
મધુરજળ યોજનામાં સમારકામ પગલે નવસારી નગરજનો બે દિવસ પાણી કાપ માટે તૈયાર થઈ જાવ
- Local News
- March 12, 2023
- No Comment
નવસારી શહેર માં ભર ઉનાળે શહેરીજનોએ આગામી બે દિવસ માટે પાણી કાપ માટે તૈયાર રહેવું પડશે દુધિયા તળાવ વોટર વર્કસ ખાતે ખરાબી આવતા સમારકામ જરૂરિયાત ઉભી થવા પામી છે.
જેથી નવસારી-વિજલપોર નગરપાલિકાના મેઈન વોટરવર્કસ
દુધિયા તળાવ સ્થિત 30 એમલડી વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ દ્વારા શહેરને પાણી પુરવઠો આપવામાં આવે છે. જ્યાં ટેકનિકલ હાઈસ્કૂલ થી રામજી મંદિર તરફ રોડ ઉપર આવેલા વોટરવર્ક્સ પાસે લાંબા સમયબાદ મેઈન્ટેનસની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેથી 2 દિવસ માટે શહેરીજનોએ પાણીની તકલીફ વેઠવા પડશે.
30 MLD વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની ફિલ્ટર બેડને વોશ આપવા માટે બેકવોશ ટાંકીની મેઈન 450 એમએસની લાઇન તૂટી જતા રિપેરિંગની કામગીરી શરૂ કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ લાઈન છેલ્લા 22 વર્ષથી કાર્યરત હતી. આ માટેની એજન્સી દ્વારા તમામ તૈયારી પૂર્ણ કરાય છે. આ લાઈન રિપેર કરવા મેઈન વોટરવર્કસ14 અને 15 માર્ચ એમ બે દિવસ બંધ રાખવું પડે એમ હોવાથી શહેરને આ 2 દિવસ એક ટાઇમ ઓછા દબાણે પાણી મળશે.
જેથી શહેરીજનોએ પાણીનો ઉપયોગ કરકસૂરયુક્ત કરવા અને બગાડ નહીં કરવા,બચાવ કરવા તેમજ બે દિવસ સાથ અને સહકાર આપવા નગરજનોને વિનંતી કરવામાં આવી છે.
નગરવાસીઓને સમયસર અને પૂરતા પ્રમાણમાં અને તે પણ પૂરતા દબાણથી પાણી મળે તે માટેની નગરપાલિકાના સત્તાધીશો શક્ય તેટલી વહેલી ઝડપભેર કામગીરી પૂર્ણ થાય તે માટે પ્રયાસ કરી રહ્યા છે.
શહેરીજનોને અગવડ ન પડે તે હેતુથી જ એક ટાઇમ પાણી આપવાની વ્યવસ્થા પણ ઉભી કરાઇ છે. બે દિવસમાં રિપેરીંગ કાર્ય પૂર્ણ કરી રાબેતા મુજબ પાણી વ્યવસ્થા શરૂ કરાશે. તેવું નવસારી વિજલપોર નગરપાલિકાના વોટરવર્કસ ચેરમેન પ્રશાંત દેસાઈ જણાવી રહ્યા છે.