નવસારી શહેરમાં ટેમ્પો ટ્રાન્સફોર્મર સાથે અથડાયો:રસ્તા પર ઓઈલ ઢોળતા ૩૦થી વધુ બાઈક સવારો સ્લીપ થતા અનેક લોકો ઈજાગ્રસ્ત થયા, સ્થાનિકોએ રેતી નાંખી,
- Local News
- July 26, 2025
- No Comment
નવસારી શહેરના મોચીવાડી વિસ્તારમાં આજે વહેલી સવારે એક ગંભીર માર્ગ દુર્ઘટના બની હતી. જૂનાથાણની સુરત તરફ જતા રાજ્ય માર્ગ ઉપર સવારે આશરે ૮ વાગ્યે એક આઈસર ટેમ્પોનો ચાલક વાહન પરનો કાબૂ ગુમાવતાં તે રસ્તાની બાજુમાં આવેલા વીજ ટ્રાન્સફોર્મર સાથે અકસ્માત સર્જ્યો હતો.
https://youtu.be/tpAMFgrxDvA?si=cgqklDFRvYXXMYcM
અથડામણ એટલી ભારે હતી કે ટ્રાન્સફોર્મરમાંથી ઓઇલ રસ્તા પર ફેલાઈ ગયું હતું. ઓઇલ ફેલાતાં રસ્તા અનેક નોકરી,ધંધા તેમજ કામ અર્થે નીકળેલ બાઈકસવારો રસ્તા પર એક પછી એક સ્લિપ થતા ૩૦થી વધુ લોકોને નાની મોટી ઈજા પહોંચી હતી. એક મહિલાને આંખના ભાગે ગંભીર ઈજા પહોંચતા ખાનગી હોસ્પિટલ સારવાર લઈ જવામાં આવી છે.

અકસ્માત ઘટના સવારે ૮ વાગ્યે બનેલી હોવા છતાં, તંત્રને જાણ ૧૦ વાગે થઈ હતી. ત્યારબાદ મહાનગરપાલિકાના કર્મચારીઓએ આવીને રસ્તા પર રેતી અને માટી પાથરીને અકસ્માત ઘટાડવાનો પ્રયાસ કર્યો હતો.સ્થાનિક લોકોએ પણ રેતી તથા માટી લાવીને રસ્તો સામાન્ય બનાવવા પ્રયત્ન કર્યા હતા. સ્ટેટ હાઈવે જોડતા માર્ગ પર અકસ્માત થતા ટ્રાફિક જામ થતા પોલીસ ધટના પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી

હાલમાં વાહનચાલકોને અન્ય માર્ગે વાળવામાં આવ્યા છે સ્થાનિક યુવા આગેવાન પિયુષ ઢીંમ્મરે જણાવ્યું હતું કે, “તંત્રને જાણ કરાતા માઈનોર વિભાગ ત્યારબાદ તેઓ તત્કાળ પહોંચ્યા અને જરૂરી પગલાં લીધા.”ઈજાગ્રસ્તોનો સારવાર માટે દવાખાનામાં દાખલ કરીને ઈલાજ ચાલી રહ્યો છે.
