Breaking News: સી.એમ ભૂપેન્દ્ર પટેલને દિલ્હીનું તેડું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથે કરશે બેઠક, આજે દિલ્હીમાં ગુજરાત ભાજપના સાંસદોની પણ બેઠક

Breaking News: સી.એમ ભૂપેન્દ્ર પટેલને દિલ્હીનું તેડું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથે કરશે બેઠક, આજે દિલ્હીમાં ગુજરાત ભાજપના સાંસદોની પણ બેઠક

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને દિલ્હીનું તેડુ આવ્યું છે જેના પગલે CM આજે બપોર બાદ દિલ્હી જવા રાવના થશે. દિલ્હીમા  વડાપ્રધાના સાથે 6-30 કલાકે ખાસ બેઠક યોજાશે. આ બેઠકમાં ગુજરાત અંગે ચર્ચા કરવામાં આવશે. બેઠકમાં સંગઠન મહામંત્રી રત્નાકર તથા પ્રદેશ પ્રમુખ અને નવસારીના સાંસદ સી.આર. પાટીલ હાજર રહેશે.

દિલ્હીના ગરવી  ગુજરાત ભવનમાં સાંસદોની બેઠક બાદ તમામ સાંસદો ને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નિવાસ્થાને પહોંચવા સૂચના પણ આપવામાં આવી છે.નોંધનીય છે કે લોકસભા ચૂંટણી ને લઈને ગુજરાત ની 26 બેઠકો માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આ પ્રથમ બેઠક છે.

ગુજરાત ભાજપના સાંસદોને પણ દિલ્લીનું તેડું

આજેગુજરાત ભાજપના તમામ સાંસદોની  દિલ્હીમાં  સાંજે 4:30 વાગે મહત્વપૂર્ણ બેઠક યોજાશે. ગરવી ગુજરાત ભવન ખાતે આ મહત્વની બેઠક યોજાશે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલની અધ્યક્ષતામાં સાંસદો સાથે બેઠક યોજાશે. બેઠકમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ હાજર રહેવાના છે.કેટલાક સાંસદોને મહત્વપૂર્ણ જવાબદારી સોંપાય તેવી શક્યતા છે.

લોકસભાની ચૂંટણીને લઇને ભાજપ અત્યારથી જ સજ્જ થઇ ગયું છે. ગુજરાતના ભાજપના સાંસદોને આજે દિલ્હી બોલાવવામાં આવ્યા છે. જેમાં ગુજરાત ભાજપના તમામ 26 સાંસદોને તેમજ રાજ્યસભાના આઠ સાંસદોને બોલાવવવામાં આવ્યા છે. આજની આ બેઠકમાં લોકસભા ચૂંટણી અંગે પણ મહત્વની ચર્ચા થશે. કેટલાક સાંસદોને મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી શકે છે.

ગત લોકસભાની ચૂંટણીમાં ભાજપે ગુજરાતમાં તમામ 26 બેઠક ઉપર જીત મેળવી હતી . આ જીત યથાવત્ રાખવા અંગે બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. તેની સાથે જ ભાજપ પ્રદેશ પ્રમુખ દ્વારા કહેવામાં આવ્યું હતું કે 26 બેઠકમાં અત્યાર સુધીમાં હાઇએસ્ટ માર્જીનથી કેવી રીતે જીતવું તેને લઇને આ બેઠકમાં ચર્ચા થઈ શકે છે.

 

 

Related post

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી જીજીભોયના હસ્તે લોકાર્પણ કરાયુ

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી…

નવસારીના જમશેદ બાગ, રામા મહોલ્લો અને પાંચહાટડી ખાતે આવેલી ૧૭૩ વર્ષ પૌરાણિક પ્રાચીન ‘ડાવેજર લેડી આવાબાઈ જમશેદજી જીજીભોય અગિયારી’નું તેની મૂળ…
રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ નિષ્ણાંત તબીબોનું અભિવાદન કરાશે

રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ…

રોટરી આઈ હોસ્પીટલની સુવર્ણ જયંતિ પ્રવેશે ચક્ષુ નિષ્ણાંત તબીબોનો કુંભમેળો યોજાશે નવસારીની રોટરી આઈ હોસ્પિટલ તેની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થવાના…
નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા અપીલ

નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા…

રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટના ઉપક્રમે યોજાયેલી મહારેલીમાં ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ,મેયર અશોકભાઈ ધોરાજીયા સહિત સેવા સંસ્થાઓના આગેવાનો જોડાયા નવસારી: રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *