નવસારીમાં માનવતાની મિસાલ: ગરીબ બાળકનું નિ:શુલ્ક ઓપરેશન કરી બચાવ્યો જીવ
- Local News
- April 14, 2025
- 1 Comment
માનવતા હજી મરી નથી પરવાળી તેનું ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું છે. નવસારીના વિજલપોર વિસ્તારમાં રહેતા 10 વર્ષીય ક્રિશ વિનોદ પાટીલને તીવ્ર પેટદર્દ શરૂ થતાં ખબર પડી કે તેને એપેન્ડિક્સની ગંભીર તકલીફ છે. પરિવારની આર્થિક પરિસ્થિતિ ખૂબ નાજુક હોવાને કારણે તાત્કાલિક સારવાર શક્ય નહોતી. બાળકના પિતા અકસ્માતમાં પોતાના બંને પગ ગુમાવી ચૂક્યા છે અને રોજિંદું ભોજન પણ મુશ્કેલીથી મેળવી શકે છે.

આ સંજોગોમાં માનવતાની ઝાંખી દર્શાવતા નવસારી સ્ટેશનરી એસોસિએશનના પ્રમુખ રિતેશ શામવાનીએ વ્યક્તિગત ખર્ચે તેને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાવ્યો હતો. ત્યાં RMO ડૉ. લાલા ચૌધરીએ તત્કાલ આયુષ્માન કાર્ડ તૈયાર કરાવી આપ્યું અને બાળકના તબીબી ખર્ચ માટે પગલાં ભર્યા હતા.

ડૉ. લાલા ચૌધરીએ નિ:શુલ્ક ઓપરેશનની વ્યવસ્થા કરી અને માત્ર થોડા સમયની અંદર સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું. આજના જમાનામાં જ્યાં દરેક વસ્તુ વ્યાવસાયિક બનતી જાય છે, ત્યાં આવી લાગણીસભર સેવા સાચી માનવતા બતાવે છે.
આ સમગ્ર ઘટનાએ નવસારીમાં માનવતાના જીવન્ત ઉદાહરણ રૂપે સામે આવ્યું છે. સમય પર કરવામાં આવેલી કામગીરી અને સહાનુભૂતિપૂર્ણ વ્યવહારના લીધે એક નિર્દોષ બાળકીનો જીવ બચી ગયો હતો જે સાબિત કરે છે કે સંકટ સમયે માનવી જ માનવીનો સહારો બની શકે છે.
1 Comments
Good work