નવસારી-કાલિયાવાડી ખાડી પર પહેલો કાળા પુલનું નામ સર જે.જે. બ્રિજ છે! નવસારીના ઇતિહાસમાં આ પુલ ત્રીજી વાર બંધાઇ રહ્યો છે
- Local News
- February 14, 2025
- 1 Comment
કેળવણી,આરોગ્ય અને સર્વાંગી સેવા માટે નવસારીમાં આવી ને વસેલા પારસીઓએ અનેક સખાવતો દાયકાઓથી-સૈકાઓથી વખતો વખત કરી છે. નવસારી કલેક્ટર ઓફિસ નજીક અને શિવાની રેસિડેન્સી તથા શંખેશ્વર કોમ્પલેક્ષ નજીક નવસારી શહેર કાલિયાવાડી જવા મુખ્ય રાજમાર્ગ પર પહેલો પુલ અંદાજે ૧૦૦ થી ૧૨૫ વર્ષ પહેલાં બાંધવામાં આવ્યો હતો.
દુનિયાભરમાં સખાવત માટે જગપ્રસિધ્ધ સર્ જમશેદજી જીજીભોય અને શેઠ રૂસ્તમજી જમશેદજી જીજીભોયે નવસારીમાં નાની હોસ્પિટલ-દવાખાનું બને એ માટે હાલમાં કાલિયવાડી નાકે ચાલતી આયુર્વેદ હોસ્પિટલનું સંકુલ તે જમાનામાં સદી પહેલાં રૂા.૭૫,૦૦૦/- ના ખર્ચે સાકાર કરી તેનું નામકરણ ‘“વિક્ટોરિયા ચેરીટેબલ ડિસ્પેન્સરી’ આપ્યું હતું.

આ હોસ્પિટલમાં તે જમાનામાં અત્યંત લોકપ્રિય ડોક્ટર રૂસ્તમજી હાથીરામ અને ડો.જમશેદજી બહેરામજી એ તબીબી સેવા આપી હતી.આ હોસ્પિલટ પર આવવા-જવા કલેક્ટર ઓફિસની બાજુમાં જે ખાડી છે તેના પર સર જમશેદજીના પત્ની આવાંબાઈએ રૂા.૧૮,૩૭૬/- અને સરકારશ્રીની ગ્રાંટ રૂા.૨,૭૫૫,- સાથે કુલ રૂા.૨૨,૫૪૨/- ના ખર્ચ અંદાજે ૧૧૫ વર્ષ પહેલાં સર.જે.જે. બ્રિજ નામ સાથે લોકાર્પણ થયું હોવાનું જાણવા મળેલ છે.

ત્યારબાદ વસ્તી વધારો, વધુ વાહન-વ્યવહાર અને અંદાજે સને-૨૦૧૧-૨૦૧૨ ની સાલમાં નિર્ભળ બાંધકામ સાથે નવો પુલ બન્યો હતો, પરંતુ તે પણ નબળો પડતા હાલના શાસનકર્તાઓ દ્વારા ત્રીજી વાર પુલનું નિર્માણ થયું છે. આ બ્રિજ ભલે નવલો બને પણ તેનું નામ “સર જે.જે. બીજ” જળવાવ જાળવી સખાવતી પારસીઓની વંદના કરવી રહી.
હાલની બિરસા મુંડા સર્કલની બાજુમાં આવેલ જુની વિક્ટોરીયા હોસ્પિટલ સર જે.જે. પરિવારની સખાવત છે. જ્યાં હાલ આયુર્વેદ હોસ્પિટલ ચાલે છે ત્યાંની મુલાકાત લેતા પણ સખાવતી દાતા એવા સર્ જમશેદજી પરિવારનો કોઈ જ નામોલ્લેખ જોવા મળતો નથી. ત્યારે વર્તમાન તંત્ર, લોક પ્રતિનિધિઓ અને શાસકો પારસીઓની આ સખાવતને કાયમી રાખે તેવી લોકલાગણી છે.
(સહયોગ શ્રી કેરસી દેબુ)
1 Comments
Very good information
Salute to Parsi community