સ્ટેજ ફીઅર દૂર કરવા માટે વલસાડમાં નવરંગ મેગા ટેલેન્ટ શો યોજાયો, ૧૧૦ લોકોએ પ્રતિભાના દર્શન કરાવ્યા

સ્ટેજ ફીઅર દૂર કરવા માટે વલસાડમાં નવરંગ મેગા ટેલેન્ટ શો યોજાયો, ૧૧૦ લોકોએ પ્રતિભાના દર્શન કરાવ્યા

બાળકોથી માંડીને મોટેરાઓએ ફેશન શો, ડાન્સ, નાટક અને સીંગીંગ રજૂ કરી સૌને મંત્રમુગ્ધ કર્યા

બાળકોથી માંડીને મોટેરાઓમાં સ્ટેજ ફીઅર દૂર થાય અને તેઓની સુષુપ્ત શક્તિઓ જાગૃત્ત થાય તેવા શુભ આશય સાથે વલસાડના નવરંગ ડાન્સ એકેડેમી દ્વારા શહેરના મોરારજી દેસાઈ ઓડિટોરીયમમાં તા. ૩૦ એપ્રિલને રવિવારે નવરંગ મેગા ટેલેન્ટ શોનું આયોજન કરવામાં આવ્યુ હતું.

જેમાં બાળકોથી માંડીને મોટેરાઓ મળી કુલ ૧૧૦ લોકોએ રંગમંચ પર ફેશન શો, ડાન્સ, નાટક અને સીંગીંગ રજૂ કરી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. ખીચોખીચ ભરેલા હોલમાં ઉપસ્થિત શ્રોતાઓએ કલાકારોની પ્રતિભાને તાળીઓના ગડગડાટથી વધાવી લઈ પ્રોત્સાહિત કર્યા હતા.

આ પ્રસંગે નવરંગ ડાન્સ એકેડેમીના ડાયરેક્ટર શૈલેષભાઈ જૈને જણાવ્યું કે, દરેક વ્યકિતમાં કોઈને કોઈ કૌશલ્ય- પ્રતિભા હોય જ છે જરૂર છે તો તેને ઓળખવાની અને સાથે તેને યોગ્ય પ્લેટફોર્મ પણ પુરુ પાડવાની. નવરંગ ગૃપ છેલ્લા ૨૩ વર્ષથી વલસાડ અને નવસારી જિલ્લામાં યુવા પ્રતિભાઓને લોકો સમક્ષ રજૂ કરવાનું ઉત્કૃષ્ટ કાર્ય કરી રહ્યું છે.

વર્તમાન સમયમાં યુવાઓમાં નાની નાની વાતમાં આત્મહત્યાનું પ્રમાણ ખૂબ જ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. જેને અટકાવવા માટે ડિવાઈન સારથી ગૃપની રચના કરી છે. આ ગૃપ યુવાઓને શાળા-કોલેજોમાં જઈને તેમજ વિવિધ સમાજના સામાજિક કાર્યક્રમોમાં પણ પહોંચીને માર્ગદર્શન આપશે. સાથે જ યુવાઓને પોતાની ઉજ્જવળ કારકિર્દીના ઘડતર માટે સમજ પુરી પાડશે.

આ કાર્યક્રમમાં બિમલભાઈ શાહ, છાયાબેન શાહ, નિરંજનભાઈ મિસ્ત્રી, બીનાબેન મિસ્ત્રી, શરદભાઈ શાહ, જીનેશભાઈ શાહ, ગીતાબેન દેસાઈ, કુંદનબેન શાહ, શ્રીપાલ જૈન અને નરેન્દ્ર ઠક્કર સહિતના મહાનુભાવો તેમજ મોટી સંખ્યામાં વલસાડ, ધરમપુર અને ચીખલીના નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે નવરંગ ગૃપની ટીમના તમામ સદસ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.

બાળકોમાં વધતા જતા સ્યુસાઈડના બનાવોને અટકાવવા માટે ડિવાઈન સારથી ગૃપની રચના કરાઈ

 

 

Related post

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ અને જનતા વચ્ચેનો વિશ્વાસ મજબૂત, અત્યાધુનિક ડ્રીલ્સ ટેકનોલોજી અને ડ્રોન ટેકનોલોજીનું નિદર્શન કરાયું,37 લાખનો મુદ્દામાલ પરત કરાયો

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ…

સુરત રેન્જ આઈ.જી પ્રેમવીર સિંહે નું આજે નવસારી જિલ્લાના એરુ રોડ પર આવેલા પોલીસ હેડક્વાર્ટર ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન પરેડ યોજી હતી.…
નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે એ.એસ.પી.ઈ.ઈ. કોલેજના હોલમાં “સાયબર ક્રાઈમથી કેવી રીતે સુરક્ષિત રહી શકાય” તે વિષય પર સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો…
મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો ખોરવાયો, યુદ્ધના ધોરણે પુનઃસ્થાપન કાર્યવાહી હાથ ધરાઈ

મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦…

દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો અસરગ્રસ્ત થયા હતા વલસાડ વર્તુળ કચેરીના વિસ્તારમાં તા. ૨૭ અને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *