નવસારી જિલ્લો હવે દિપડાઓના રહેઠાણ આદર્શ બની ગયો છે: આજે એક દિવસમાં બે દીપડા પાંજરે પુરાયા
- Local News
- July 16, 2025
- No Comment
નવસારી જિલ્લાના છ તાલુકાઓ તેમાં પણ ખાસ કરીને પૂર્વ પટ્ટીના ગામો હવે દીપડાઓ માટે આદર્શ આશ્રયસ્થાન બની રહ્યા છે.જંગલની નજીકના આ વિસ્તારમાં વર્ષોથી દીપડાની હિલચાલ જોવા મળતી રહી છે. પરંતુ હવે પશ્ચિમ વિસ્તારના ગામોમાં પણ દિન પ્રતિદિન દીપડાના દેખાડો દેવાની ધટના વધતી રહેવા લાગ્યા છે.
https://youtu.be/rE1voRQtVC0?si=DvR4SFdPBPRdnUjp
આજ રોજ આવી જ બે અલગ અલગ ઘટનાઓ નવસારી જિલ્લામાં ચોંકાવનારી રહી હતી. વહેલી સવારે નવસારી તાલુકાના ખેરગામ ગામના ટાંકી ફળિયામાં એક કદાવર દીપડો શિકારની શોધમાં આવી પડ્યો હતો. થોડા દિવસ અગાઉ ગ્રામજનો એ દિપડાને આ વિસ્તારમાં આટાફેરા મારતો જોયો હતો અને નવસારી સામાજિક વનીકરણ વિભાગને જાણ કરી હતી.

ત્યારબાદ ગોઠવવામાં આવેલ પાંજરામાં આજે આ દીપડો વહેલી સવારે પુરાઈ જતાં ગામના લોકોને રાહતનો શ્વાસ મળ્યો હતો.વનવિભાગના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી દીપડાને કબ્જામાં લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

તો બીજી ઘટના જલાલપોર તાલુકાના મછાડ ગામે સાંજના સમયે બની હતી. અહીં રાધાકૃષ્ણ મંદિરની પાછળ આવેલી વાડીમાંથી ફરી એકવાર એક કદાવર દીપડો પાંજરે પુરાયો. નોંધનીય છે કે મછાડ ગામમાં છેલ્લા 14 દિવસમાં દીપડો બીજી વાર પાંજરે પુરાયો છે. ગામના રહીશો છેલ્લા ઘણા દિવસોથી વાડી વિસ્તારમાં દીપડાની અવરજવરનો અનુભવ કરી રહ્યા હતા.
સામાજિક વનીકરણ વિભાગ દ્વારા ગોઠવાયેલા પાંજરામાં આ દીપડો શિકારની શોધમાં પાંજરમાં આવી ચડતા પકડાયો હતો. ઘટનાની જાણ થતાં જ વનવિભાગની ટીમે ઘટનાસ્થળે પહોંચી જઈ દીપડાને કબ્જે લીધો અને તેની તબીબી તપાસ બાદ વિધિવત પગલાં શરૂ કરી ફરી જંગલમાં મુક્ત કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. મછાડ ગામે દિપડો પાંજરે પુરાયા વાત વાયુવેગ પ્રસરતા ગ્રામજનોનો ટોળાટોળો જોવા ઉમટ્યો હતા

આ ઘટનાઓ સ્પષ્ટ સંકેત આપે છે કે નવસારી જિલ્લાના અનેક વિસ્તારો હવે દીપડાઓ માટે માત્ર શિકાર ક્ષેત્ર જ નથી રહ્યા, પરંતુ તેઓ માટે આદર્શ રહેઠાણ સમાન બની રહ્યા છે.
નવસારી જિલ્લામાં અનેક લોકોની ઉચ્ચસ્તેર અનેક વાર રજૂઆત છતાંય ત્રણ તાલુકાઓ માટે નોર્મલ વન વિભાગ ફાળવણી કયારે?! અપુરતા સાધનોની સાથે સામાજિક વનીકરણ વિભાગ નવસારી હાલ વન્યજીવો તેમાં પણ ખાસ કરીને દીપડાઓ અને માનવ વચ્ચે ધર્ષણ ધટાડવા કાર્ય કરી રહી છે.