
અગ્નિ વીર યોજના રાષ્ટ્રપ્રેમ અને કારકિર્દીના ઘડતરમાં ચિરાયું બની રહેશે:નવસારીના સપૂત અને એર માર્શલ પ્રકાશ ખંડુભાઈ દેસાઈ
- Local News
- April 5, 2023
- No Comment
નવસારી જિલ્લા માજી સૈનિક વેલ્ફેર એસોસિએશન નવસારી જિલ્લા પોલીસ નેહરુ યુવા કેન્દ્ર અને ચાણક્ય એકેડમી ના સંયુક્ત ઉપક્રમે અગ્નિવીર સૈનિકો ની ભરતી અંગે ઉમદા માર્ગદર્શન સેમિનાર યોજાયો
નવસારીના પનોતા એવા ડોક્ટર ખંડુભાઈ દેસાઈના પુત્ર રાષ્ટ્રની સેવા માટે હવાઈદળમાં જોડાઈને રાષ્ટ્રના સર્વોચ્ચ બીજા હોદ્દા એવા એર માર્શલ તરીકે પહોંચ્યા હતા તેમણે આજે અગ્નિવિરોના માર્ગદર્શક શિબિરમાં આ શિબિરના આયોજક પ્રમુખ જયંતીભાઈ નાયક અને ટીમને બિરદાવતા જણાવ્યું કે અગ્નિ વીર સૈનિક તરીકેની ભરતી રાષ્ટ્રપ્રેમની ભાવના સાથે સાથે લાંબા રોજગાર માટે નિર્ણાયક બની રહેશે અને રાષ્ટ્રની સેવા ભાવનાને પણ બળવત્તર બનાવશે.
હું જ્યારે એરફોર્સમાં જોડાયા ત્યારે મારા પંજાબી મિત્રએ કહ્યું કે પંજાબ માંથી ગામેગામ લશ્કરમાં રણજીતસિંહ આવે છે જ્યારે ગુજરાતમાંથી કોઈ આવતું નથી તમે બધા ગુજરાતીઓ તો રણછોડદાસ છો આમ હાસ્યનું મોજુ સભામાં ફરી વળ્યું હતું.
સભામાં પ્રેરક માર્ગદર્શન કર્નલ અમરત મકવાણા આપતા જણાવ્યું કે અગ્નિ યોજના માત્ર ચાર વર્ષની નથી તેમાંથી નીવડેલા સૈનિકોને બોર્ડર સિક્યુરિટી ફોર્સ તથા સૈન્યના તમામ વિભાગોમાં 10% અનામત રાખવામાં આવશે. આ ઉપરાંત જે તે રાજ્ય સરકારો પણ રાજ્યના પોલીસ દળમાં ભરતી કરશે અને કોર્પોરેટ કંપનીઓ પણ આવા યુવાનોને કાયમી રોજગારની તક આપશે. અવનવીર યોજનામાં જીવનભરના લાભ સરકાર દ્વારા આયોજિત થયા છે. યુવાનોના પ્રશ્નોના સમાધાન માટે જેમાં અગ્નિવીર યોજનામાં 4 વર્ષ
દરમિયાન કેટલો પગાર મળશે, એમાંથી બચત અને વ્યાજ સાથે 4 વર્ષને અંતે 11.71 લાખ રૂપિયા જેવી માતબર રકમ મળશે. સાથે જ કાર્ય દરમિયાન શહીદ થાય તો સરકાર દ્વારા 38 લાખ રૂપિયા અને ગુજરાત સરકાર દ્વારા 1 કરોડ રૂપિયાની સહાય મળશે.
જેની સાથે જ 25 ટકાને સેનામાં ભરતી સાથે બાકીના 75 ટકાને માટે સેનાના વિવિધ વિભાગોમાં 10 ટકા અનામત વિશેની માહિતી આપી હતી. 17 વર્ષે અગ્નિવીરમાં જોડાતો નવયુવાન 21 વર્ષ બાદ પોતાના ભવિષ્ય અને પરિવારની ચિંતા નહીં પણ સંતોષકારક
જવાબ મેળવતા ઉત્સાહભેર અગ્નિવીરમાં જોડાવા
તૈયાર થયા છે.આ ઉપરાંત સર્જન દિનેશ પટેલ અને અશોક ચાવડાએ પણ માર્ગદર્શન આપ્યું હતું.
