
નવસારી જીલ્લાના સ્વિમરોએ રાજ્યકક્ષાએ મેડલો મેળવ્યા
- Sports
- July 6, 2024
- No Comment
ગુજરાત સ્ટેટ એક્વેટીક એસોસીએશન દ્વારા અમદાવાદ ખાતે જુદા જુદા વય ગ્રુપનું ગુજરાત સ્ટેટ એક્વેટીક ચેમ્પિયનશીપનું આયોજન થયું હતું જેમાં ગ્રુપ 1 માં સોહમ સુરતી, જેનીશા પટેલ, ગ્રુપ 2 માં પાર્થ પટેલ, જય મોરે એ નવસારી જીલ્લા નું પ્રતિનિધિત્વ કરી સમગ્ર સ્પર્ધા દરમ્યાન સુંદર પ્રદશન કરી સમગ્ર ગુજરાત માં નવસારી જીલ્લા નું નામ રોશન કરેલ છે.
જેમાં સોહમએ 200 મી. ફી સ્ટાઇલ માં ગોલ્ડ મેડલ 100, 400, 800 અને 1500 મી. ફ્રી સ્ટાઈલ માં સીલ્વર મેડલ, પાર્થ પટેલે 100, 200 મી. બ્રેસ્ટ સ્ટ્રોક માં સીલ્વર મેડલ મેળવ્યા છે. આ અનેરી સિદ્ધઓ બદલ નગર પાલિકા તથા એસોસિએશન ના પદાધિકારીઓ, તથા સ્વામીવિવેકાનંદ સ્વીમીંગ પુલ ઇન્ચાર્જે તમામ સ્વિમરો અને એમના કોચ અને મેનેજર કલ્પેશભાઈ સુરતી અને ભરતભાઈ મોરેને અભિનંદન આપી શુભેચ્છાઓ પાઠવી હતી.