નવસારી જિલ્લાના NFSA રેશનકાર્ડ ધારકોએ ૩૦ એપ્રિલ સુધીમાં ઈ-કેવાયસી કરાવવું ફરજીયાત

નવસારી જિલ્લાના NFSA રેશનકાર્ડ ધારકોએ ૩૦ એપ્રિલ સુધીમાં ઈ-કેવાયસી કરાવવું ફરજીયાત

ભારત સરકારની ગાઇડલાઇન મુજબ સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓમાં ડાયરેકટર બેન્ક ટ્રાન્સફર DBT નો લાભ મેળવવા માટે રેશનકાર્ડમાં નામ ધરાવતાં તમામ નાગરિકોનું ફરજીયાત આધાર બેઝડ ઈ-કેવાયસી કરવાનું થાય છે. આ ઈ-કેવાયસીની લાભાર્થી માય રેશન મોબાઈલ એપ્લીકેશન દ્વારા ઘરે બેઠાં ફેસ ઓથેન્ટીકેશન મારફતે કરી શકે છે. ઉપરાંત લાભાર્થી મામલતદાર કચેરીમાં થમ્બ ઈમ્પ્રેશન આપી, ગ્રામ પંચાયત ખાતે ઈ-ગ્રામ સેન્ટરમાં વીસીઈ મારફતે, ગામ/શહેરની શાળાના શિક્ષકો, આચાર્ય, પોસ્ટ માસ્તર તથા સરકાર માન્ય વાજબી ભાવની દુકાનના સંચાલકો દ્વારા પીડીએસ પ્લસ મોબાઈલ એપ્લીકેશન મારફતે ઈ-કેવાયસી કરાવી શકાશે.

તા. ૧ મે, ૨૦૨૫ થી એનએફએસએ હેઠળ મળવાપાત્ર સબસીડીવાળું અનાજ બંધ થવા બાબતે પ્રશ્નો ઉપસ્થિત ન થાય તે માટે દરેક એનએફએસએ રેશનકાર્ડ ધારકોએ તથા રેશનકાર્ડમાં સમાવિષ્ટ તમામ સભ્યોનું ઈ-કેવાયસી કરાવવું ફરજીયાત છે. જેથી નવસારી જિલ્લાના તમામ એનએફએસએ રેશનકાર્ડ ધારકોને તા. ૩૦ મી એપ્રિલ, ૨૦૨૫ સુધીમાં (જાહેર રજાના દિવસો સહિત) માય રેશન મોબાઈલ એપ્લિકેશન દ્વારા જાતે, સંબંધિત મામલતદાર કચેરી તથા તમામ ગ્રામ પંચાયત ખાતે ઈ-ગ્રામ સેન્ટરમાં રૂબરૂ આવી, સરકાર માન્ય વાજબી ભાવની દુકાનના સંચાલકો દ્વારા પીડીએસ પ્લસ મોબાઈલ એપ્લીકેશન મારફતે ઈ-કેવાયસી કરાવી લેવા જિલ્લા પુરવઠા અધિકારી, નવસારી દ્વારા ખાસ અનુરોધ કરવામાં આવે છે.

Related post

નવસારી મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા મહેન્દ્ર બ્રધર્સના એમડી મિલન પરીખનું સન્માન, પરિમલ નથવાણીએ વિકાસ માટે સૌને એક થવાનો સંદેશ આપ્યો

નવસારી મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા મહેન્દ્ર બ્રધર્સના એમડી મિલન પરીખનું…

નવસારી મેનેજમેન્ટ એસોસિએશન (NMA) દ્વારા ચાર પેઢીથી હીરા ઉદ્યોગમાં અગ્રેસર અને વિશ્વપ્રસિદ્ધ મહેન્દ્ર બ્રધર્સના મેનેજિંગ ડિરેક્ટર મિલન પરીખનું શ્રેષ્ઠ ઉદ્યોગપતિ તરીકે…
25 જૂન 1975: ભારતીય લોકશાહીનો કાળો અધ્યાય, ઇમરજન્સી અને કટોકટીમાં નવસારીનો સંઘર્ષની સંપૂર્ણ કહાની

25 જૂન 1975: ભારતીય લોકશાહીનો કાળો અધ્યાય, ઇમરજન્સી અને…

25 જૂન 1975: જ્યારે દેશમાં લાગુ થઈ ઇમરજન્સી, ભારતીય લોકશાહીનો સૌથી વિવાદાસ્પદ અધ્યાય 25 જૂન, 1975નો દિવસ ભારતીય લોકશાહીના ઇતિહાસમાં સૌથી…
‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:નવસારીમાં 91 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, બે આરોપીઓ ઝડપાયા

‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:નવસારીમાં 91 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો…

‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:બે આરોપી ઝડપાયા,110થી વધુ ફરિયાદો સાથે જોડાણ 43 કાર્ડ, 23 ઓળખપત્ર અને 11 પાન કાર્ડ સહિતનો મોટો મુદ્દામાલ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *