સાયબર ફ્રોડથી સાવધાન:વાહન ચાલકોએ આરટીઓ કે પોલીસનું ઈ ચલણ માત્ર અધિકૃત પોર્ટલ પરથી જ ભરવું

સાયબર ફ્રોડથી સાવધાન:વાહન ચાલકોએ આરટીઓ કે પોલીસનું ઈ ચલણ માત્ર અધિકૃત પોર્ટલ પરથી જ ભરવું

સાયબર ઠગોની નવી ચાલથી સાવધાન! ટ્રાફિક ઈ-ચલણના નામે લોકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી થઈ રહી છે.

રાજ્યના અનેક શહેરોમાંથી એવી ઘટનાઓ સામે આવી રહી છે કે જ્યાં ગુજરાત ટ્રાફિક પોલીસના ઈ-ચલણ માટે બનાવવામાં આવેલી અધિકૃત વેબસાઈટ જેવો દેખાતો નકલો પેજ બનાવીને ઠગો લોકો પાસેથી દંડની રકમ વસૂલ કરી રહ્યા છે. લોકોને તેમના મોબાઈલ ફોન પર ટેક્સ મેસેજ કે ઈમેલ દ્વારા એ પ્રકારની લિંક મોકલવામાં આવે છે, જેમાં જણાવવામાં આવે છે કે તમારું ચાલન બાકી છે અને તરત ચૂકવણી કરો નહીં તો લાયસન્સ રદ થવા અથવા વાહન જપ્ત થવા જેવા પરિણામો થઈ શકે છે.

મહત્વનું એ છે કે લોકો આ મેસેજને પોલીસ તરફથી મોકલાયેલો અધિકૃત મેસેજ સમજી બેઠા હોય છે અને ડરના કારણે આપેલી લિંક પરથી દંડની રકમ ચૂકવી દે છે. બાદમાં તેમને ખબર પડે છે કે તેઓ જે રકમ ભર્યા હતા તે પોલીસ ખાતાને નહિ, પણ સાયબર ગુનેગારોના ખાતામાં ગઈ છે.

ટ્રાફિક પોલીસ અને રાજ્યના ગૃહ વિભાગ દ્વારા ચેતવણી અપાઈ

આવા ધોકાદાયક કેસોની વધતી ઘટનાઓને ધ્યાનમાં રાખી સુરત ટ્રાફિક પોલીસે અને રાજ્યના ગૃહ વિભાગે ખાસ અપીલ કરી છે કે લોકો કોઈ પણ પ્રકારના મેસેજ કે લિંક પરથી દંડની ચુકવણી ન કરે. સરકાર તરફથી કોઈ પણ દંડ ભરવાનો મેસેજ સીધો મોકલવામાં આવતો નથી. દંડની ભરપાઈ માટે એકમાત્ર અધિકૃત વેબસાઈટ છે: https://echallan.parivahan.gov.in

વૈવિધ્યભર્યા ડોમેન નામોવાળી નકલી વેબસાઈટો બનાવી ને લોકો પાસેથી રૂપિયા ઠગાતા ઘણા કેસો નોંધાયા છે. ખાસ કરીને આવી ખોટી સાઈટોનું નામ સરખું રાખી લોકોને ભ્રમિત કરવામાં આવે છે.

રાજ્યના વાહન ચાલકો માટે અગત્યની સુચના:

વાહન વ્યવહાર કમિશનર કચેરી, ગાંધીનગર દ્વારા જણાવવામાં આવ્યું છે કે વાહનના ચલણની ઓનલાઈન ભરપાઈ માત્ર અધિકૃત પોર્ટલ https://echallan.parivahan.gov.in/index/accused-challan પરથી જ કરવી.

તંત્રએ ચેતવણી આપી છે કે WhatsApp, SMS કે અન્ય સોશિયલ મીડિયા માધ્યમો દ્વારા કોઈપણ અજાણી લિંક કે મેસેજ આવી રહ્યો હોય જે વાહનના ચલણની પેમેન્ટ માટેની લિંક હોવાનું દાવો કરે, તો તે લિંક ઓપન ન કરવી. આવી લિંકોના માધ્યમથી લોકો સાઇબર ફ્રોડનો ભોગ બને છે.

વાહન વ્યવહાર વિભાગની તરફથી કોઈપણ જાતની પેમેન્ટ લિંક સોશિયલ મીડિયા કે થર્ડ પાર્ટી એપ્લિકેશન મારફતે મોકલાતી નથી.તેથી દરેક વાહન ચાલકે થોડું સતર્ક રહેવું અને માત્ર સરકારના અધિકૃત પોર્ટલ પર જ ટ્રાફિક ચલણ ભરવું અનિવાર્ય છે.

જાગૃત રહો અને સુરક્ષિત રહો

સાયબર ફ્રોડ કરનારાઓ હવે પોલીસ વિભાગ અને સરકારના નમૂનાઓનો પણ ગેરવપરાશ કરી રહ્યા છે. આવા મેસેજ મળતાં લોકોને ગભરાવાની જરૂર નથી, પણ સતર્ક રહેવાની છે. કોઈ શંકાસ્પદ મેસેજ કે લિંક મળ્યા પર તરત નજીકના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવી જોઈએ અથવા સાયબર ક્રાઈમ હેલ્પલાઈન 1930 પર સંપર્ક કરવો

જરા સાવધાની તો ફ્રોડથી બચવું શક્ય બને!

Related post

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ અને જનતા વચ્ચેનો વિશ્વાસ મજબૂત, અત્યાધુનિક ડ્રીલ્સ ટેકનોલોજી અને ડ્રોન ટેકનોલોજીનું નિદર્શન કરાયું,37 લાખનો મુદ્દામાલ પરત કરાયો

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ…

સુરત રેન્જ આઈ.જી પ્રેમવીર સિંહે નું આજે નવસારી જિલ્લાના એરુ રોડ પર આવેલા પોલીસ હેડક્વાર્ટર ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન પરેડ યોજી હતી.…
નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે એ.એસ.પી.ઈ.ઈ. કોલેજના હોલમાં “સાયબર ક્રાઈમથી કેવી રીતે સુરક્ષિત રહી શકાય” તે વિષય પર સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો…
મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો ખોરવાયો, યુદ્ધના ધોરણે પુનઃસ્થાપન કાર્યવાહી હાથ ધરાઈ

મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦…

દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો અસરગ્રસ્ત થયા હતા વલસાડ વર્તુળ કચેરીના વિસ્તારમાં તા. ૨૭ અને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *