નવરચિત નવસારી મહાનગરપાલિકા માટે નવા સીમાંકનનો અમલ:52 બેઠકોમાંથી 50% મહિલા અનામત,રાજકીય ગરમાવો વધ્યો, જાણો કેટલા વોર્ડ અને અંદાજિત વોટર્સની સંખ્યા જુઓ વિડિઓ
- Local News
- July 16, 2025
- No Comment
નવસારી મહાનગરપાલિકાની આગામી ચૂંટણી પહેલાં મહાનગર એવા નવસારી શહેરમાં રાજકીય માહોલમાં નવો ઉછાળો જોવા મળી રહ્યો છે. રાજયના શહેરી વિકાસ વિભાગ દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર જાહેરનામા મુજબ નવસારી મહાનગરપાલિકા હવે નવી સરખામણીએ કુલ 13 વોર્ડમાં વિભાજિત થશે અને 52 કોર્પોરેટરની બેઠકો રહેશે.
https://youtu.be/LEsZoC-hFZc?si=kGKnJB7DhAdNJsTv
આ નવી બેઠક વિતરણમાં વિવિધ વર્ગોની જનસંખ્યા પ્રમાણે અનામતના નક્કી કરાયેલા પ્રમાણ મુજબ રૂપરેખા ઘોષિત કરવામાં આવી છે:
• શિડ્યુલ કાસ્ટ (SC): કુલ 3 બેઠકો, જેમાંથી 1 મહિલા માટે અનામત
• શિડ્યુલ ટ્રાઇબ (ST): કુલ 8 બેઠકો, જેમાંથી 4 મહિલા માટે અનામત
• ઓબીસી (OBC): કુલ 14 બેઠકો, જેમાંથી 7 મહિલા માટે અનામત
• જનરલ કેટેગરી: કુલ 27 બેઠકો, જેમાંથી 12 મહિલા માટે અનામત
કુલ 52માંથી 26 બેઠકો મહિલાઓ માટે અનામત રાખવામાં આવી છે.જે 50% અનામત સાથે રાજ્ય સરકારના મહિલા સશક્તિકરણના હેતુઓ સાથે સંકળાયેલ છે.
મહાનગરપાલિકા દ્વારા ટૂંક સમયમાં દરેક વોર્ડના નકશા અને સીમાંકનની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.આ કામગીરી મહાનગરપાલિકા કમિશનર દેવ ચૌધરીના માર્ગદર્શન હેઠળ આગળ ધપાવવામાં આવશે. મનપાના સૂત્રો જણાવે છે કે ડિસેમ્બર 2025 ના અંત સુધીમાં આ કામગીરી પૂર્ણ કરવામાં આવશે જેથી આગામી ચૂંટણીઓ માટે તૈયારી સુચારૂ રીતે શક્ય બને.
અત્યારથી રાજકીય પક્ષોમાં સક્રિયતા વધી છે. નવી બેઠક વ્યવસ્થા અને અનામતોના આધારે ઉમેદવારો પસંદ કરવાના મથામણો શરૂ થઈ ચૂક્યા છે. ખાસ કરીને મહિલાઓ માટે વધેલી બેઠકોને પગલે અનેક નવી ચહેરાઓ રાજકારણમાં પ્રવેશી શકે છે, જે સમગ્ર ચૂંટણી દૃશ્યપટને નવું સ્વરૂપ આપી શકે છે.
મહિલા સશક્તિકરણની દિશામાં મોટા પગલા સાથે નવસારી મનપા બેઠક વ્યવસ્થા જાહેર કરાઈ