નવસારી મેનેજમેન્ટ એસોસીએશન દશાબ્દી મહોત્સવ પર્વે એચએલ.એજીનિયરીંગનાં વડા હિમાંશુ પટેલ બિઝનેશ લીંડર પારિતોષિકથી વિભૂષિત થયા
- Local News
- April 6, 2023
- No Comment
નવસારી મેનેજમેન્ટ એસોસીએશન દશાબ્દીનાં દશ વર્ષોમાં ૩૧૬ કાર્યક્રમો દ્વારા ૬૦ હજારથી વધુ કાર્યક્રમો દ્વારા વ્યકિતઓને પરિશ્રમ, સજ્જતા, ઉદ્યોગ માટે પ્રેરણા આપી છે
નવસારી મેનેજમેન્ટ એસોસીએશન સ્થાપના કાળથી આજે ૨૦૨૩માં દશાબ્દી વર્ષમાં પ્રવેશી છે. આ સંગઠનની સ્થાપના સર્વશ્રી લલિત પંડયા, હાર્દિક નાયક, જીગ્નેશ દેસાઈ (એન.જે) અને ડો.દિનેશ જોષી (બીકોન) દ્વારા શરૂ થવા માટે દશ વર્ષ ૩૧૬ સર્વાંગી વિકાસનાં કાર્યક્રમો સાથે નવસા૨ીને રાષ્ટ્રીય ફલક પર સ્વાવલંબી બનો, ટેકનોલોજી સજ્જ બનો, રોજગાર મેળવો રોજગાર આપો એમ નિરંતર કાર્યક્રમો આપી સુરત અને વાપી ક્ષેત્રને પણ પ્રેરણા આપી છે.

સને ૨૦૨૩નો બિઝનેસ લીડરશીપ એવોર્ડ નવસારીનાં વતની અને જુના જમાનાનાં પી.એચ.ડી. એવા મતિયા પાટીદાર ખેડૂત દંપતિ ડો.ખુશાલભાઈ પટેલ અને યશસ્વતીબેન કે. પટેલનાં પુત્ર એચ.એલ.એંજીનિયરીંગ કંપનીનાં મેનેજીંગ ડાયરેકટર હિમાંશુ કે. પટેલને પારિતોષિકથી વિભૂષિત કર્યા છે.
નવસારીનાં સમસ્ત લેઉવા પાટીદાર સમાજ વાડી ખાતેનાં શાનદાર કાર્યક્રમમાં આરંભે પ્રમુખ લલિત પંડ્યા દ્વારા આવકાર અને ઓલ ઈન્ડિયા મેનેજમેન્ટ એસોસીએશનનાં પ્રમુખ એવા ગોવાનીઝ શ્રીનિવાસ ડેમ્પો તથા ઉદ્યોગપતિ હિમાંશુ પટેલ, સ્થાપક પ્રમુખ ડો.દિનેશ જોષી અને એન.જે.ગ્રુપનાં જીગ્નેશ દેસાઈ સ્વાગતથી થયું હતું.
ભૂતપૂર્વ પ્રમુખ અને એનએમએનાં ચાલક બળ હાર્દિક નાયકે એચ.એલ.એંજીનિયરીંગ એટલે નવસારીનાં પનોતા પુત્ર ખુશાલદાદાની બીજી પેઢી હિમાંશું, નિલેષ, શરદ અને ત્રીજી પેઢી હર્ષ, આલાપ વિગેરે વધુ સજ્જ થઈ આંતરરાષ્ટ્રીય ફલકે પોતાની ઔદ્યોગિક ક્ષમતા, તાંત્રિક સજ્જતા સાધી 3000 પરિવારોને રોજગાર પુરો પાડી વિશ્વ ફલકે પહોંચી છે.

એન.જે.ગ્રુપનાં જીગ્નેશ દેસાઈ, બીકોન નાં ડો.દિનેશ જોશી, શ્રુતિબેન શાહ દ્વારા પ્રાસંગિક ભૂમિકા બાદ સન્માનપત્ર વાંચન નવસારીનાં ઉદ્યોગપતિ સામાજીક કાર્યકર પરેશ રાઠોડ દ્વારા અને તાળીઓના ગડગડાટ વચ્ચે એચ.એલ.ઈ. પરિવારનાં હિમાંશું પટેલ નિલેશ પટેલ, હર્ષ પટેલ, આલાપ પટેલ, જયેશ શાહ (કાલિયાવાડી)ને પારિતોષિક ઓલ ઈન્ડિયા પ્રેસીડેન્ટ નિવાસ ડેમ્પો અને મંચસ્થ મહાનુભાવોએ અર્પણ કર્યુ હતું.
હિમાંશું પટેલ પોતાની કંપની ગ્રુપા પા પગલીથી આજે ૧૪૦૦ રૂા. ટર્ન ઓવર કરવા સાથે ખેતરો,બાવળીયાની વચ્ચે મરોલી નજીકથી જર્મની, સેલવાસ, દહેજ અને મરોલી ફેકટીરીઓનું સંચાલન કરવા સાથે ભારતને વૈશ્વિક ફલકે લઈ જવાના તમામ આધુનિક, તાંત્રિક અને વૈશ્વિક સજ્જતા સાથેનું ઉત્પાદન પ્રદાન કરે છે.

ઓલ ઈન્ડિયા મેનેજમેન્ટ એસો. પ્રમુખ નિવાસ ડેમ્પોએ પોતાની આગવી શૈલીમાં ગુજરાતની માટીની સુગંધ શ્વાસ ભરી છે. નવસારી મેનેજમેન્ટ એસો. ભારત સ્તરનું સર્વોચ્ચ યુનિટ છે અને અનેક હિમાંશુઓ આગળ આવે રાષ્ટ્રને વિશ્વ ગુરુ બનાવવા પ્રદાન કરે એમ આહવાન કર્યુ હતું.
એચ.એલ.એંજીનિયરીંગ ગ્રુપ નવસારીથી ભારતીય નૌકાદળને પણ સરંજામ પુરો પાડે છે મેનેજીંગ ડીરેકટર હિમાંશુ પટેલ પરિવાર મરોલી, સેલવાસ, દહેજ અને જર્મની માં કંપની ચલાવી વાર્ષિક ૧૪૦૦ કરોડ રૂા,ટર્ન ઓવર કરે છે
