નવસારીને હરીયાળુ બનાવવા:સામાજીક વનીકરણ વિભાગ દ્વારા મિયાવાકી પદ્ધતિથી રામકૃષ્ણ ફાઉન્ડેશનના સાથ અને સહકારથી 5100 રોપાનું વાવેતર કરાયું
- Local News
- July 21, 2025
- No Comment
નવસારી સામાજિક વનીકરણ વિભાગ અને શ્રી રામકૃષ્ણ નોલેજ ફાઉન્ડેશન સુરત દ્વારા સંયુક્ત ઉપક્રમે મિયાવાકી પદ્ધતિથી 5100 વૃક્ષોના રોપાઓનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આ પહેલ નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના નિમળાઈ ગામે આવેલી ગીતાવાટિકા ખાતે અમલમાં આવી હતી.
https://youtube.com/shorts/fks_ynn64EU?si=Rj7FBnwNpJW-VxHa
આ અભિયાન ‘એક પેડ મા કે નામ 2.0’ અંતર્ગત યોજાયું છે, જેના મુખ્ય ઉદ્દેશમાં જનભાગીદારીથી જંગલ બહારના વિસ્તારોમાં હરિયાળી વધારવી છે.આ કાર્યક્રમ વન વિભાગના નાયબ વન સંરક્ષક ઉર્વશી આઈ. પ્રજાપતિ તથા મદદનીશ વન સંરક્ષક કેયુર પટેલનામાર્ગદર્શન હેઠળ તથા સામાજિક વનીકરણ રેંજ સુપાના આયોજન હેઠળ યોજાયો હતો

વૃક્ષ વંદના કાર્યક્રમ દરમિયાન શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ પ્રાઇવેટ લિમિટેડના ચેરમેન ગોવિંદભાઈ ધોળકિયા ઉપસ્થિત રહ્યા હતા. તેમના સાથે સુપા રેન્જ ફોરેસ્ટ ઓફિસર હિના પટેલ,વન વિભાગના સ્ટાફ નવસારી કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો તેમજ રામકૃષ્ણ એક્સપોર્ટના કર્મચારીઓ અને તેમના પરિવારો પણ ઉપસ્થિત રહી કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો.આવી સંયુક્ત પહેલ થકી વૃક્ષોત્પત્તિ વધારી પર્યાવરણીય સંતુલન વધારવામાં સકારાત્મક પગલું સાબિત થશે.

