“સુરક્ષા માટે નોટિસ આપનારા” જર્જરિત મહાનગરપાલિકા ભવનમાંથી શાસન?!નવસારી શહેરીજનોમાં ચર્ચાઓ વિષય બન્યો જુઓ વિડિઓ
- Local News
- July 25, 2025
- No Comment
100 ઈમારતોને સેબીલીટી રિપોર્ટ કરાવવાની નોટિસ આપી?! નવસારી મહાનગરપાલિકા પોતાનું જ ભવન ભુલાઈ ગઈ કે શું?!લ્યો કરો વાત જર્જરિત ભવનમાં બેસી શહેરીજનોની સલામતી અને સુરક્ષા માટે નોટિસો આપવમાં આવી રહી છે?!
https://youtu.be/MbZJ3fDq0BE?si=vyPIhImuWG6R2_B4
સેવા અને સુરક્ષા માટે જવાબદાર વહીવટી તંત્ર કયારેક એવું વર્તન કરે છે કે જીવન બચાવનારાઓ જીવને જ જોખમમાં મૂકી દે છે. આવી જ સ્થિતિ આજે નવસારી મહાનગરપાલિકાની સામે ઊભી થઈ છે. શહેરની 100થી વધુ જર્જરિત ઇમારતોને નોટિસ પાઠવીને સ્ટેબિલિટી રિપોર્ટ માગણી કરાઈ છે. નવસારી મહાનગરપાલિકા પોતાનું જ સરદાર ભવન ભુલાઈ ગઈ છે.જે હાલ સ્વયં અત્યંત જર્જરિત હાલતમાં છે.

40 વર્ષ જૂનું સરદાર ભવન જ્યાંથી મહાનગરપાલિકાનું વહીવટ ચલાવવામાં આવે છે, તેની હાલત ચિંતાજનક છે.આ ભવન માટે અગાઉથી સ્ટેબિલિટી રિપોર્ટ નકારાત્મક આવ્યો હતો છતાં અહીં કાર્ય ચાલુ છે.શહેરીજનોમાં પ્રશ્ર્ન ઉઠી રહ્યો છે કે જે તંત્ર શહેરના અન્ય નાગરિકો માટે જોખમ ગણાતા મકાનો તોડાવવાની કામગીરી કરે છે.તે પોતે જ જોખમી ભવનમાં કાર્ય કરી રહી છે.અગાઉ બે વખત આ ભવન ભોય તળીએ આગ લાગી ચૂકી છે.

છ મહિના પહેલા નગરપાલિકાને મહાનગરપાલિકાના દરજ્જો મળ્યો બાદથી વિકાસના કામો ઝડપ પકડ્યા છે,આ સાથે જ શહેરીજનની સુરક્ષા અંગે પાલિકા સજાગ બની છે.જે આવકારદાયક છે. પરંતું જૂનવાણી નવસારી શહેરની અંદર 200થી વધુ જર્જરિત ઇમારતો છે.જેમાંથી લગભગ 100 અત્યંત જોખમભરી ગણાઈ છે. એને મહાનગરપાલિકાએ નોટિસો આપી સ્ટેબિલિટી રિપોર્ટ્સ માંગ્યા છે.

જર્જરિત બિલ્ડિંગ્સની યાદીમાં જુની કલેક્ટર કચેરીના જૂનાથાણા સ્થિત જૂના બહુમાળી ભવનનો પણ સમાવેશ થાય છે.ભૂતકાળમાં 40 થી વધુ શાસકીય ઓફિસો અહીં કાર્યરત હતી. હાલ આ બિલ્ડિંગ ખાલી કરાવી દેવામાં આવ્યું છે અને તોડવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે.

આ બધાની વચ્ચે મહાનગરપાલિકાના કમિશનરની ઓફિસ જે ઇમારતમાં છે તે જ પોતે જોખમભરી હોવાને કારણે નાગરિકોમાં શંકા ઉપજવી સ્વાભાવિક છે. છેલ્લાં કેટલાક વર્ષોમાં પાલિકા ભવનમાં આગની બે ઘટનાઓ થઈ છે અને અલગ અલગ રીતે અઢી કરોડ જેટલો ખર્ચ રીપેરીંગમાં થયો છે. અગાઉના શાસનકર્તા અહિં નવીન બિલ્ડિંગ બનાવવા માટે વિચારશીલ તેમજ કાર્યવાહી હાથ ધરી હતી. પરંતું તે પરિપૂર્ણ થઈ ન હતી.
હાલની પરિસ્થિતિ એ તરફ સંકેત કરે છે કે મહાનગરપાલિકા પોતાના ઘરમાં દીવો નહી સળગાવે એ રીતે અન્ય ઇમારતોની સુરક્ષા માટે જે ચિંતિત છે.અન્યના ઈમારત પહેલા પોતાનું ભવન સલામત બનાવે તે જરૂરી છે. નવસારીવાસીઓ ચર્ચાઓ જોર પકાયું છે કે “બેવડી નીતિ” અપનાવીને પાલિકા શાસકો માત્ર દેખાવ માટે કાર્યવાહી કરે છે.
આથી હવે પ્રશ્ન છે જ્યારે જર્જરીત/જોખમી ભવનમાં બેઠેલું તંત્ર જ સલામત નથી,ત્યારે શહેરની જર્જરિત ઇમારતોના દૂર કરવાથી ખરેખર કેટલું જોખમ દૂર થશે?!