
આજે ગણેશ વિસર્જન પર્વને ધ્યાનમાં લઇ નવસારી જિલ્લામાં શોભાયાત્રા રૂટના માર્ગો પર વાહન વ્યવહાર પર પ્રતિબંધ: વાહન ચાલકોએ વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવો
- Local News
- September 17, 2024
- No Comment
નવસારી જિલ્લામાં સાર્વજનિક મંડળો દ્વારા ગણપતિજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવે છે. જે પ્રતિમાઓનું વિસર્જન તા.૧૭/૦૯/૨૦૨૪ ના રોજ કરવામાં આવનાર છે. નવસારી જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં સાર્વજનિક મંડળો ઘ્વારા ગણપતિજીની શોભાયાત્રા રૂપે નીકળી જે તે રૂટ ઉપરથી વિસર્જન કરવા માટે નદીના ઓવારા, તળાવ, દરિયા પર જઇ વિસર્જન કરવામાં આવનાર છે. તા.૧૭ મીના રોજ સવારના ૯-૦૦ કલાકથી ગણપતિ વિસર્જન પૂર્ણ થાય ત્યાં સુધી કોઇ વાહન અકસ્માત ન સર્જાય તેમજ સંવેદનશીલ વિસ્તારોમાં કોઇ અઘટિત ધટના ન સર્જાય અને કાયદો-વ્યવસ્થા તેમજ ટ્રાફિક નિયમન જળવાય તે હેતુસર નવસારી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ કેતન પી.જોષીએ નીચે મુજબના રૂટો ઉપર સવારના ૯-૦૦ કલાકથી ગણપતિ વિસર્જન પુર્ણ થાય ત્યાં સુધી મોટા ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ ફરમાવ્યો છે.
વિસર્જન રૂટ પ્રતિબંધિત માર્ગ કાલિયાવાડી નાકા થી ઝવેરી સડક, વિરાવળ નાકા થઇ કસ્બા ત્રણ રસ્તા સુધી, વૈકલ્પિક માર્ગ તરીકે લુન્સીકુઇ ચાર રસ્તાથી દશેરા ટેકરી, કાલિયાવાડી નાકા, ગ્રીડ, ધારાગીરી, ધોળાપીપળા, કસ્બા થઇ સચીન થઇ સુરતના માર્ગના વાહન ચાલકો ઉપયોગ કરી શકશે. પ્રતિબંધિત માર્ગ સ્ટેશનથી ફુવારા ગોલવાડ, ટાવર, લાયબ્રેરી થઇ જુનાથાણા માટે વૈકલ્પિક માર્ગ રેલ્વે સ્ટેશનથી સાંઢકૂવા ઢાળ, આશા નગર, દુધિયા તળાવ, ઉસ્માની ચીકન સેન્ટર, સિંધી કેમ્પ સર્કલ થઇ કનૈયાલાલ મુન્સી સર્કલ થી સર્કિટ હાઉસ સર્કલ થઇ એલ.સી.બી. ઓફિસ, ઍસ.ટી.ડેપો સુધીના માર્ગનો વાહનચાલકો ઉપયોગ કરી શકશે. સુરત મરોલી ચાર રસ્તાથી નવસારી શહેરમાં આવતા વાહનોઍ પ્રતિબંધ માર્ગને બદલે મરોલી ચાર રસ્તાથી કસ્બા થઇ ધોળાપીપળા થઇ ને.હા.નં-૪૮ થઇ ગ્રીડ ચાર રસ્તા થઇ નવસારી શહેરનો ઉપયોગ કરવો.
નવસારીથી સુરત બારડોલી અને મુંબઇ જવા આવવા માટે વાહનચાલકો લુન્સીકુઇથી દશેરા ટેકરી થઇ કાલિયાવાડી નાકા, ગ્રીડ થઇ સુરત/બારડોલી જવા-આવવાનો ઉપયોગ તેમજ બીલીમોરા, ગણદેવી, ચીખલી, વલસાડ, સાપુતારા તેમજ મુંબઇ જતા આવતા વાહનચાલકો તીઘરા નાકા થઇ ઇંટાળવા થઇ ગણેશ સિસોદ્રા થઇ નેશનલ હાઇવે નં-૪૮ નો ઉપયોગ કરી શકાશે. ગણદેવી ચાર રસ્તા સર્કલ થઇ સરદાર ચોક- બસ સ્ટેન્ડ, રામજી મંદિર, બંધારા વેંગણીયા નદી થઇ બીલીમોરા તરફ જતા વાહનો વૈકલ્પિક માર્ગ ગણદેવી ચાર રસ્તા થી ધનોરી નાકા, સુગર ફેકટરી રોડ થઇ બીલીમોરા તરફ જતો માર્ગનો ઉપયોગ કરવો. વલોટી બ્રહમદેવ મંદિર થઇ બંધારા વેંગણીયા નદી થઇ રામજી મંદિર, બસ સ્ટેન્ડ, સરદાર ચોક, ગણદેવી ચાર રસ્તા સર્કલ થઇ નવસારી તરફ જતા વાહનો માટે વૈકલ્પિક માર્ગ વલોટી બ્રમહદેવ મંદિરથી ભૈયા ટેકરી, કસ્બા રેલ્વે ફાટક, સુગર ફેકટરી થઇ ધનોરી નાકા થઇ ગણદેવી ચાર રસ્તા સર્કલ થઇ નવસારી તરફ જતા માર્ગનો ઉપયોગ કરવો.
સુરત મરોલીથી આવતા વાહનો મરોલી ચાર રસ્તાથી કસ્બા ત્રણ રસ્તા થઇ ધોળાપીપળા, ગ્રીડ, કાલિયાવાડી થઇ નવસારી તરફ જતો માર્ગ વાહનચાલકો ઉપયોગ કરી શકશે. જુનાથાણા થી ગ્રીડ થઇ ને.હા.નં-૪૮ તરફ જતો માર્ગ ઉપયોગ કરી શકાશે. અલ્કાપુરી સોસાયટીથી મારૂતિનગર, રવિપાર્ક, છાપરા રોડ થઇ ગાંધી સ્મૃતિ ઓવરબ્રીજ તરફ જતો માર્ગ વાહન ચાલકો ઉપયોગ કરી શકશે.
પ્રતિબંધિત માર્ગ વિઠૃલમંદિરથી શિવાજી ચોક, સરદાર ચોક, માણેકલાલ રોડ, હેડ પોસ્ટ અફિસ થઇ સાંઢકુવા માટે વાહનચાલકોએ વૈકલ્પિક માર્ગ શિવાજી ચોકથી તથા ભકિતનગર નાકા થઇ ઉદ્યોગનગર, ગૌતમનગર થઇ રેલ્વે સ્ટેશન તરફ જતા રસ્તાનો ઉપયોગ કરવો.
જલાલપોર પોલીસ સ્ટેશનથી મીઠા કુવા, પુણેશ્વર, ઘેલખડી થઇ વિજલપોર ફાટકથી જલાલપોર ફાટક તરફ જતા માર્ગનો ઉપયોગ કરવો. દાંડી આટ ત્રણ રસ્તાથી આટ ગામ, એરૂ, ભાનુનગર કોલેજ થઇ મંદિર ગામ, ગાંધી ફાટક ઓવરબ્રીજ તરફ જતો માર્ગ ઉપયોગ કરી શકાશે. એરૂ ગ્રામ પંચાયથી હાંસાપોર થઇ ગાંધી ફાટક ઓવરબ્રીજ તરફ જતા માર્ગનો ઉપયોગ કરવો.
મરોલી સી.એચ.સી.થી મરોલી બજાર થઇ ગુજરાતી સ્કુલ, ઉભરાટ રોડ તરફ જતા રસ્તાનો ઉપયોગ કરી શકાશે. ગણદેવી ચાર રસ્તાથી ધનોરીનાકા-સુગર ફેકટરી રોડ થઇ બીલીમોરા તરફ જતા માર્ગનો વાહનચાલકો ઉપયોગ કરી શકશે.
વલોટી બ્રહમદેવ મંદિર થી ભૈયા ટેકરી-કસ્બા રેલ્વે ફાટક, સુગર ફેકટરી થઇ ધનોરી નાકા થઇ ગણદેવી ચાર રસ્તા સર્કલ થઇ નવસારી તરફ જતા માર્ગનો ઉપયોગ કરી શકાશે. અમલસાડ નાકાથી ગાયકવાડ મીલ, તલોધ, ચીમોડીયા નાકા, ખાડા માર્કેટ તરફનો રસ્તાનો ઉપયોગ કરી શકાશે. બીલીમોરા રેલ્વે સ્ટેશનથી દેસરા થઇ ઓરીયા-મોરીયા, વાઘરેચ, ઘાંચીવાડ, કોળીવાડ તરફનો રસ્તાનો ઉપયોગ કરવો. વાઘરેચ થઇ કોળીવાડ, ઘાંચીવાડ, ઓરીયા, દેસરા, બીલીમોરા રેલ્વેસ્ટેશન તરફના રસ્તાનો ઉપયોગ કરવો.
આલીપોર વસુધારા ડેરી થઇ કોલેજ સર્કલ, રાનકુવા સર્કલ, ખુડવેલ થઇ સાદકપોર, ગોલવાડ તરફ જતા માર્ગનો વાહન ચાલકો ઉપયોગ કરી શકશે.આ પ્રવેશબંધી સરકારી વાહનો, ફરજ પરનો વાહનો, ઇમરજન્સી વાહનો, ફાયર ફાઇટર, એમ્બ્યુલન્સ તથા મંજૂરી આપેલ ગણપતિ વિસર્જનના પ્રોસેસન સાથેના વાહનોને લાગુ પડશે નહિ. આ હુકમનો અનાદર કે ભંગ કરનારને ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ ની કલમ -૧૩૧ મુજબ શિક્ષાને પાત્ર થશે.