લખપતિ દીદી સન્માન સમારોહઃ નવસારી જિલ્લામાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં વાંસી બોરસી ખાતે યોજાનારા ભવ્ય કાર્યક્રમને આખરી ઓપ અપાયો

લખપતિ દીદી સન્માન સમારોહઃ નવસારી જિલ્લામાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં વાંસી બોરસી ખાતે યોજાનારા ભવ્ય કાર્યક્રમને આખરી ઓપ અપાયો

વિદ્યાર્થીઓથી માંડીને એસટીના રોજીંદા મુસાફરોને તકલીફ નહી પડે તે રીતે આયોજન કરવામાં આવ્યું:ત્રણ જિલ્લાની 1350 એસટી બસ દ્વારા 67500 મહિલાઓ આ કાર્યક્રમના સભા સ્થળે આવશે

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ગરીમામય ઉપસ્થિતિમાં નવસારીના વાંસી બોરસી ખાતે વિશ્વ મહિલા દિને તા. 8 માર્ચે લખપતિ દીદી સન્માન સમારોહ યોજાવા જઈ રહ્યો છે ત્યારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેના નેતૃત્વમાં તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી ચૂક્યો છે. સભા મંડપમાં વીજ પુરવઠો પુરો પાડવા માટે 12 કિમી લાંબી વીજ લાઈન પણ નાંખવામાં આવી છે. બેકઅપ માટે જનરેટરો પણ ઉપલબ્ધ કરાવાયા છે.

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે આયોજિત લખપતિ દીદી સંમેલન કાર્યક્રમ સખી બહેનોની મહેનત અને સમર્પણને સન્માન આપવાનો અવસર છે. વાંસી બોરસી ખાતે યોજાનાર લખપતિ દીદી સન્માન સમારોહ સફળતાપૂર્વક પાર પડે તે માટે વિવિધ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ દિવસ રાત યુધ્ધના ધોરણે કામગીરી કરી રહ્યા છે. કાર્યક્રમ સ્થળે વીજળીનો પુરવઠો નિરંતર મળતો રહે તે માટે વીજ કંપની દ્વારા 12 કિમી લાંબી વીજ લાઈન નાંખવામાં આવી છે. આ સિવાય 24 ટ્રાન્સફોર્મર અને 32 કનેકશન આપવામાં આવ્યા છે. 350 થી 400 જેટલા વીજ પોલ નાંખવામાં આવ્યા છે. વીજ કંપનીના 25 ટેકનિશીયનો અને 10 એન્જિનિયરો દિવસ રાત ખડેપગે ફરજ બજાવી રહ્યા છે.

લખપતિ દીદી સન્માન સમારોહ કાર્યક્રમમાં સહભાગી થનાર 1 લાખ મહિલાઓ માટે 1350 જેટલી એસટી બસની પરિવહનની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. એક બસમાં 50 મુસાફરોની કેપેસીટી પ્રમાણે અંદાજે 67500 જેટલી મહિલાઓ સીધો બસનો ઉપયોગ કરશે. સભા સ્થળે આવવા જવા માટે આ સિવાય ખાનગી વાહનો પણ ઉપયોગમાં લેવાશે. વલસાડ એસટી વિભાગીય કચેરીના નિયામક એન.એસ.પટેલે જણાવ્યું કે, 3 જિલ્લામાં 54 એસટી બસ અલગ રાખી છે. જે મુખ્ય રૂટ અને એકસ્ટ્રા રૂટ પર દોડશે. જેથી રોજીંદા મુસાફરોને કોઈ મુશ્કેલી પડશે નહી. આ સિવાય હાલમાં ધો. 10 અને 12 બોર્ડની પરીક્ષા પણ ચાલી રહી છે તેને પણ ધ્યાનમાં લઈ વિદ્યાર્થીઓની પણ એક પણ ટ્રીપને ખલેલ પહોંચાડયા વિના આ બસોનું આયોજન કર્યુ છે. વિદ્યાર્થીઓથી માંડીને રોજીંદા મુસાફરોને કોઈ તકલીફ પડશે નહી.

સામાન્ય પ્રજાને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પાર્કિંગ, આરોગ્ય, વોશરૂમ, ભોજન, પીવાનું પાણી સહિત સમગ્ર બાબતનું સૂક્ષ્મ આયોજન અને વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.

ચાર ડોમમાં 1 લાખ મહિલાઓ માટે 20 એલઈડી લગાવવામાં આવી

લખપતિ દીદી સન્માન સમારોહમાં 1 લાખ મહિલાઓ સભા સ્થળે ઉપસ્થિત રહેનાર હોય ચાર ડોમ બનાવવામાં આવ્યા છે. આ તમામ ડોમમાં 8 ફૂટ લંબાઈ અને 12 ફૂટ પહોળાઈની 20 એલઈડી લગાવાવમાં આવી છે. જ્યારે સ્ટેજની સમારંત આજુ બાજુમાં મોટા કદની બે એલઈડી લગાવવામાં આવી છે. જેના પરથી મહિલાઓ કાર્યક્રમને એકદમ નજીકથી નિહાળી શકશે.

Related post

નવસારી મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા મહેન્દ્ર બ્રધર્સના એમડી મિલન પરીખનું સન્માન, પરિમલ નથવાણીએ વિકાસ માટે સૌને એક થવાનો સંદેશ આપ્યો

નવસારી મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા મહેન્દ્ર બ્રધર્સના એમડી મિલન પરીખનું…

નવસારી મેનેજમેન્ટ એસોસિએશન (NMA) દ્વારા ચાર પેઢીથી હીરા ઉદ્યોગમાં અગ્રેસર અને વિશ્વપ્રસિદ્ધ મહેન્દ્ર બ્રધર્સના મેનેજિંગ ડિરેક્ટર મિલન પરીખનું શ્રેષ્ઠ ઉદ્યોગપતિ તરીકે…
25 જૂન 1975: ભારતીય લોકશાહીનો કાળો અધ્યાય, ઇમરજન્સી અને કટોકટીમાં નવસારીનો સંઘર્ષની સંપૂર્ણ કહાની

25 જૂન 1975: ભારતીય લોકશાહીનો કાળો અધ્યાય, ઇમરજન્સી અને…

25 જૂન 1975: જ્યારે દેશમાં લાગુ થઈ ઇમરજન્સી, ભારતીય લોકશાહીનો સૌથી વિવાદાસ્પદ અધ્યાય 25 જૂન, 1975નો દિવસ ભારતીય લોકશાહીના ઇતિહાસમાં સૌથી…
‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:નવસારીમાં 91 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, બે આરોપીઓ ઝડપાયા

‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:નવસારીમાં 91 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો…

‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:બે આરોપી ઝડપાયા,110થી વધુ ફરિયાદો સાથે જોડાણ 43 કાર્ડ, 23 ઓળખપત્ર અને 11 પાન કાર્ડ સહિતનો મોટો મુદ્દામાલ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *