નવસારી જિલ્લાના “અમલસાડ ચીકુને મળી મોટી સિદ્ધિ” દક્ષિણ ગુજરાતને પ્રથમ GI ટેગ મળ્યો,હવે આંતરરાષ્ટ્રીય બજારો માં પણ નવસારીના ચીકુ વેચાણ થશે
- Local News
- April 5, 2025
- 1 Comment
નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાનું જાણીતું અમલસાડના તેમજ આજુબાજુના વિસ્તારમાં ખુશીની લાગણી પ્રસરી છે. GI ટેગના પગલે વૈશ્વિક ઓળખ સાથે ચીકુને ભૌગોલિક ઓળખ આપતા જિયોગ્રાફીકલ ઈન્ડીકેશન ટેગ ચીકુની માંગ હવે દેશ તથા વિદેશોમાં વધવાની સંભાવના છે
નવસારી તેમજ વલસાડ જિલ્લો બાગાયતી પ્રદેશ તરીકે જાણીતો છે. જેમાં કેરી,ચીકુ,કેળા સહિત ફળોનું ઉત્પાદન ખૂબ સારા પ્રમાણ થાય છે. ખાસ કરીને કેસર કેરી અને અમલસાડી ચીકુ દેશ તથા વિદેશમાં પ્રસિદ્ધ છે. ગણદેવી તાલુકાની વાડીઓમાં કેરી અને ચીકુનું મબલખ ઉત્પાદન થાય છે. અમલસાડી ચીકુ પાક લઈ ખેડૂતો પકવીને મંડળીઓમાં વેચાણ માટે મોકલે છે. ત્યાંથી મંડળીઓ વેચાણ માટે બજારોમાં મોકલે છે.
https://youtu.be/Ml85E9UdiUg?si=1hMedORIEAJQEQVJ
ચીકુ માટે અમલસાડ થી સ્પે. ટ્રેન મારફતે દિલ્હી રવાના થાય છે. આમ ચીકુએ સમગ્ર દેશમાં અન્ય રાજયોમાં પોતાની મીઠાશ ફેલાવી રહી છે. નવસારી વલસાડ જિલ્લા ફળ અને શાકભાજી સંઘ લિ. (કેનીંગ ફેક્ટરી) ગણદેવી તરફથી ચીકુને જી.આઈ. ટેગ – મેળવવા માટે વર્ષ-૨૦૨૧માં પ્રયાસો હાથ ધરાયા હતા.

નવસારી કૃષિ યુનિવર્સિટી માટે ઐતિહાસિક
નવસારી કૃષિ યુનિવર્સિટીના સાથ અને સહકારથી અમલસાડ ચીકુ જી.આઈ. ટેગ મેળવવા માટે અરજી થઈ હતી.ગુજરાત રાજ્યને અત્યાર સુધીમાં કુલ ૨૮ GI ટેગ મળેલ છે જેમાં કૃષિક્ષેત્રમાં ત્રણ; ગીર કેસર, ભાલીયા ઘઉં અને કચ્છી ખારેક નો સમાવેશ થાય છે. જેમાં વધુ એક GI ટેગ “અમલસાડ ચીકુ” નો સમાવેશ થશે. આ GI ટેગ નોંધણીએ તેના અસાધારણ સ્વાદ, નરમ માવો, ગુણવત્તા અને નવસારી જિલ્લાના અમલસાડ પ્રદેશમાં ઉદ્ભવને માન્યતા આપી છે. આ ફળ દાયકાઓથી સ્થાનિક અર્થતંત્રનો મુખ્ય ભાગ રહ્યું છે અને સ્થાનિક બજારોમાં તેની વ્યાપક પ્રશંસા કરવામાં આવે છે. આ ટેગ મળવાથી દેશ તેમજ દુનિયામાં આ વિસ્તારની આગવી ઓળખ ઉભી થશે અને આ વિસ્તારનાં ચીકુની માંગ વધશે જેનો સીધો લાભ આ ક્ષેત્રમાં ચીકુ ઉગાડતાં ખેડૂતોને થશે. અત્યાર સુધીમાં નવસારી કૃષિ યુનિવર્સિટી ૧૮ પેટન્ટ મેળવવામાં સફળ થયેલ છે અને હવે પ્રથમ GI તરીકે “અમલસાડ ચીકુ” રહશે જે યુનિવર્સિટી માટે એક ઐતિહાસિક ક્ષણ છે.

ચીકુનો ઈતિહાસ
જેમાં અમલસાડ વિભાગ વિવિધ કાર્યકારી સહકારી ખેડૂત મંડળી લિ.એ અમલસાડના દેવધા ગામે પ્રથમ વખત ચીકુનું કરાયેલું વાવેતર અને જેને આઝાદી પૂર્વે ટ્રેનથી લાહોર, કરાંચી સુધી મોકલવામાં આવતા હતા તથા દિલ્હીના માર્કેટમાં ચીકુ મોકલવાની શરૂઆત થઈ હતી જેના તમામ ઐતિહાસિક પુરાવા રજુ કર્યા હતા. નવસારી કૃષિ યુનિવર્સિટી જી.આઈ ટેગ મેળવવા માટે ટેકનિકલ પુરાવાઓ સહિત અન્ય માહિતીઓ પુરી પાડવામાં આવી હતી. હાલ ગણદેવી તાલુકાની તમામ મંડળીઓ ચીકુની વ્યવસ્થા કરે છે. ટ્રેન અને ટ્રક દ્વારા દેશના અન્ય રાજયના બજારોમાં મોકલાવવાની વ્યવસ્થા કરવામાં આવે છે.
અમલસાડી ચીકુ માટે આ વિસ્તાર ભૌગોલિક રીતે કેટલો ફળદાયી અને વિશેષ છે એ માહિતી તેમજ જરૂરી પુરાવા સાથે રજૂ કરવામાં આવ્યા હતા. જેને ગ્રાહ્ય રાખીને તા. 3 એપ્રિલ ૨૦૨૫ના રોજ જિયોગ્રાફીકલ ઈન્ડીકેશન રજીસ્ટ્રેશન વિભાગ ચેન્નઈએ અમલસાડ ચીકુને જી.આઈ. ટેગ પ્રમાણપત્ર જારી કર્યું હતું. જેની જાણકારી મળતા ખેડૂત અને બાગાયતદારો તથા સહકારી મંડળીઓમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી છે.

દેશભરમાં અત્યાર સુધીમાં 605 ઉત્પાદનને જીઆઇ ટેગ મળ્યા
જી.આઈ. ટેગનો અર્થ જિયોગ્રાફિકલ ઈન્ડીકેશન થાય છે. તે કોઈ ઉત્પાદનને તેના મૂળ ભૌગોલિક પ્રદેશ સાથે જોડવા માટે અપાય છે. જી.આઈ. ટેગ ઉત્પાદનની વિશેષતાઓ, ઉત્પાદન ક્યાં થાય છે અથવા ક્યાં બનાવવામાં આવે છે તે જણાવે છે.
વર્ષ ૨૦૦૩માં જી.આઈ. ટેગની શરૂઆત કરવામાં આવી હતી. દેશભરમાં અત્યાર સુધી 605 ઉત્પાદનોને જી.આઈ. ટેગ મળ્યા છે. જેમાં કાશ્મીરની કેસર, પશ્મીની શાલને, નાગપુરની નારંગી, બંગાળના રસગુલ્લા, બનારસી સાડી, તિરૂપતિ બાલાજીના લાડુ, રતલામી સેવ, બિકાનેરી ભુજીયા, અલીબાગની સફેદ ડુંગળી, ભાગલપુરની જરદાલુ કેરી, કચ્છની ખારેક અને હવે નવસારીના અમલસાડ ચીકુનો સમાવેશ કરવામાં આવ્યો છે.

નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે જી.આઈ ટેગ
નવસારી એગ્રિકલ્ચર યુનિવર્સિટી ખાતે એક પત્રકાર આજરોજ પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નવસારી જિલ્લાના જુદા જુદા મંડળીઓના પ્રમુખો તેમજ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ઝીણાભાઈ પી પટેલ,નવસારી વલસાડ જિલ્લા ફળ અને શાકભાજી સંઘ લિમિટેડના પ્રમુખ રાજેશભાઈ પટેલ, તિમુર અહલાવત ડાયરેક્ટર અને રિસર્ચ ડીન નવસારી કૃષિ યુનિવર્સિટી, સમીક્ષા બેન દભાડે એડવોકેટ જી.આઈ ટેગ દ્વારા જેમાં અમલસાડ ચીકુ જી.આઈ ટેગ કેવી રીતે મેળવ્યું અને અને આવનાર દિવસોમાં ચીકુ પકવતા ખેડૂત તેમજ ખરીદી અને વેચાણ કરતી મંડળીઓ આવનાર દિવસ આ ટેગને લઈ ફાયદો થશે તેની માહિતીઓ પુરી પાડવામાં આવી હતી
નવસારી કૃષિ યુનિવર્સિટી ઝીણાભાઈ પટેલ આ GI ટેગ થકી આપણા વિસ્તારના ચીકુ દેશ અને વિદેશ એક્સપોર્ટ કરવામાં સરળતા થશે અને આ ટેગ થકી આપણે ચીકુને નવી ઓળખ આપવામાં સફળ થયા છે. આવનાર દિવસો આ GI ટેગ લઈ હવે દેશ તથા વિદેશોમાં તેની માંગમાં વધારો જોવા મળશે તેમજ ઉત્પાદકો કરનાર એવા પોષણ સમ ભાવો પણ મળશે જેથી ખેડૂતોની આવક પણ વધારો થશે.
રાજેશભાઈ પટેલ જણાવે છે કે, અમલસાડી ચીકુ ની ડિમાન્ડ ઉત્તર ભારત કાશ્મીર જેવા ઠંડા પ્રદેશોમાં સૌથી વધારે હોય છે શરીરને ગરબી પ્રદાન કરતા આ ચીકુ સમગ્ર વર્ષ દરમિયાન મોટી સંખ્યામાં ઉત્તર ભારત રાજસ્થાન પંજાબ દિલ્હી હરિયાણા સહિતના રાજ્યોમાં એક્સપોર્ટ થાય છે હવે GI ટેગ મળતા તેને આંતરરાષ્ટ્રીય માર્કેટ પણ મળશે.

આ કાર્યક્રમમાં કુલપતિ ડૉ. ઝીણાભાઈ પટેલે યુનિવર્સિટીની ટીમમાં ખાસ કરીને ડૉ. ટી. આર. અહલાવત, સંશોધન નિયામક, ડૉ. વી. આર. નાયક, સહસંશોધન નિયામક; ડૉ. વાય. એન. ટંડેલ, પ્રાધ્યાપક (ફળ વિજ્ઞાન), ડૉ. એ. આર. કસવાલા, પ્રાધ્યાપક (જમીન વિજ્ઞાન) અને ડો. જી. ડી. પટેલ, મદદનીશ પ્રાધ્યાપકનો GI ટેગ મેળવવામાં સફળતા બદલ અભિનંદન પાઠવ્યા. તેમજ સમગ્ર કાર્યક્રમનું સંચાલન જયમીનભાઈ નાયકે કર્યું હતું
દેવધા ગામે પ્રથમ વખત ચીકુનું વાવેતર કરાયું હતું અને આઝાદી પૂર્વેથી લાહોર,કરાંચી સુધી ટ્રેન મારફતે ચીકુ મોકલવામાં આવતા હતા
1 Comments
Proud moment