“જુગારની લતે” પહેલા પાકિટ માર હવે રીઢો ચોર : 70 વર્ષીય હર્ષદ તન્નાને નવસારી એલસીબી ઝડપાયો, 2.63 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
- Local News
- August 6, 2025
- No Comment
નવસારી જિલ્લાના એલસીબી વિભાગે 70 વર્ષીય રીઢા અને ગુનાઓના લાંબા ઇતિહાસ ધરાવતા ચોર હર્ષદ તન્નાને ઝડપી પાડી મહત્વપૂર્ણ સફળતા હાંસલ કરી છે. મૂળ રાજકોટનો રહેવાસી અને હાલમાં દક્ષિણ ગુજરાતમાં ચોરીના જુના ખેલાડી તરીકે ઓળખાતો હર્ષદ તન્નાએ 30 જુલાઈ, 2025ના રોજ બીલીમોરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરીની એક ઘટના અંજામ આપી હતી.
https://youtu.be/5QdVCxi573c?si=zruzylXBptEMpMV6
એલસીબીએ તેની ધરપકડ કરી ત્યારે તેના પાસેથી સોના-ચાંદીના દાગીના સહિત કુલ ₹2,63,810ના મુદ્દામાલનો જપ્ત કરવામાં આવ્યો હતો. તપાસમાં ખુલ્યું છે કે તે અગાઉ રેલવેમાં પાકીટ મારી કરતો હતો.પરંતુ વારંવાર પકડાઈ જતા તેણે બંધ ઘરોને નિશાન બનાવવાનું શરૂ કર્યું.

હર્ષદ તન્નાને જુગારનો મોટો શોખ છે. આ લતને કારણે તે સતત પૈસાની શોધમાં રહેતો હતો અને દક્ષિણ ગુજરાતના વિવિધ શહેરોમાં વિહેલી ઘડીએ ખાલી પડેલા ઘરોમાં ઘુસીને ચોરી કરતાં હોવાનું જાણવા મળ્યું છે. લોકો તેમની ઉંમર જોઈને શંકા પણ કરતા ન હતા – જે તેમનો સૌથી મોટો ફાયદો બનતો. બીલીમોરામાં થયેલી તાજેતરની ચોરી માત્ર ત્રણ મિનિટમાં પુરા કરીને તે ભાગી છૂટ્યો હતો.

તેમનો ગુનાહિત ઈતિહાસ નોંધપાત્ર છે. સુરત ગ્રામ્યના બારડોલી, કડોદરા અને કામરેજ પોલીસ સ્ટેશનોમાં તેમના વિરુદ્ધ કલમ 380 અને 454 હેઠળ કેસ નોંધાયેલ છે. સુરત શહેરના અમરોલી પોલીસ સ્ટેશનમાં જુગારધારાની કલમ 12 હેઠળ કેસ નોંધાયેલો છે. ઉપરાંત, ભરૂચ શહેર, અંકલેશ્વર, મંગરોળ અને વેડરોડ સહિતના પોલીસ સ્ટેશનોમાં પણ તેમની સામે અનેક ગુનાઓ નોંધાયેલા છે.
આ ચોરને પકડવા માટે ખાસ તપાસ ટીમ રચવામાં આવી હતી, જેમાં પી.આઈ. બી.જે. જાદવ, પી.એસ.આઈ. આર.પી. ગોહિલ, પી.ડી.એમ. રાઠોડ, પી.એસ.આઈ. વાય.જી. ગઢી, એસ.આઈ. દિગ્વિજયસિંહ જગતસિંહ અને અન્ય સ્ટાફની મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહી હતી.