
રામકથા નિમિત્તે યોજાયેલી પત્રકાર પરિષદમાં મુખ્ય યજમાન પ્રેમચંદભાઈ લાલવાણી જણાવે છે કે આ કથા નિસ્વાર્થ ભાવે ભાવિકોને સમર્પિત કરેલ છે
- Local News
- March 21, 2023
- No Comment
નવસારીના લુન્સીકુઈ મેદાન ખાતે રામ કથાનો પ્રારંભ આવતીકાલ ૨૨ માર્ચ, સાંજના ૪ કલાકે નવસારીના લૂન્સીકૂઈ ગ્રાઉન્ડ ખાતે થશે. ૨૩ માર્ચથી ૩૦ માર્ચ દરમિયાન સવારના ૧૦ કલાકથી બપોરના ૧-૩૦ સુધી કથાગાનનો સમય રહેશે. આસ્થા ટીવી તેમ જ યુટ્યૂબનાં માધ્યમથી કથાનું લાઇવ પ્રસારણ માણી શકાશે.
ગરમીથી રાહત અર્થે રામકથામાં 15,000 જેટલા શ્રોતાઓ બેસી શકે તેવા કેપેસિટી વાળા એસી ડોમ ઉભો કરવામાં આવ્યો છે. નવસારી શહેરના લુન્સીકુઈ ગ્રાઉન્ડ ખાતે વિશાલ ડોમમાં આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
આ રામકથા દરમ્યાન 2500 થી વધુ સ્વયંસેવકો આ કથામાં સેવા આપશે. રામકથા સાંભળવા આવનાર દરેક વ્યક્તિ માટે સ્ટેશન અથવા એક ચોક્કસ પોઇન્ટથી કથાસ્થળ સુધી આવવા જવાની વ્યવસ્થા યજમાન લાલવાણી પરિવાર દ્વારા કરવામાં આવી છે. આ રામ કથા દરમ્યાન જ રામજી મંદિર ખાતે નિશુલ્ક મહાપ્રસાદ ની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ ભોજનાલયમાં નવસારી શહેર સહિત આજુબાજુના વિસ્તારોમાંથી વિવિધ મહિલા મંડળની 1600 જેટલી મહિલાઓ પ્રસાદ આપશે. પૂ. મોરારીબાપુની નવસારીમાં આયોજિત કથા 914 મી છે.
બાપુ ના રહેઠાણની વ્યવસ્થા કછોલમાં આવેલા ફાર્મ હાઉસ ખાતે કરવામાં આવી છે. રામકથા સ્થળથી 500 મીટરનાં અંતરે 6 વિસ્તારોમાં પાર્કિંગની વ્યવસ્થા નું આયોજન થયું છે જેમાં 2400 થી વધુ કાર પાર્ક થઈ શકશે. આ રામકથા દરમિયાન નવસારીની વિવિધ સામાજિક સંસ્થાઓ પણ સહભાગી થઇ છે.
કૌશલ્યાબેન પરભૂમલ લાલવાણી ચેરીટેબલ ટ્રસ્ટ નવસારી હેઠળ આ કથા યોજાઇ રહી છે.નવસારી ખાતે શ્રી રામકથા મંડપમાં એક પત્રકાર પરિષદ રામકથા બાબતે યોજાઈ હતી આ પત્રકાર પરિષદમાં ધારાસભ્ય શ્રી રાકેશ દેસાઈ જિલ્લાના સેવાભાવી આગેવાન અશોક ધોરાજીયા રામકથા સમિતિના પ્રમુખ મહેશભાઈ પટેલ રામકથા સમિતિના યજમાન પ્રેમચંદભાઈ લાલવાણી તથા શંકરભાઈ લાલવાણી સુરતના બાબુભાઈ જીરાવાલા સેવાભાવી આચાર્ય ડોક્ટર ધર્મવીર ગુર્જર માધવીબેન શાહ મંચસ્થ રહ્યા હતા.
કાર્યક્રમનું જિલ્લા આગેવાન અશોકભાઈ ધોરાજી એ જણાવ્યું હતું કે પ્રેમ ભાઈ ની સમાજસેવા હંમેશા નિસ્વાર્થ રહી છે રામરોટી હોય કે વીરવાળી હનુમાનજી ક્યા આંગણે આવેલો કોઈ દુઃખી માણસ એમણે હંમેશા માનવ ધર્મને અને માનવતાને ટોચની અગ્રતા આપી છે.
મુખ્ય યજમાન હેમચંદભાઈ લાલવાણીએ જણાવ્યું હતું કે પૂજ્ય બાપુની નવસારીમાં આ પાંચમી વાર ની કથા અને અમારા પરિવારનું સદભાગ્ય કે અમને આ કથા મળી અને આ કથા ભાવિકોને અને નવસારીને નિસ્વાર્થ ભાવે સમર્પિત છે સૌ કથાનો લાભ લેવા સાથે મહાપ્રસાદ નો પણ લાભ લેવા પણ જણાવાયું હતું.
ધારાસભ્ય રાકેશ દેસાઈએ જણાવ્યું હતું કે એક જ પરિવાર આવું વિરાટ કાર્ય ઉપાડી લે અને તેમાં હજારો માનવીઓ માટે મહાપ્રસાદની પણ વ્યવસ્થા કરે એવું નવસારીમાં પ્રથમવાર બનવા જઈ રહ્યું છે આવો સુંદર ઇતિહાસ રચાઈ રહ્યો છે ત્યારે સરકારના પ્રતિનિધિ તરીકે તમામ રીતે અમે આરામ કથાના આયોજનની પડખે છે અને લાલ વાણી પરિવારને અભિનંદન આપું છું.
બાબુભાઈ જીરાવાલા એ પણ પ્રાથમિક માહિતી આપી હતી .