ભારતીય સેનામાં ગુજરાત પાછળ રહેતું હોવાના મહેણા લાગતા રહ્યા છે. ગુજરાતી વેપાર કરી શકે,પણ સેનામાં જવું એમના માટે મુશ્કેલ છે. પરંતુ આજે ગુજરાતના યુવાનો સેનામાં જવા થનગની રહ્યા છે અને પ્રોપર ગ્રાઉન્ડ કે સુવિધા ન મળે તો પણ મજબૂતીથી તૈયારી કરી રહ્યા છે. જેમાં ભારત સરકાર દ્વારા નવલોહિયા યુવાનો માટે જાહેર કરાયેલી અગ્નિવીર યોજનામાં જોડાવા માટે યુવાનો ઉત્સાહી છે. પરંતુ અગ્નિવીર યોજનાને લગતા પ્રશ્નો, વિરોધને કારણે યુવાનો અગ્નિવીરમાં જોડાતા ડરી રહ્યા છે.
ધારાસભ્ય રાકેશ દેસાઈ દ્વારા નવસારીની જનતા અને સંસ્થાઓની પ્રત્યે મારી કટિબદ્ધતા દાખવવા સાથે નવસારી જિલ્લો સર્વ શ્રેષ્ઠ બની રહે સર્વાંગી બની રહે તે જોવા માટે એક જાગૃત ધારાસભ્ય તરીકે મારી કામગીરી સતત રહેશે ધારાસભ્ય તો આજે છું પણ અદના કાર્યકર તરીકે મારું પ્રદાન જીવનભર રહેશે આ અગ્નિ વીર માર્ગદર્શક સેમિનારને તમામ શુભકામનાઓ પાઠવું છું.
જિલ્લા પોલીસ વડા ડો. કરણરાજ વાઘેલા જણાવ્યું કે હું દસ વર્ષ એમબીબીએસ ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરી છે ત્યારબાદ યુપીએસસીની એક્ઝામ પાસ કરી આઇપીએસ બન્યો છું અને હજુ બે દાયકા પોલીસ વિભાગમાં જુદા જુદા પદો પરથી મારી સેવાઓ આપતો રહીશ અગ્નિ વીર યોજનાથી જીવનમાં કોઈ અલ્પવિરામ નથી.
જીવન વિપુલ તકોથી ભરેલું છે જીવન હંમેશા દરેક ડગલેને પગલે અલ્પવિરામ છે અને તમારી આવડત અને કૌશલ્ય અને પરિશ્રમ તમને જુદી જુદી રાષ્ટ્રની યોજનાઓમાં નિમણૂક આપશે તેમ જ કોર્પોરેટ કંપનીને પણ નિવડેલા સુરક્ષા કર્મીઓ અને અધિકારીઓની જરૂર સતત રહેવાની છે અગ્નિવર યોજના રાષ્ટ્રપ્રેમ સાથે રોજગારનો રામબાણ ઈલાજ સાબિત થશે.
ધરતીપુત્ર અને નવસારી બાગાયત મંડળીના પ્રમુખ અમિત પટેલે જણાવ્યું કે જવાન અને કિસાન જાગતો રહે ત્યારે જ દેશની સુરક્ષા અને અન્ન મળી રહે છે આમાં વિજ્ઞાન ઉમેરાય ત્યારે ભારત સશક્ત મહા સત્તા તરીકે ઉભરીને રહેશે.
આરંભે રાજેશ શર્મા દ્વારા આવકાર પ્રવચન પ્રથમ માજી સૈનિક મગનભાઈ આહીર,ભાવસાર ભાઈ તથા કર્નલ બીજે શાહ પ્રાસંગિક શુભકામના વ્યક્ત કરી હતી નહેરુ યુવા કેન્દ્રના સંચાલિકા વર્ષાબેન દ્વારા પ્રાસંગિક પ્રતિભાવ અને નવસારી માજી સૈનિક વેલ્ફેર એસોસિએશનના પ્રમુખ જયંતીભાઈ નાયક દ્વારા ઋણ સ્વીકાર થયો હતો.