
“દક્ષિણા નહીં દુઆ જ” મોરારીબાપુ રામ કથાના એક પણ રૂપિયો સ્વીકારતા નથી
- Uncategorized
- April 5, 2023
- No Comment
પુ.મોરારીબાપુએ પોતાની જીવન પ્રસંગોની કથાને વર્ણવતાં એકવાર કહ્યું હતું કે જ્યારે જ્યારે મારી જરૂરિયાતો હતી ત્યારે પણ મારો હાથ સંકોચાયો નથી. એટલું જ નહીં પારમાર્થિક પ્રવૃત્તિમાં હંમેશા હૃદય પહેલો અવાજ કરતું રહ્યું છે. જ્યારે શરૂઆતના તબક્કામાં રૂપિયાનું મૂલ્ય ગાડાના પૈડા જેવું હતું ત્યારે મોરારીબાપુ કથા કરી પરત ફરતાં ત્યારે સાવ સામાન્ય રકમ ઘરે લઈને આવતાં.મહુવા સુધી બસમાં આવે, પછી ઘોડાગાડી ભાડે કરી તલગાજરડા આવતા.પણ રસ્તામાં મળતાં કોઈ જરુરીયાત મંદને આપ્યા પછી વધે તો તે આપણું.
મેં મારા સાથી સહાયક તરીકે કામ કરતાં, સેવા આપતાં સાથીઓને કદી નારાજ કર્યા નથી.બાપુ પોતાની ખુલ્લી કિતાબ જેવું જીવન હંમેશા ગાતાં રહ્યાં છે. તેથી સૌને ખબર હોય કે કથાની દક્ષિણારૂપે બાપુને શું પુરસ્કાર મળ્યો ? આખરે બધાંને રાજી કરતાં કરતાં ઘર સુધી કેટલી રકમ પહોંચી..!?
મોરારીબાપુ ૧૯૭૫થી લગભગ આફ્રિકાની નૈરોબી કથાથી આ પ્રકારની દક્ષિણા ન લેવાનો મનોરથ જાહેર કર્યો. પછી સતત તેને અનુસરતાં રહ્યાં.સમયાંતરે પછીથી બાપુએ આવી દક્ષિણા ગુરુપૂર્ણિમાના દિવસે લેવાનું નક્કી કરેલું પરંતુ ત્યારે પણ પોતાની જરૂરિયાત કરતાં વધુ રકમ મળવાં લાગતાં તે દિવસે જ પણ કોઈ રકમ ન સ્વીકારવાનો સંકલ્પ જાહેર કરીને તેમણે એક એવી ઊંચાઈ પ્રાપ્ત કરી છે જે “ન ભૂતો ન ભવિષ્યતિ”એવાં કોઈ કથાકારો કે સંતો અથવા ધાર્મિક જગતના શીર્ષ નેતૃત્વમાં પાસે આ પ્રકારની વૃત્તિ જાેવાં મળી હોય..!!?
કોઈ બાપુની દક્ષિણા અંગે કે પછી કથાની પ્રવૃત્તિ અંગેની અને કપોળ કલ્પનાઓ ચર્ચાના ચોતરે રમતી રાખે છે. પરંતુ તે સત્યથી ઘણી દૂર હોય છે.બાપુએ આરોગ્યાલયો, શિક્ષણાલયો, ગૌસેવાલયો અને સમાજસેવાલયો માટે પોતાનો હાથ જરૂર લાંબો કર્યો હશે. પરંતુ તે દક્ષિણા માટેનો નહીં પણ માનવસમાજની, જીવમાત્રની દુઆઓ, આશિર્વાદ મેળવવા માટેનો હોય છે.
આજેય આ અમુલ્ય વિરાસત સૌ માટે કરુણાંના અશ્રુબિંદુઓ લઈ સૌ કોઈ માટે હાથ ફેલાવી ઉભી છે.જય હો..જય..હો.તેમની સદા સવૅદા માલમી ગંગધારાને…!!!