સુરત જિલ્લાના ઉત્રાણ પાવર હાઉસમાં 72 પિલર ધરાવતો 85 મીટરનો ટાવર ટાવરને કન્ટ્રોલ બ્લાસ્ટ કરી તોડી પાડવામાં આવ્યો છે : માત્ર 7 સેકન્ડમાં આ કુલિંગ ટાવર કડડભૂસ થઈ ગયો
- Local News
- March 21, 2023
- No Comment
સુરતમાં આવેલ આજે ઉત્રાણ પાવર હાઉસમાં આવેલ એક ટાવરને કન્ટ્રોલ બ્લાસ્ટ કરી તોડી પાડવામાં આવી છે. જેમાં પાવર હાઉસની ચીમનીને કન્ટ્રોલ બ્લાસ્ટ કરી ધરાશાયી કરવામાં આવી છે. જે માત્ર 7 સેકન્ડમાં આ કુલિંગ હાઉસને તોડી પાડવામાં આવી છે. જેમાં ઉત્રાણ પાવર સ્ટેશનમાં કુલ 375 અને 135 મેગા વોટના બે પ્લાન્ટ ચાલી રહ્યાં છે જેમા 135 મેગા વોટ પ્લાન્ટ જુનો 30 વર્ષી પ્લાન્ટ ધરાશાય કરાયો હતો.

કેન્દ્ર સરકારની ગાઈડ લાઈન મુજબ વર્ષો પછી જુના પ્લાન્ટને તોડવો પડે છે. આજે કુલીંગ ટાવરને કન્ટ્રોલ બ્લાસ્ટ કરી તોડી પાડવામાં આવ્યો છે.કન્ટ્રોલ બ્લાસ્ટની કામગીરી પુર્ણ થતા આશરે 30 થી 40 મીનીટનો સમય લાગ્યો હતો. બ્લાસ્ટીંગ ટાઈમ માત્ર 7 ટાવર કડડભુસ થઈ ગયો હતો.
આજુબાજુમાં રહેતા લોકોએઘરના બારી દરવાજા બંધ રાખ્યા
જેમાં આજુબાજુના વિસ્તારમાં આવેલ સોસાયટીના લોકોને કુલીંગ ટાવર તોડવાની કામગીરીને લઈ નોટીસ આપી સલામતી રાખવા સૂચન આપી દેવામાં આવ્યું હતી. ઉત્રાણ સ્થિત આ ટાવર 85 મીટર ઊંચો છે ટાવર RCC કુલિંગ ટાવરને પણ કન્ટ્રોલ બ્લાસ્ટ દ્વારા તોડી પડાયો છે. 50 મીટરના વિસ્તારમાં જ ધુળની ડમરી ઉડી હતી. પાંચ-દસ મીનીટ માટે વંટોળીયા જેવુ હવાનું દબાણ સર્જાયુ હતુ. ધુળની ડમરી ઉડવાથી આજુબાજુમાં રહેતા લોકોએ ઘરના બારી દરવાજા બંધ રાખ્યા હતા.

સુરતના ઉતરાણમાં આજે 85 મીટર ઊચા પાવર હાઉસના ટાવરને ધ્વસ્ત કરાયો. આ ટાવર 30 વર્ષ જૂનો અને 70 મીટર પહોળો હતો. ડાયનામાઈટથી બ્લાસ્ટ કરીને ટાવર તોડી પાડવામાં આવ્યો. બ્લાસ્ટ માટે 250 કિલો ટાયમાનાઈટનો વપરાશ કરવામાં આવ્યો. કંટ્રોલ બ્લાસ્ટિંગ ઇમ્પોઝન ટેકનિકથી બ્લાસ્ટ કરીને ટાવરને જમીનદોસ્ત કરાયો. આ ટાવર 2017માં ભંગાર જાહેર કર્યા હતો.

કુલિંગ ટાવરના માટે એક ચોક્કસ સમય મર્યાદા નક્કી કરવામાં આવે છે. નિર્માણ બાદ 30થી 35 વર્ષ બાદ ટાવરને ધ્વસ્ત કરવામાં આવે છે. ત્યારે સુરત શહેરના ઉત્રાણ ખાતે આવેલા વર્ષ 1993માં બનાવાયો હતો. કુલિંગ ટાવરના 2017માં 24 વર્ષ પૂર્ણ થયા હતા. જેથી કેન્દ્ર સરકારે આ ધ્વસ્ત કરવાનો નિર્ણય લીધો હતો.

વર્ષ 1993માં બનાવવામાં આવેલ આ પ્લાન્ટમાં 135 મેગા વોટ વીજળીનું ઉત્પાદન કરવામાં આવતું હતું. વર્ષ 2017માં આ ટાવરના રાષ્ટ્રીય સ્તરે ચર્ચા કરીને આ પ્લાન્ટને ડિમોલિશ કરવાની પરવાનગી લેવામાં આવી હતી. સપ્ટેમ્બર 2021માં આ પ્લાન્ટના ડિમોલિશનની કામગીરી શરૂ કરાઈ હતી. સર્વ પ્રથમ આ પ્લાન્ટમાંથી બોઇલરને દૂર કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ વીજળી ઉત્પન્ન કરતા ટર્બાઇનને પણ દૂર કરવાની કામગીરી કરી દેવામાં આવી છે. હવે આ પ્લાન્ટનાં કુલિંગ ટાવરને ધ્વસ્ત કરવામાં આવ્યો છે.
એક પિલરમાં 20 જેટલા હોલ પાડવામાં આવ્યા હતા.કુલિંગ ટાવરને બ્લાસ્ટ કરી આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી તોડી પાડવામાં આવ્યો છે. એક્સપ્લોઝિવ બ્લાસ્ટ ટેક્નોલોજીની મદદથી આ ટાવર તોડી પાડવામાં આવ્યો છે.