ચીખલી-ખેરગામ-વાંસદાના લોકો ઉમટ્યા, સાંસદ ધવલભાઈ પટેલે યોજ્યો લોકદરબાર

ચીખલી-ખેરગામ-વાંસદાના લોકો ઉમટ્યા, સાંસદ ધવલભાઈ પટેલે યોજ્યો લોકદરબાર

વલસાડ-ડાંગ લોકસભાના લોકપ્રિય સાંસદ અને લોકસભાના દંડક ધવલભાઈ પટેલ દ્વારા વાંસદા સ્થિત તેમના જનસંપર્ક કાર્યાલય ખાતે લોકદરબાર યોજાયો હતો. સામાન્ય નાગરિકોને પડતી સમસ્યાઓના ત્વરિત નિરાકરણ માટે જાણીતા સાંસદે વ્યક્તિગત રીતે લોકોના પ્રશ્નો સાંભળી સંબંધિત વિભાગોને જરૂરી સૂચનાઓ આપી હતી.

આ લોકદરબારમાં ચીખલી, ખેરગામ અને વાંસદા તાલુકાના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પોતાની સમસ્યાઓ અને રજૂઆતો કરી હતી. સાંસદે દરેક અરજદાર સાથે સીધી વાતચીત કરી અને પ્રશ્નોના ઝડપભેર નિકાલ માટે અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું.

સાંસદની કાર્યશૈલીથી ઉપસ્થિત નાગરિકોમાં સંતોષ અને આનંદની લાગણી જોવા મળી હતી. લોકદરબારમાં તાલુકા તેમજ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા, જેથી સ્થળ પર જ અનેક પ્રશ્નોનું નિરાકરણ શક્ય બન્યું.

અંતમાં સાંસદે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને માઇક્રો પ્લાનિંગ શરૂ કરવાની અને તાલુકા-જિલ્લા પંચાયતની દરેક બેઠક જીતવા માટે કાર્યકરોને સક્રિય થવા આહવાન કર્યું હતું.

Related post

SIR મુદ્દે ભાજપનો કોંગ્રેસ પર પ્રહાર:‘બંધારણીય સંસ્થાઓને બદનામ કરી જનતાને ગેરમાર્ગે દોરે છે

SIR મુદ્દે ભાજપનો કોંગ્રેસ પર પ્રહાર:‘બંધારણીય સંસ્થાઓને બદનામ કરી…

SIR અને ચૂંટણી પંચના મુદ્દે ભાજપનો કોંગ્રેસ પર પ્રહાર, ‘બંધારણીય સંસ્થાઓને બદનામ કરી જનતાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ’ હોવાનો ભાજપનો આક્ષેપ SIR…
૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી જીજીભોયના હસ્તે લોકાર્પણ કરાયુ

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી…

નવસારીના જમશેદ બાગ, રામા મહોલ્લો અને પાંચહાટડી ખાતે આવેલી ૧૭૩ વર્ષ પૌરાણિક પ્રાચીન ‘ડાવેજર લેડી આવાબાઈ જમશેદજી જીજીભોય અગિયારી’નું તેની મૂળ…
રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ નિષ્ણાંત તબીબોનું અભિવાદન કરાશે

રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ…

રોટરી આઈ હોસ્પીટલની સુવર્ણ જયંતિ પ્રવેશે ચક્ષુ નિષ્ણાંત તબીબોનો કુંભમેળો યોજાશે નવસારીની રોટરી આઈ હોસ્પિટલ તેની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થવાના…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *