દર્દીના શરીરમાં રક્તકણોનું પ્રમાણ જાળવી રાખવા માટે વલસાડ જિલ્લામાં ૧૨ સ્થળે સેલ કાઉન્ટર મશીન મુકાયા

દર્દીના શરીરમાં રક્તકણોનું પ્રમાણ જાળવી રાખવા માટે વલસાડ જિલ્લામાં ૧૨ સ્થળે સેલ કાઉન્ટર મશીન મુકાયા

જો વ્યક્તિનાં શરીરમાં રક્ત કણોનું પ્રમાણ ઘટી ગયું હોય અથવા તો કોઇ કણો વધી કે ઘટી ગયા હોય તો દર્દીને સમયસર સારવાર મળવાથી ફરી તંદુરસ્ત જીવન જીવી શકે છે. જેથી દર્દીનાં લોહીમાં રક્ત કણ, શ્વેત કણ અને ત્રાકકણનું પ્રમાણ જાણી શકાય તે માટે વલસાડ જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ, વાપી સહિત કુલ ૧૨ સ્થળે ૧૨ સેલ કાઉન્ટર મશીન કાર્યરત કરવામાં આવ્યા છે.

 

વલસાડ જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનીષ ગુરવાની અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.કિરણ પટેલે વલસાડ તાલુકાના ધરાસણા ગામમાં આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મુકવામાં આવેલા સેલ કાઉન્ટર મશીનનું નિરીક્ષણ કરી જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ પોતાની તપાસ કરાવી જાહેર જનતા માટે ખુલ્લુ મૂકયું હતું.

વલસાડ જિલ્લામાં હાલ ૧૨ સેલ કાઉન્ટર મશીનો વલસાડ વિભાગની દક્ષિણ ગુજરાત વીજ કંપની તરફથી આપવામાં આવ્યા છે. જે તમામ સેલ કાઉન્ટર મશીનો કાર્યરત કરવામાં આવ્યા છે,

 

DGVCLના CSR ફંડની ચાલુ નાંણાકિય વર્ષની ગ્રાંન્ટમાંથી એક સેલ કાઉન્ટર મશીનની કિંમત રૂ. ૩,૦૪,૯૩૫ લેખે ૧૨ સેલ કાઉન્ટર મશીનોની કુલ કિંમત રૂ. ૩૬,૫૯,૨૧૫ની ખરીદી કરી સરકારી દવાખાનાઓમાં દર્દીઓની તપાસ માટે લગાવી કાર્યરત કરવામાં આવ્યા છે. આ પ્રસંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા જિલ્લા વિકાસ અધિકારી મનીષ ગુરવાની અને વલસાડ DGVCL શાખાનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

વલસાડ જિલ્લામાં કઈ-કઈ ૧૨ જગ્યાએ મશીનો મુકાયા

૧. વલસાડ તાલુકામાં ધરાસણા અને હરિયા ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં, ૨. પારડી તાલુકામાં ઓરવાડ ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને રોહિણા ગામના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં, ૩. વાપી તાલુકામાં સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ, વાપી અને છીરીના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમા, ૪. ધરમપુર તાલુકામાં પિંડવળના સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને સિદુમ્બરના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ૫. કપરાડા તાલુકામાં સુખાલા અને માંડવા ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં તેમજ ઉમરગામ તાલુકામાં ભિલાડના સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને સંજાણના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સેલ કાઉન્ટર મશીન મુકવામાં આવ્યા છે.

૩૬.૫૯ લાખના ખર્ચે ૧૨ સેલ કાઉન્ટર મશીન દ. ગુ.વીજ કંપનીએ સીએસઆર ફંડમાંથી આપ્યા

 

Related post

SIR મુદ્દે ભાજપનો કોંગ્રેસ પર પ્રહાર:‘બંધારણીય સંસ્થાઓને બદનામ કરી જનતાને ગેરમાર્ગે દોરે છે

SIR મુદ્દે ભાજપનો કોંગ્રેસ પર પ્રહાર:‘બંધારણીય સંસ્થાઓને બદનામ કરી…

SIR અને ચૂંટણી પંચના મુદ્દે ભાજપનો કોંગ્રેસ પર પ્રહાર, ‘બંધારણીય સંસ્થાઓને બદનામ કરી જનતાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ’ હોવાનો ભાજપનો આક્ષેપ SIR…
૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી જીજીભોયના હસ્તે લોકાર્પણ કરાયુ

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી…

નવસારીના જમશેદ બાગ, રામા મહોલ્લો અને પાંચહાટડી ખાતે આવેલી ૧૭૩ વર્ષ પૌરાણિક પ્રાચીન ‘ડાવેજર લેડી આવાબાઈ જમશેદજી જીજીભોય અગિયારી’નું તેની મૂળ…
રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ નિષ્ણાંત તબીબોનું અભિવાદન કરાશે

રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ…

રોટરી આઈ હોસ્પીટલની સુવર્ણ જયંતિ પ્રવેશે ચક્ષુ નિષ્ણાંત તબીબોનો કુંભમેળો યોજાશે નવસારીની રોટરી આઈ હોસ્પિટલ તેની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થવાના…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *