“માત્ર ત્રણ કલાકમાં દુકાનો ખાલી કરો”:નવસારીમાં 45 વર્ષ જૂના શોપિંગ સેન્ટરને લઈને મહાનગરપાલિકાની તાત્કાલિક કાર્યવાહી જુઓ વિડિઓ

“માત્ર ત્રણ કલાકમાં દુકાનો ખાલી કરો”:નવસારીમાં 45 વર્ષ જૂના શોપિંગ સેન્ટરને લઈને મહાનગરપાલિકાની તાત્કાલિક કાર્યવાહી જુઓ વિડિઓ

ગંભીરા પુલ અકસ્માત પછી તંત્ર હવે સુરક્ષા મુદ્દે કોઇપણ રિસ્ક લેતા તૈયાર નથી. જેના ભાગરૂપે નવસારી મહાનગરપાલિકાએ શહેરના મધ્યસ્થ વિસ્તારમાં આવેલા 45 વર્ષ જૂના અને જર્જરિત શોપિંગ સેન્ટરની 337 દુકાનો માત્ર ત્રણ કલાકમાં ખાલી કરવાનો આદેશ આપ્યો છે. આ અચાનક કાર્યવાહીથી વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે અને અનેક દુકાનદારો કમિશનર કચેરીએ પહોંચીને રજૂઆત કરી છે.

https://youtu.be/mP0SEljoT3M?si=wsnmYlcJwb60Hylp

મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગે મૌખિક સૂચના આપી છે કે આ શોપિંગ સેન્ટર હાલ જર્જરિત છે અને કોઇપણ સમયે દુર્ઘટના સર્જાઇ શકે છે.શહેરી સુરક્ષા માટે શોપિંગ સેન્ટરની 337 જૂની દુકાનો ખાલી કરાવવાનો તાત્કાલિક આદેશ અપાયો.વેપારીઓમાં ફફડાટ,કમિશનર કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા

 

 

સ્થાનિક વેપારીઓને જણાવ્યા અનુસાર, આ દુકાનો છેલ્લા ચારથી પાંચ દાયકાથી ધમધમતી આવી છે, પરંતુ કાયમી જતન નહીં થવાને લીધે સ્ટ્રક્ચર નબળું પડી ગયું છે.પાલિકા તંત્રનો દાવો છે કે શહેરમાં શોપિંગ સેન્ટર જે સ્થિતિ છે.

તેમાં મોટી દુર્ઘટના ટાળવા માટે અગમચેતીના પગલા લેવા ફરજિયાત બન્યા છે. આ શોપિંગ સેન્ટર જર્જરિત હાલતમાં કોઈપણ સમયે કોઈ અનિચ્છનીય ધટના ન બને તે કારણે શહેરીજનોની સુરક્ષા ધ્યાને રાખી પગલાં લેવાનું નક્કી કરાયું છે.

 

 

 

દુકાનદારોની માંગણી:

• તાત્કાલિક નોટિસ નહિ આપીને,ઓછામાં ઓછો સમયગાળો આપવામાં આવે

• દુકાનો ખાલી કરાવવા પૂર્વે રિપેર કે અલ્ટરનેટ પ્લાન આપવો

• દુકાનદારોના ધંધાના નુકસાન માટે વળતરની વ્યવસ્થા

 

શહેરીજનોનો પ્રતિસાદ: આ નિર્ણય અંગે નાગરિકોમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો છે. કેટલાકે તેને આગમચેતી માટે યોગ્ય ગણાવ્યો છે, જ્યારે કેટલાકે વેપારીઓની મુશ્કેલી પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી છે.

આગામી પગલાં: મહાનગર પાલિકા હવે સમગ્ર શહેરમાં આવેલાં તમામ જૂના શોપિંગ સેન્ટર,મકાનો તેમજ દુકાનો સર્વે હાથ ધરવાનું આયોજન કરી રહી છે, જેથી આવનારા દિવસોમાં આવા વધુ નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા છે.

Related post

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી જીજીભોયના હસ્તે લોકાર્પણ કરાયુ

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી…

નવસારીના જમશેદ બાગ, રામા મહોલ્લો અને પાંચહાટડી ખાતે આવેલી ૧૭૩ વર્ષ પૌરાણિક પ્રાચીન ‘ડાવેજર લેડી આવાબાઈ જમશેદજી જીજીભોય અગિયારી’નું તેની મૂળ…
રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ નિષ્ણાંત તબીબોનું અભિવાદન કરાશે

રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ…

રોટરી આઈ હોસ્પીટલની સુવર્ણ જયંતિ પ્રવેશે ચક્ષુ નિષ્ણાંત તબીબોનો કુંભમેળો યોજાશે નવસારીની રોટરી આઈ હોસ્પિટલ તેની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થવાના…
નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા અપીલ

નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા…

રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટના ઉપક્રમે યોજાયેલી મહારેલીમાં ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ,મેયર અશોકભાઈ ધોરાજીયા સહિત સેવા સંસ્થાઓના આગેવાનો જોડાયા નવસારી: રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *