નવસારીના ડો. અજય મોદીએ 60 વર્ષે સર્જ્યો ઇતિહાસ: વિશ્વપ્રસિદ્ધ કોમરેડ મેરેથોન 90 કિ.મી. 11 કલાક 54 મિનિટમાં પૂર્ણ કરી નવસારીનું ગૌરવ વધાર્યું

નવસારીના ડો. અજય મોદીએ 60 વર્ષે સર્જ્યો ઇતિહાસ: વિશ્વપ્રસિદ્ધ કોમરેડ મેરેથોન 90 કિ.મી. 11 કલાક 54 મિનિટમાં પૂર્ણ કરી નવસારીનું ગૌરવ વધાર્યું

  • Sports
  • June 21, 2025
  • No Comment

નવસારીના ડો. અજય મોદીએ સાઉથ આફ્રિકાની વિશ્વ પ્રસિદ્ધ 90 કિ.મી.ની કોમરેડ મેરેથોન સફળતાપૂર્વક પૂર્ણ કરીને 60 વર્ષની ઉંમરે ઇતિહાસ રચ્યો છે. 8 જૂન, 2025ના રોજ યોજાયેલી આ મેરેથોનમાં તેમણે 11 કલાક 54 મિનિટનો સમય લઈ નવસારીના પ્રથમ રનર તરીકે આ સિદ્ધિ હાંસલ કરી અને વિશ્વભરમાં ભારતનું નામ ઉજ્જવળ કર્યું છે.

વિશ્વની સૌથી પડકારજનક મેરેથોનમાં આપ્યું શિરસ્ત્રાણ

પીટરમેરિટ્ઝબર્ગથી ડરબન સુધી યોજાયેલી આ મેરેથોનમાં 25,000થી વધુ આંતરરાષ્ટ્રીય રનર્સે ભાગ લીધો હતો. 1200 મીટર ઊંચા ચઢાણ અને 1900 મીટર ઢાળવાળા રસ્તે દોડવાનું પડકારરૂપ માનવામાં આવે છે. છતાં ડો. અજય મોદીએ ઉંમરને પડકાર આપીને આ દોડ સફળતાપૂર્વક પૂર્ણ કરી છે.

છ માસની સઘન તૈયારી અને ટીમ વર્કનું પરિણામ

આ સફળતા પાછળ ડો.અજય મોદીની સતત મહેનત, દૃઢ નિશ્ચય અને કોચ ડો. યોગેશ સાતવ તથા “રનહોલિક” ટીમનું માર્ગદર્શન મુખ્ય કારણ રહ્યું છે.તેમણે સાપુતારા, લવાસા અને સતારામાં તાલીમ લઈને દોડ માટે જાતને શારીરિક અને માનસિક રીતે તૈયાર કર્યો છે.

કટિબદ્ધ પરિવાર અને મિત્રોનો ભરોસો

તેમની સાથે તેમના પરિવારજનો એવા પત્ની નિરંજનાબેન, દીકરી ડો. સલોની અને જમાઈ ડો. વિસ્મય આવા કાર્ય માટે સતત પ્રોત્સાહન આપતા રહ્યા છે.નવસારી રનર્સ અને સાયક્લિંગ ગ્રૂપ, તેમજ મિત્રો અને સહકાર્યકરો એવા ડો. આશિષ કાપડિયા, બોમી જાગીરદાર, હરિશ ટંડેલ અને અન્ય સભ્યોના સપોર્ટ થી આ યાત્રા સફળ બની છે.

સમર્પણ અને આત્મવિશ્વાસનું પ્રતીક

ડૉ. અજય મોદીની યાત્રા એ સાબિત કરે છે કે ઉંમર કોઈ અવરોધ નથી – દ્ઢનિશ્ચય, તૈયારી અને સાચા માર્ગદર્શનથી કોઈ પણ મંજિલ શક્ય છે. તેમના સંઘર્ષ અને સફળતાએ આજે સમગ્ર નવસારી માટે ગૌરવની ક્ષણ સર્જી છે  સાથેજ  આજના યુવાનો માટે એક જીવંત પ્રેરણા ઊભી કરી છે.

Related post

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ અને જનતા વચ્ચેનો વિશ્વાસ મજબૂત, અત્યાધુનિક ડ્રીલ્સ ટેકનોલોજી અને ડ્રોન ટેકનોલોજીનું નિદર્શન કરાયું,37 લાખનો મુદ્દામાલ પરત કરાયો

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ…

સુરત રેન્જ આઈ.જી પ્રેમવીર સિંહે નું આજે નવસારી જિલ્લાના એરુ રોડ પર આવેલા પોલીસ હેડક્વાર્ટર ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન પરેડ યોજી હતી.…
નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે એ.એસ.પી.ઈ.ઈ. કોલેજના હોલમાં “સાયબર ક્રાઈમથી કેવી રીતે સુરક્ષિત રહી શકાય” તે વિષય પર સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો…
મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો ખોરવાયો, યુદ્ધના ધોરણે પુનઃસ્થાપન કાર્યવાહી હાથ ધરાઈ

મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦…

દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો અસરગ્રસ્ત થયા હતા વલસાડ વર્તુળ કચેરીના વિસ્તારમાં તા. ૨૭ અને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *