની બેદરકારી સામે ઉઠ્યા સવાલ જુઓ Video

વર્ષ 2022માં ફરીયાદ કરનાર લેખિત રજુઆત છતાં તંત્રે ન લીધી ગંભીરતા, સ્થાનિકોમાં રોષની લાગણી; માર્ગ વ્યવહાર ઠપ, વાહનચાલકો મુશ્કેલીમા

વડોદરા જિલ્લાના પાદરા અને ભરૂચ તરફ જવાના મહીસાગર નદી પરનો બ્રિજ આજે સવારે 7.30 વાગ્યે ધરાશાયી થયો છે. ગંભીરા બ્રિજ ધરાશાયી થતા 12 લોકોના મોત થયા છે. તો અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. સૌરાષ્ટ્રથી દક્ષિણ ગુજરાતને જોડતો હતો આ બ્રિજ તૂટતા આણંદ અને વડોદરા ગ્રામ્યનો સંપર્ક કપાયો છે. પુલ ધરાશાયી થતા સૌથી મોટી સમસ્યા રોજગારીની સામે આવી છે. આણંદના આંકલાવના વિવિધ ગામમાંથી યુવાનો રોજગારી અર્થે પાદરા આવતા હોય છે. ત્યારે હવે આ લોકો 40 થી 50 કિ.મીનો વધારે ફેરો ફરવા મજબૂર બન્યા છે.

https://youtu.be/NLSlrvDwEDA?si=odhLZC5Xrae1yF2R

આણંદ જિલ્લામાંથી પસાર થતો અને વડોદરા જિલ્લા સાથે સંપર્ક સાધતો મહીસાગર નદી પરનો વર્ષો જૂનો બ્રિજ આજે અચાનક તૂટી પડતાં ચકચાર મચી ગઈ છે. ચમત્કારિક રીતે મોટી જાનહાનિ ટળી હોવા છતાં પણ સ્થાનિકોમાં તંત્રની ઘોર બેદરકારી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

 

ઉલ્લેખનીય છે કે આ બ્રિજના જર્જરિત બનવાની હાલત અંગે વર્ષ 2022માં હાલના વડોદરા જિલ્લા પંચાયત પાદરા સીટના સભ્ય હર્ષદસિંહ પરમારે તત્કાલીન માર્ગ મકાન વિભાગના અધિકારી મિસ્ત્રીને જાણકારી આપી હતી સાથે જ કલેકટરને પણ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું કે આ બ્રિજ જોખમી છે જેને કારણે તેની મરામત કરાવવામાં આવે પરંતુ તંત્ર કોઇ ગંભીરતા દાખવવામાં નહોતી આવી સાથે જ સ્થાનિક સામાજિક કાર્યકર્તા લખન દરબાર સહિત અનેક સજાગ નાગરિકોએ તંત્રને લેખિતમાં રજૂઆતો કરી હતી.તેમણે તાત્કાલિક રીપેર અથવા નવા બ્રિજની માગ પણ રાખી હતી. છતાં યોગ્ય કાર્યવાહી કે તંત્રએ કોઈ ગંભીર પગલા નહીં ભરતાં આજે આ હ્રદયદ્રાવક ઘટના બની છે.જેના પરિણામે આજે આ દુર્ઘટના સર્જાઈ છે.

બ્રિજ તૂટી પડતા વાહનવ્યવહાર બંધ થયો છે અને વાહનચાલકોને લાંબો વળાંકો લેવા મજબૂર થવું પડી રહ્યું છે. રાહદારી અને સ્થાનિક લોકો કહે છે કે જો તંત્રએ સમયસર કાર્યવાહી કરી હોત તો આજે આવી સ્થિતિ સર્જાઈ ન હોત.પરંતુ ચમત્કારિક રીતે મોટી જાનહાનિ ટળી છે

લોકો 50 કિ.મી વધારે ફેરો ફરવા મજબૂર

પુલ ધરાશાયી થવાની દુર્ઘટનામાં તો અનેકે જીવ ગુમાવ્યો જ છે. પરંતુ બ્રિજ ધરાશાયી થતાં આ રસ્તે મુસાફરી કરનારા લોકો પણ હાલાકીમાં મુકાયા છે. આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના ઉમેટા, સંખ્યાડ, મોટી સંખ્યાડ, બામણગામ, ગંભીરા ગામના યુવાનો તેમજ નાની શેરડી, કોઠીયાખાડ, ખડોલ, ચમારા, બીલપાડ તેમજ જીલોડ જેવા ગામના યુવાનો રોજગારી અર્થે પાદરા તાલુકામાં જતા હોય છે. પરંતુ, હવે લોકોને વડોદરા થઈ પાદરા અને ભરૂચ જિલ્લામાં જવા 50 કિલોમીટરનો ફેરો ફરવો પડશે.

સ્થાનિકો તરફથી આ માંગ ઊઠી છે કે જવાબદાર તંત્ર વિરુદ્ધ કાયદેસર પગલા ભરવામાં આવે અને ગંભીર બેદરકારી બદલ સામે માનવવધના પ્રયાસ જેવો ગુનો દાખલ કરવામાં આવે.આ સાથે જેથી ભવિષ્યમાં આવી ધટના ન બને તેવી માંગ લોકો કરી રહ્યા છે. દાખલરૂપ બની રહે કામગીરીઓ ન કરનારા પર કાયદાનો કડકમાં કડક કોરડો વિઝી જેથી કે હવે સરકાર અને તંત્ર સતર્કતા દાખવી આગાહીમાં આવી દુર્ઘટનાઓ રાજ્યમાં અટકાવી શકાય

જાણો મૃતકોની યાદી

વૈદિકા પઢિયાર- ઉંમર 4 વર્ષ

નૈતિક પઢિયાર- ઉંમર 2 વર્ષ

રમેશ પઢિયાર- ઉંમર 50 વર્ષ

કાનજી માછી- ઉંમર 70 વર્ષ, ગંભીરાના રહેવાસી

વખતસિંહ જાદવ- ઉંમર 42 વર્ષ, કાનવાના રહેવાસી

હસમુખ પરમાર- ઉંમર 42 વર્ષ

અન્ય 3 લોકોની ઓળખ થવાની બાકી

 

મૃતકોના પરિવારને 2 લાખ રુપિયાની અને ઇજાગ્રસ્તોને 50 હજારની સહાય જાહેર

વડોદરા જિલ્લાના પાદરાથી ભરૂચ તરફ જવાનાં મહીસાગર નદી પરનો બ્રિજ તૂટી પડ્યો છે. જેમાં 10 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આ દુર્ઘટના અંગે PMએ સહાનુભૂતિ વ્યક્ત કરી છે. મૃતકોના પરિવારને 2 લાખની જાહેર કરવામાં આવી છે. ઈજાગ્રસ્તોને 50 હજારની સહાય જાહેર કરાઈ છે. ઈજાગ્રસ્તો ઝડપથી સ્વસ્થ્ય થાય તેવી કામના આપી છે. બ્રિજ દુર્ઘટનાને લઈને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પણ દુઃખ વ્યક્ત કર્યું છે.

CM ભૂપેન્દ્ર પટેલે દુઃખ વ્યક્ત કર્યું

મૃતકોના આત્માની શાંતિ માટે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે પ્રાર્થના કરી છે. ઈજાગ્રસ્તોની સારવાર માટે વડોદરા કલોકટરને સૂચના આપી છે. CMએ માર્ગ-મકાન વિભાગને તાત્કાલિક તપાસના આદેશો આપ્યા છે. બચાવ રાહત કામગીરી માટે સતત તરવૈયા કાર્યરત કરવામાં આવ્યા છે. જો કે NDRFની ટીમ ઘટનાસ્થળે પહોંચી બચાવમાં જોડાઈ હતી. દુર્ઘટનાના કારણોની તપાસ માટે ખાસ ટીમને મોકલાઈ છે.

Related post

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી જીજીભોયના હસ્તે લોકાર્પણ કરાયુ

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી…

નવસારીના જમશેદ બાગ, રામા મહોલ્લો અને પાંચહાટડી ખાતે આવેલી ૧૭૩ વર્ષ પૌરાણિક પ્રાચીન ‘ડાવેજર લેડી આવાબાઈ જમશેદજી જીજીભોય અગિયારી’નું તેની મૂળ…
રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ નિષ્ણાંત તબીબોનું અભિવાદન કરાશે

રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ…

રોટરી આઈ હોસ્પીટલની સુવર્ણ જયંતિ પ્રવેશે ચક્ષુ નિષ્ણાંત તબીબોનો કુંભમેળો યોજાશે નવસારીની રોટરી આઈ હોસ્પિટલ તેની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થવાના…
નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા અપીલ

નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા…

રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટના ઉપક્રમે યોજાયેલી મહારેલીમાં ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ,મેયર અશોકભાઈ ધોરાજીયા સહિત સેવા સંસ્થાઓના આગેવાનો જોડાયા નવસારી: રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *